આધારનો ફોટો ચેન્જ કરવા માટે આ છે ખાસ પ્રોસેસ, તમે જાતે જ બદલી શકશો ફોટો

આપણને સૌને આપણો આધાર કાર્ડનો ફોટો પસંદ હોતો નથી ક્યારેક તમે તેને લઈને મુશ્કેલીમાં પણ મુકાઈ શકો છો. તો હવે તમારે આ વાતનું ટેન્શન લેવાની જરૂર નથી. અમે આપને એવી ટ્રિક બતાવી રહ્યા છીએ જેની મદદથી તમે સરળતાથી જાતે જ તમારા આધાર કાર્ડમાં તમારો ફોટો બદલી શકો છો.

image source

આધાર કાર્ડ અનેક મહત્વના ડોક્યૂમેન્ટમાંનું એક ગણવામાં આવે છે. તેનાથી અનેક કામ સરળ થાય છે. જેમકે બેંકમાં એકાઉન્ટ ખોલાવવાનું હોય કે કોઈ સરકારી સબ્સિડીનો લાભ લેવાનો હોય કે પછી કોઈ જરૂરી સરકારી ડોક્યૂમેન્ટ બનાવવાનું હોય. જો તમે પોતાના આધાર કાર્ડનો ફોટો પસંદ કરતા નથી તો હવે ટેન્શન ન લો. અમે આપને એવી રીત બતાવીશું જેની મદદથી તમે તમારા આધાર કાર્ડમાં ચપટીમાં તમારો ફોટો બદલી શકો છો.

આ છે આધાર કાર્ડમાં ફોટો બદલવાની સરળ પ્રક્રિયા

image source

સૌ પહેલા તમે યૂઆઈડીએઆઈની અધિકૃત વેબપસાઈટ પર જાઓ. અહીં તમે ગેટ આધારના સેક્શનમા જાઓ. આધાર નામાંકન કે અપડેટ ફોર્મને ડાઉનલોડ કરી લો. હવે આ આધાર ફોર્મને ભરી લો અને તેને નજીકના આધાર કેન્દ્ર પર જમા કરાવી આવો. નામાંકન કેન્દ્ર પર તમારા ફિંગરપ્રિન્ટ્, રેટીના સ્કેન અને ફોટોગ્રાફ ફરીથી કેપ્ચર કરાશે.

image source

હવે તમે આ આધાર નામાંકન કેન્દ્રના કર્મચારી શુલ્કના રૂપમાં 25 રૂપિયા અને તેની સાથે જીએસટી જોડીને કુલ 50 રૂપિયા જમા કરી લો. ફોટો અપડેટની તમારી અરજી સ્વીકારી લેવામં આવે છે. તમે એક યૂઆરએન કે અપડેટ રિકવેસ્ટ નંબર પમ આપવામાં આવે છે. આ યૂઆરએન નંબરની મદદથી તમે 90 દિવસ બાદ ચેક કરી શકો છો કે તમારા આધાર કાર્ડમાં તમારો ફોટો બદલાયો છે કે નહીં.

ઓલાઈન આધાર કાર્ડમાં ફોટો બદલવા માટે આ છે ખાસ પ્રોસેસ, તમે પણ જાણો

image source

આ માટે પણ તમારે સૌ પહેલા યૂઆઈડીએઆઈના ઓપ્શન પર જવાનું છે. અહીં તમે આધાર કાર્ડ અપડેટ કરેક્શન ફોર્મમાં જઈને ફોર્મ ડાઉનલોડ કરો અને તેમાં તામ વિગતો માંગી છે તે ભરો. ફોર્મ ભર્યા બાદ તમે આ પોર્ટલના રિજનલ ઓફિસના નામ પર આધાર કાર્ડ અપડેટ માટે પત્ર લખ્યો છે તે અને ફરી સેલ્ફ અટેસ્ટેડ ફોટ એટેચ કરો. જેને તમે તમારા આધાર કાર્ડનો નવો ફોટો બનાવવા ઈચ્છો છો. પછી આ ફોર્મને એટેચ કરો અને પોસ્ટ કરી લો. 2 અઠવાડિયાની અંદર તમને નવા ફોટો ગ્રાફ સાથેનું નવું આધાર કાર્ડ મળી શકે છે. આ પછી તમે જૂનું આધાર કાર્ડ વાપરવાનું બંધ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *