બિગ બી સ્પેશિયલ, પ્રોપર્ટીથી લઈ તેમના કરિયર અને વ્યક્તિત્વની વિશે જાણો અમુક અજાણી વાતો

બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે 79મો જન્મદિવસ છે. અમિતાભ બચ્ચને બંગલા બહાર આવીને પ્રશંસકોનું અભિવાદન ઝીલ્યું હતું. અમિતાભ બચ્ચનના પ્રશંસકોએ તેમના બંગલા બહાર કેક કાપીને અમિતાભ બચ્ચનનો જન્મદિવસ ઉજવ્યો હતો અમિતાભ બચ્ચનનો જન્મદિવસની ઉજવણી માટે અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને આરાધ્યા પોતાના પેરિસ ટ્રિપ પરથી મુંબઇ પરત ફર્યા હતા. અમિતાભ બચ્ચનના બર્થ-ડે પર ઇન્ડસ્ટ્રિઝના સ્ટાર અને દુનિયાભરના પ્રશંસકો તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

image source

પોતાના જન્મદિવસે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને એક મોટો નિર્ણય લીધો છે, અમુક સમય પહેલા એક પાન મસાલાની એડ કરવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયા હતા અને તેમને આ એડને લઈને ખૂબ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. એક્ટરે તેના પર ખાસ પ્રતિક્રિયા ન હતી આપી પરંતુ હવે આ મામલામાં અમિતાભ બચ્ચને એકદમથી હવે એક્શન લઈ લીધુ છે. તેમણે આ એડમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. અમિતાભ બચ્ચને સત્તાવાર નિવેદન બહાર પાડીને પોતાનો કરાર રદ કરવાની માહિતી આપી છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બિગ બીએ પોતાની જાતને આ બ્રાન્ડથી દૂર કરી છે. કમલા પસંદ જાહેરાત પ્રસારિત થયાના થોડા દિવસો બાદ અમિતાભ બચ્ચને બ્રાન્ડનો સંપર્ક કર્યો હતો અને તેની સાથે અલગ થવાનો નિર્ણય કર્યો હતો.એક્ટરે તેનું કારણ જણાવતા કહ્યું છે કે તે આવું એટલા માટે કરી રહ્યા છે જેથી નવી પેઢીને પાન મસાલાનું સેવન કરવા માટે મોટિવેશન ન મળે. તેમણે આ જાહેરાત માટે મળેલી ફી પણ પરત કરી દીધી છે.

કમલા પસંદ એડથી અમિતાભે પરત લીધુ નામ

અમિતાભ બચ્ચને કમલા પસંદ એડ કરી હતી જ્યાર બાદથી લઈને ઘણા બધા લોકોએ આપત્તિ વ્યક્ત કરી હતી. લોકોનું એવું માનવું છે કે દેશની સીનિયર મોસ્ટ પર્સનાલિટી હોવાના કારણે અમિતાભે આવી જાહેરાતો ન કરવી જોઈએ. નેશનલ એન્ટી-તમાકુ ઓર્ગેનાઈઝેશને પણ અમિતાભ બચ્ચનને રિક્વેસ્ટ કરી હતી કે બિગ બી આ એડથી પોતાનું નામ પરત લઈ લે.

image source

અમિતાભ બચ્ચનનો આજે, 11 ઓક્ટોબરના રોજ 79મો જન્મ છે. અમિતાભ બચ્ચન ફિલ્મ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તથા ટીવી શોમાંથી કમાણી કરે છે. 79ની ઉંમરમાં અમિતાભ બચ્ચન સૌથી વ્યસ્ત કલાકારમાંથી એક છે અને કમાણીના નવા રેકોર્ડ સર્જી રહ્યા છે. એક સમયે કોલકાતામાં 500 રૂપિયાની કમાણીથી શરૂઆત કરનાર અમિતાભ 1999માં દેવાદાર બની ગયા હતા. આજે અમિતાભ બચ્ચનની 3000 કરોડની નેટવર્થ સાથે વિશ્વના આઠમા સૌથી અમીર એક્ટર માનવામાં આવે છે.

પહેલી ફિલ્મ માટે 5000 અને પછી 8 ફિલ્મો ફ્લોપ આપી

1969માં આવેલી પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ માટે અમિતાભને 5000 રૂપિયા મળ્યા હતા. ત્યારબાદ સતત આઠ ફિલ્મ ફ્લોપ થઈ હતી. જો કે ચાર વર્ષ બાદ 1973માં ‘ઝંજીર’થી નસીબ ચમક્યું હતું. ત્યારબાદ એક પછી એક સુપરહિટ ફિલ્મ આવી હતી અને તે સમયના હાઇએસ્ટ પેઇડ એક્ટર બની ગયા હતા. આ ફિલ્મના લીધે અમિતાભ બચ્ચનની ગાડી પાટા પર ચડી ગઈ હતી અને આ ફિલ્મમાં તેમની હાલની જીવનસંગીની જયા ભાદુરીએ પણ અભિનય કર્યો હતો. આ પછી અમિતાભની કમાનમાં કોઈ કલાસિક ફિલ્મ ગણાય તો તે શોલે હતી, ક્લાસિક ફિલ્મ ‘શોલે’માં જયના પાત્ર માટે અમિતાભને એક લાખ રૂપિયા મળ્યા હતા. ત્યારબાદ પાંચ વર્ષ પછી આવેલી ‘શાન’ માટે ફી વધીને 9 લાખ રૂપિયા થઈ ગઈ હતી. 1996માં આવેલી ‘ખુદા ગવાહ’ બાદ બિગ બીની ફી 3 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. ખુદાગવાહમાં અમિતાભ બચ્ચનનો એક પઠાણ તરીકેનો કિરદાર અને તેની ભારે અવાજને આજે પણ લોકો યાદ કરે છે, આ ફિલ્મમાં શ્રીદેવી તેમની સાથે હતી. હાલના દિવસોમાં અમિતાભ પાસે 20 જેટલી બ્રાન્ડ છે.

image source

મેગી, ઈમામી, પાર્કરપેન, ડાબર ચ્યવનપ્રાશ, લકસ ઈનરવેર, ડોક્ટર ફિક્સઈટ, ટાટા સ્કાય, ફ્લિપકાર્ટ, કલ્યાણ જ્વેલર્સ, નવરત્ન હેર ઓઈલ, મેનકાઈન્ડ, રેડ એન્ડ ટેલર, જસ્ટ ડાયલ, આઈસીઆઈસીઆઈ, ટીવીએસ જ્યુપિટર, મુથુટ ગોલ્ડ લોન, તનિષ્ક જ્વેલરી, સાયકલ અગરબત્તી, ફર્સ્ટ ક્રાય જેવી બ્રાન્ડ છે. અમિતાભ માત્ર ફિલ્મમાં જ નહીં, બ્રાન્ડે એન્ડોર્સમેન્ટની દુનિયામાં પણ સૌથી વધુ પસંદ કરાતા એક્ટર્સમાંના એક છે. ‘ડફ એન્ડ ફેલ્પ્સ’ના રિપોર્ટ પ્રમાણે, 2020ની સ્થિતિમાં તેમની બ્રાન્ડ વેલ્યૂ 330 કરોડ રૂપિયા હતી. એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તેઓ અંદાજે 6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

સોની ટીવીના જાણીતા શો ‘કૌન બનેગા કરોડપતિ’ ને અમિતાભ બચ્ચન હોસ્ટ કરે છે. આ શોને હોસ્ટ કરવા માટે અમિતાભને એક એપિસોડના 3.5 કરોડ રૂપિયાનો ચાર્જ કરે છે. સામાન્ય રીતે આ શો અઢીથી ત્રણ મહિના ચાલે છે. અઠવાડિયામાં પાંચ દિવસ આ શો ટેલિકાસ્ટ થતો હોય છે.

જયા બચ્ચને 2018માં રાજ્યસભાના ઉમેદવાર તરીકે પોતાની તથા અમિતાભની સંપત્તિની જાણ કરી હતી. આ એફિડેવિટ પ્રમાણે, 2016-17માં અમિતાભની વાર્ષિક આવક 78 કરોડ રૂપિયા હતી અમિતાભના વિવિધ બેંક અકાઉન્ટમાં 50 કરોડ રૂપિયા જમા હતા. 97 કરોડ રૂપિયા શેર માર્કેટમાં રોકાયેલા હતા, 28 કરોડની જ્વેલરી હતી. ગાંધીનગર જિલ્લાના શાહપુરમાં 23169 એકર જમીન 2011માં 23 નવેમ્બરે 69.50 લાખમાં જમીન લીધી હતી. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના મીતલ ગામમાં 1800 સ્કવેર યાર્ડ જમીન 2011માં 19 જાન્યુઆરીમાં 9 લાખમાં લીધી હતી. જયાના ડિકલેરેશન પ્રમાણે, અમિતાભ બચ્ચન વ્હીકલ લોન લેતા હોય છે.

image source

2018ની સ્થિતિ પ્રમાણે, બેંક ઓફ ઇન્ડિયામાં તેમની 1.84 કરોડ, 64.03 લાખ, 30.21 લાખ તથા 12.46 લાખ એમ અલગ અલગ વ્હીકલ લોન ચાલતી હતી.

આ ઉપરાંત એક સમયે બિગ બી કોલકાતામાં સેકન્ડ હેન્ડ ફિઆટ કારમાં ફરતા હતા. આજે તેમની પાસે મર્સિડિઝ, ઓડી, પોર્શે, લેન્જ રોવર સહિત 11 કાર છે.

જો કે તમને જાણીને નવાઈ લાગશે કે અમિતાભ બચ્ચનની આટલી પ્રોપર્ટી હોવા છતાં એક સમય એવો પણ હતો કે જ્યારે તે એકદમ નાદાર થઈ ગયા હતા અને તેમને કામ માગવા તેમના જૂના મિત્ર યશ ચોપરા પાસે કામ માગવા માટે જવું પડ્યું હતું.

1996માં બિગ બીની કંપની ABCL (અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ)એ ‘મિસ વર્લ્ડ’ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કર્યું હતું. આ ઇવેન્ટમાં બિગ બીને 7 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ કંપનીએ ‘મૃત્યુદાતા’ ફિલ્મ બનાવી હતી અને તે સુપરફ્લોપ રહી હતી. ABCLની નિષ્ફળતા બાદ અમિતાભની પ્રોપર્ટી જપ્ત કરી લેવાની સ્થિતિ આવી ગઈ હતી. આવામાં એક દિવસ સવારે બિગ બીએ પોતાના જૂન મિત્ર યશ ચોપરા સાથે વાત કરીને કામ માગ્યું હતું. યશ ચોપરાએ ‘મોહબ્બતેં’ ફિલ્મમાં પ્રિન્સિપાલનો રોલ આપ્યો હતો અને આ ફિલ્મ અમિતાભના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી.

અમિતાભના મુંબઈમાં ચાર બંગલા છે. સૌ પહેલાં પ્રતીક્ષા 1975માં 8,06,248 રૂપિયામાં ખરીદ્યો હતો. સોશિયલ ફંક્શન આ જ બંગલામાં થાય છે. અભિષેક તથા ઐશ્વર્યાના લગ્ન પણ આ જ બંગલામાં થયા હતા.પ્રતીક્ષાની બાજુમાં જલસા બંગલો છે. અહીંયા બચ્ચન પરિવાર રહે છે. બાજુમાં જનક બગંલો છે અને અહીંયા ઓફિસ છે. એક બંગલો વત્સ છે. જે હાલમાં જ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને લીઝ પર આપવામાં આવ્યો છે.

અમિતાભે ‘જનક’ બંગલો 8 કરોડ તથા ‘વત્સ’ બગંલો 5 કરોડમાં ખરીદ્યો હતો. થોડા સમય પહેલાં જ બિગ બીએ અંધેરીમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં 27-28 માળે એક ડુપ્લેક્સ ખરીદ્યો હતો. 5184 સ્કવેર ફિટ એરિયામાં ફેલાયેલા આ ડુપ્લેક્સની કિંમત 31 કરોડ રૂપિયા છે.અમિતાભની પ્રયાગરાજમાં પ્રોપર્ટી છે. ફ્રાન્સમાં પણ પ્રોપર્ટી છે.

આ તો થઈ બિગ બીની પ્રોપર્ટીની માહિતી હવે જાણો તેમના વિશેની 11 અજાણી વાતો

image source

1. અમિતાભ ઉભયલિંગી છે, એટલે કે તેઓ ડાબા અને જમણા એમ બંને હાથથી કામ કરી શકે છે. જે કદાચ લેખક જનીનો હોઈ શકે છે.

2. તેઓ જયારે 1973માં બોલિવૂડમાં સ્ટાર તરીકે ઉભરી આવ્યા, તે પહેલા બિગ બીએ ઘણા ખરાબ દિવસો જોયા હતા. આ દરમિયાન તેમને દિગ્ગજ અભિનેતા મહેમુદ અલી પાસેથી મદદ અને આશ્રય મળ્યો હતો.

3. અમિતાભ 1995માં મિસ વર્લ્ડ બ્યુટી પેજન્ટમાં જ્યુડિશિયલ બેન્ચનો ભાગ હતા.

4. બિગ બી ઇન્ડસ્ટ્રીમાં મહત્તમ બેવડી ભૂમિકાઓ ધરાવતા અભિનેતા છે. તેમણે મહાન નામની ફિલ્મમાં ત્રિપલ ભૂમિકા ભજવી હતી.

5. બોક્સ ઓફિસ પર સફળ રહેલી ફિલ્મ કુલીના શૂટિંગ દરમિયાન બચ્ચન જીવલેણ ઈજાથી બચ્યા હતા.

6. બિગ બી ઇન્ડસ્ટ્રીમાં વેનિટી વેન ધરાવનાર પ્રથમ અભિનેતા હતા, જે તેમને ડિરેક્ટર-પ્રોડ્યુસર મનમોહન દેસાઇએ ભેટ આપી હતી.

7. બિગ બી પ્રથમ એશિયન અભિનેતા હતા, જેમનું મીણનું પૂતળું લંડનના ખૂબ જ પ્રખ્યાત મેડમ તુસાદમાં લગાવવામાં આવ્યું હતું.

8. બોલિવૂડમાં પ્રવેશતા પહેલા તેમણે ઓલ ઇન્ડિયા રેડિયો માટે રેડિયો જોકી તરીકે નસીબ અજમાવ્યું હતું. પરંતુ આકાશવાણીએ તેમને જોબ આપવાથી ઇન્કાર કર્યો હતો. સૂત્રો અનુસાર, તેમણે ‘નમસ્કાર’ શબ્દ ખોટો ઉચ્ચાર્યો હોવાથી તેમને રિજેક્ટ કરવામાં આવ્યા હતા.

9. તેમની ફિલ્મ જંજીર રિલીઝ થાય તે પહેલા તેમણે સતત 12 ફ્લોપ ફિલ્મો આપી હતી. અહેવાલો અનુસાર, 1973માં ફિલ્મ જંજીરે 17.46 કરોડની કમાણી કરી હતી, જે 2016 માં ફુગાવાને સમાયોજિત કર્યા પછી 564 કરોડ રૂપિયા હતી.

10. ત્યાર બાદ ફરીથી 90ના દાયકામાં બિગ બીની કારકિર્દી મુશ્કેલીમાં હતી, ત્યારબાદ યશ ચોપરાએ તેમને મદદ કરીને તેમને ફિલ્મ મોહબ્બતેમાં કાસ્ટ કર્યા, આ ફિલ્મએ તેમની કારકિર્દીને ફરી વેગ આપ્યો.

11. તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત મૃણાલ સેનના ભુવન શોમથી થઈ હતી, જેમાં તેમણે માત્ર નેરેટર તરીકે પોતાનો અવાજ આપ્યો હતો.