આ દેશે શરૂ કરી ફ્લોટીંગ ટ્રેન, 620 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરશે સફર, વિડીયો જોઇને તમે બોલી ઉઠશો WOW!

ચીને એક નવી હાઈ-સ્પીડ મેગ્લેવ ટ્રેન માટે એક પ્રોટોટાઈપનું અનાવરણ કર્યું છે, જે 620 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલવાની ક્ષમતા ધરાવે છે. દક્ષિણ- પશ્ચિમ જિયાઓતોંગ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિક દ્વારા બનાવવામા આવેલી આ ટ્રેનમાં પૈડા નથી. તેની જગ્યાએ મેગ્નેટિક લેવિટેશન ટ્રેનને ઉચ્ચ-તાપમાન સુપરકંડક્ટિંગ ટેકનીક સાથે વિકસિત કરવામા આવી છે, જે મ્ગેનેટનો ઉપયોગ કરે છે. ધ ઇંડિપેંડેન્ટ પ્રમાણે, તે તેને ટ્રેક ઉપર ભમવાની એટલે કે ટ્રેકથી સહેજ ઉપર હવામાં ફરવાની અનુમતિ આપે છે. તેનાથી એવું લાગે છે કે ટ્રેન ચુંબકિત પાટાઓ પર તરી રહી છે અને ઝડપી ઘર્ષણ મુક્ત યાત્રા કરાવે છે.

image source

69 ફુટનું આ પ્રોટોટાઈપ બુધવારે ચેંગ્દૂમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં, ટ્રેનને ટ્રેકની સાથે ધીમે-ધીમે તરતા દેખાડવામાં આવી હતી. સમાચાર એજન્સી સિન્હુઆ ન્યૂઝે એક ટ્વીટમાં પ્રોટોટાઈપના ફૂટેજ શેર કરતા કહ્યું, ‘સુપરકંડક્ટર ટેકનીક ટ્રેનને રોજગાર આપે છે અને તેને પોતાના સાથીઓની સરખામણીએ વધારે હળવી બનાવી શકે છે.’

ટ્રેન પ્રોટોટાઈપની લંબાઈ

image source

આ ટ્રેન પ્રોટોટાઈપ 69 ફૂટ લાંબી છે જેને ચીનના ચેંગ્ડુમાં અનવેઇલ કરવામાં આવી છે. લોન્ચિંગના સમારોહમાં ટ્રેનને ટ્રેક પર ધીમે-ધીમે તરતી દેખાડવામાં આવી છે. યુનિવર્સિટિ રિસર્ચર્સે 165 મીટરનો ટ્રેક બનાવ્યો છે જેના પર ટ્રેનના લૂક અને અનુભવને પ્રદર્થિત કરવામાં આવ્યો હતો. આ ટ્રેન પર કામ કરનાર પ્રોફેસરનું કેહવું છે કે ટ્રેક પર દોડવામાં તેને લગભગ 3 વર્ષથી 10 વર્ષનો સમય લાગી શકે છે. જેનો વિડિયો હાલ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

image source

સીજીટીએનના અહેવાલ પ્રમાણે દેશમાં એચટીએસ પ્રૌદ્યોગિકના વિકાસમાં ફ્લોટિંગ ટ્રેનની શરૂઆત શૂન્યથી એક સ્વરૂપે કરવામાં આવી છે. ટ્રેનનું અનાવરણ ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યું હતું. સંશોધકોની આવતા ત્રણથી 10 વર્ષમાં તેને સંપૂર્ણ રીતે ચાલુ કરવાની આશા છે.

image source

તમને જણાવી દઈ કે નવી મેગ્વેલ ટ્રેન પોતાના શહેરો વચ્ચે ઝડપથી લિંક બનાવવાની ચીનની યોજનાનો જ એક ભાગ છે. આ એક 620 કિમી પ્રતિ કલાકની ગતિથી યાત્રા કરવા માટે ડિઝાઈન કરવામાં આવેલી છે, જે લંડન અને પેરિસ વચ્ચેના યાત્રાના સમયને માત્ર 47 મિનિટમાં પુરું કરી શકે છે. પહેલેથી જ સંશોધકો આ ગતિને 800 કિમી પ્રતિ કલાક સુધી વધારવા પર કામ કરી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે ચીનમાં સૌથી ઝડપી ટ્રેન મગ્લેવ 2003માં ચાલવાની શરૂ થઈ હતી. તેની મહત્ત્મ ઝડપ 431 કિલોમીટર પ્રતિ કલાકની છે. જ્યારે 600 કિમી પ્રતિ કલાકની હાઈ સ્પીડ મગ્લેવ ટ્રાંસપોર્ટ સિસ્ટમને 2016માં શરૂ કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત