LICના ગ્રાહક છો તો જાણી લો આ ખાસ ચેતવણી, ન કરશો આ ભૂલ નહીં તો થશે કાયદાકીય કાર્યવાહી

જો લોકો ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LICના લોગોનો ઉપયોગ વીમા કંપનીની પરવાનગી વિના પોતાના બિઝનેસમાં કે અન્ય કોઈ હેતુથી કરે છે તો તેમને માટે મોટી મુસીબત ઊભી થઈ શકે છે. LIC આ લોકોના વિરોધમાં કાર્યવાહી કરશે તેવી ચેતવણી પણ આપી ચૂક્યું છે.

LICએ કહ્યું, મંજૂરી વિના લોગોનો ઉપયોગ કરાશે તો થશે કાર્યવાહી

image source

Life Insurance Corporation of India એ ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ વિના વીમા કંપનીની મંજૂરીથી તેના લોગોને અનઓથરાઈઝ્ડ રીતે યૂઝ કરતા પકડાય છે તો તેની વિરોધમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કેમકે આ એક દંડનીય અપરાધ છે. સામાન્ય રીતે લોકો પોતાના બિઝનેસને આગળ વધારવા માટે LICના લોગોનો ઉપયોગ હોર્ડિંગ કે Pamphlet માં કરી લેતા હોય છે. પરંતુ હવે તેઓ આવું કરી શકશે નહીં. તેઓએ આ ધંધો બંધ કરવો પડશે. નહીં તો આ કામ માટે તેઓએ LICની પરમિશન લેવાની જરૂરી રહેશે.

LOGO નો ઉપયોગ ગેરકાયદેસર છે

image source

ભારતીય જીવન વીમા નિગમે આ માટે એક ટ્વિટ કરી છે. જેમાં તેઓએ લખ્યું છે કે કોઈ પણ પરમિશન વિના કોઈ પણ વેબસાઈટ, પબ્લિશિંગ મટિરિયલ અને ડિજિટલ પોસ્ટમાં LICના લોગોનો ઉપયોગ કરી શકાશે નહીં. LICએ ટ્વિટમાં એમ પણ કહ્યું છે કે તેના લોગોનો ઉપયોગ ગેર કાયદેસર છે. એવા લોકોની વિરોધમાં સિવિલ અને ક્રિમિનલના આધારે સખત કાર્યવાહી કરવામાં આવશે.

ફ્રોડ મેસેજથી બચીને રહે પોલીસી હોલ્ડર

image source

આ સિવાય LICએ પોતાના પોલીસી હોલ્ડર્સને એમ પણ કહ્યું છે કે દગાખોરીથી બચવા માટે એક અન્ય ટ્વિટ કર્યું છે. તેમાં કંપનીએ પોલીસી હોલ્ડર્સને કહ્યું છે કે LIC બોનસ સાથે જોડાયેલી સૂચના ફોન પર પોલીસી ધારકો સાથે શેર કરશે નહીં. LICના અધિકારી તમને ક્યારેય ફોન પર તમારો પોલીસી નંબર, પૈન નંબર કે નોમીનીની ડિટેલ્સ માંગતા નથી. તો આ પ્રકારનો કોઈ પણ ફોન કે મેસેજ આવે છે તો તમે એલર્ટ રહો તે જરૂરી છે.

અહીં કરો ફરિયાદ

LICએ કહ્યું છે કે જો કોઈ પણ શંકાસ્પદ ફોન કોલ કે ઈમેલ આવે છે તો તમે તેને લઈને ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે તમે [email protected] પર જઈને રિપોર્ટ લખાવી શકો છો. કંપનીએ પોતાના પોલીસી હોલ્ડર્સને માટે એક કોલ સેન્ટર સર્વિસ નંબર પર જાહેર કર્યો છે.

આ નંબર 022-6827 6827. તેને તમે સેવ કરી લો. LIC કોલ સેન્ટરની સુવિધા અઠવાડિયાના 7 દિવસ 24 કલાક ચાલુ રહે છે. તો તમે કોઈ પણ ફ્રોડનો શિકાર ન બનો અને શંકા લાગે તો તરત ફોન કરીને ફરિયાદ કરો.