આવી ગયા છે નવા નિયમો, ફિટનેસ ટેસ્ટના નિયમો અનુસાર તમે ચલાવી શકશો 20 વર્ષ જૂની ગાડી

કેન્દ્ર સરકારની નવી તબાડ નીતિના આધારે ફિટનેસ ટેસ્ટની 40 બાધાઓ પાર કર્યા બાદ તમારા જૂના વાહનો હવે સડક પર દોડી શકશે. સરકારે ઓટોમેટિક ફિટનેસ સેન્ટર ખોલવા અને તેના સંચાલન સંબંધી દિશા નિર્દેશ જાહેર કર્યા છે. 15 વર્ષ જૂના વ્યવસ્યાયિક અને 20 વર્ષ જૂના પર્સનલ વાહનો માટે પહેલી ઓક્ટોબર 2021માં દેશમાં નવી વ્યવસ્થા લાગૂ કરાશે. આ સમયે આ વાહનોના ફિટનેસ પ્રમાણપત્ર મળ્યા બાદ જૂના વાહનોને ચલાવી શકાશે. અનફિટ હશે તો તેને એન્ડ ઓફ લાઈફ એટલે કે કબાડની શ્રેણીમાં નાંખી દેવામાં આવશે.

image source

સડક પરિવહને હિતધારકોના સૂચનો અને આપત્તિ માટે 8 એપ્રિલે ઓટોમેટિક ફિટનેસ સેન્ટરની માન્યતા, વિનિયમન અને નિયંત્રણ સંબંધિત સૂચના જાહેર કરી છે. આ સૂચનાના આધારે આગામી 1 ઓક્ટોબર 2021થી ફિટનેસ સેન્ટરનું સંચાલન શરૂ કરી દેવાશે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એ સેન્ટરથી ફિટનેસની કડક તપાસ કરાશે અને તેમાં વાહન યોગ્ય હશે તો તેને ચલાવી શકાશે. આ માટે વાહનને ખાસ પ્રમાણપત્ર આપવામાં આવશે.

image source

તેઓએ કહ્યું કે જૂના વાહનનોની બ્રેક સિસ્ટમ, સ્ટીયરિંગ, હેડલાઈટ, સેસપેંશન, બેટરી, સાયલેન્સર, ઉત્સર્જક સ્તર, હોર્ન, સ્પીડોમીટર, સ્પીડ ગર્વનર, ટાયર, ઈલેક્ટ્રિકલ વાયરિંગ, વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ વગેરે 43 પ્રોસેસથી પસાર થવાનું રહેશે. વાહન માલિક ફરીથી ટેસ્ટ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. આધુનિક મશીનોની મદદથી ટેસ્ટની પ્રક્રિયા ઓટોમેટિક સિસ્ટમમાં નોંધાશે. તેનાથી માનવીય હસ્તક્ષેપની મદદથી ગરબડને પણ દૂર કરી શકાશે.

તપાસ રિપોર્ટમાં કેન્દ્રીકૃત ડેટાબેસમાં થશે નોંધ

image source

ઓટોમેટિક ફિટનેસ સેન્ટરને દરેક વાહનના તપાસની રિપોર્ટ સેન્ટરના કેન્દ્રીકૃત ડેટાબેસમાં નોંધાવવાની રહેશે. આ સાથે સજક પરિવહન મંત્રાલયના વાહન પોર્ટલ પર ફેલ પાસ વાહનોની જાણકારી પણ અપલોડ કરાશે. આ સાથે તેમાં કારો પણ જણાવવાના રહેશે. વાહન પોર્ટલ પર પણ વાહનોની સંપૂર્ણ જાણકારી સરકારની પાસે રહે છે.

2 પ્રકારના હશે ઓટોમેટિક ફિટનેસ સેન્ટર

image source

ઓટોમેટિક ફિટનેસ સેન્ટરના 2 પ્રકાર હશે. તેમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે 500 વર્ગમીટરમાં બનેલા સેન્ટર તૈયાર કરાશે. તો કાર, સામાન્ય ભારે અને વ્યવસાયિક વાહનો માટે સેન્ટરનું ક્ષેત્રફળ 1500 વર્ગમીટરનું રખાશે. અહીં ઓટોમોબાઈલ, મેકેનિકલ એન્જિનિયર, એમસીએ અને ટેકનિકલ ક્ષેત્રના અનુભવી કર્મચારીની નિમણૂંક કરાશે. ટેસ્ટિેંગ માટે અલગ ટ્રેક રહેશે.

image source

આ સેન્ટર રાજ્ય સરકારના પરિવહન વિભાગના વરિષ્ઠ અધિકારીની દેખરેખમાં કામ કરશે. ફિટનેસ સેન્ટરમાં ફએલ થનારા વાહનોનો ફરીથી ટેસ્ટ કરાવવા ાટે પરિવહન આયુક્ત જવાબદારી લેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *