માતા, દાદી, દીકરીની સામુહિક આત્મહત્યા, ઝેરી દવા ગટગટાવી

દેવભૂમિ દ્વારકા પાસે ભાણવડમાં સામુહિક આત્મહત્યાના કારણે આજે હાહાકાર મચી ગયો છે. અહીંયા આજે સવારે એક કબ્રિસ્તાન પાસે સામુહિક આત્મહત્યાની સૂચના મળી છે. અહીંયા દીકરી, માતા, અને દાદીએ એક સાથે આત્મહત્યા કરી લીધી છે. મૃતક મહિલા જામનગર રહેવાસી છે તેવું જણાવવામાં આવી રહ્યું છે..પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.ઘટનાનું વિવરણ એ છે કે આજે ભાણવડના ગાયત્રીનગર સ્મશાન વિસ્તારમાં ત્રણ મહિલાઓએ સામુહિક આત્મહત્યા કરી લીધી છે. ઘટના બન્યા પછી લોકોની ભીડ ત્યાં જમી થઈ ગઈ હતી. આ દરમિયાન મૃતક મહિલાઓ માતા, દીકરી અને દાદી નીકળ્યા.

image soure

મૃતક મહિલાઓની ઓળખ સહિસ્તા ઉર્ફે સોનું નૂરમમદ શેખ જેની ઉંમર 18 વર્ષ હતી, જનબાના કસમ ખાન સરવણીયા પઠાણ જેની ઉંમર 63 વર્ષની હતી અને નૂરજબા કે નૂરમાદ શેખ જેની ઉંમર 42 વર્ષની હતી એ રૂપે થઈ. 3 મહિલાઓના મૃત્યુથી આસપાસના વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો અને ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી.

હાલ એ વિશે કઈ જ માહિતી નથી મળી કે કઈ ત્રણ મહિલાઓએ આત્મહત્યા કરી

મહિલાઓ જામનગરની રહેવાસી હતી અને એમને ભાણવડમાં સામુહિક આત્મહત્યા કરી છે. આત્મહત્યાના કારણો અંગે તો પોલીસ તપાસમાં જ ખબર પડશે, ભલે એ આર્થિક કારણ હોય, સામાજિક કારણ હોય કે પછી અન્ય કોઈ કારણ. હાલ ત્રણેય મહિલાઓના શબને જામનગર પીએમ માટે શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.

હવે આ સામુહિક આત્મહત્યા પાછળ ક્યાં કારણો જવાબદાર હશે એની પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

image source

તમને જણાવી દઈએ કે થોડા સમય અગાઉ રાજકોટમાં પણ આવો જ એક સામુહિક આત્મહત્યાનો કેસ સામે આવ્યો હતો જેમાં 3 મે 2021ના રોજ રાજકોટ શહેરના નાનામવા રોડ પર આવેલા શીવમ પાર્ક ખાતે રહેતા કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાએ કોરોનાની દવા છે તેમ કહી દિકરા અંકિત લાબડીયા તથા દીકરી કૃપાલી લાબડીયા એમ ત્રણેયે ઝેરી દવા પી જતા સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ જવામાં આવ્યા હતા, એમાં પ્રથમ પુત્ર અંકિત કમલેશભાઇ લાબડીયાનું મૃત્યુ થયું હતું. બાદમાં બીજા દિવસે 4 મેના રોજ પિતા કમલેશ લાબડીયા પણ મૃત્યુ પામ્યા હતા. બાદમાં સારવાર દરમિયાન પુત્રી કૃપાલીનું પણ મોત નીપજતા પરિવાર વેર-વિખેર થઇ ગયો હતો. જો કે પત્નીને ઉલટી થતા તેણે ભલે કોરોના થતો તેમ કહી આ દવા પીવાનું ટાળ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્ય ભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!