નદીના પુરપાટ પ્રવાહમાં પિતા અને બહેન તણાઈ રહ્યાં હતા, 7 વર્ષનાં બાળકે 1 કલાક તરીને આ રીતે બચાવ્યો જીવ

અમેરિકાના ફ્લોરિડામાં 7 વર્ષના છોકરાની ખુબ ચર્ચા થઈ રહી છે. જે લોકો તરવું કેવી જાણે છે અને પાણીની તેજ ગતિને સમજે છે તેઓ જાણતા જ હશે કે સમુદ્રના પ્રવાહ અને નદીમાં વહેતા પ્રવાહ વચ્ચે શું ફરક છે. નદીનો પ્રવાહ ઝડપથી અને ઘાતક રીતે વહેતો હોય છે. આ બાળકે તેના પિતા અને બહેનનો જીવ બચાવ્યો છે જેઓ આ તેજ પ્રવાહમાં વહી ગયાં હતા. જાણવા મળ્યું છે કે સપ્તાહના અંતે પિકનિક માટે તેઓ અહી ગયાં હતાં અને આ દુર્ઘટનાનો શિકાર બન્યા હતાં.

image source

આ વિશે વિગતે વાત કરીએ તો સ્ટીવન પાઉસ્ટ સપ્તાહના અંતે ફ્લોરિડામાં સેન્ટ જોન્સ નદી પર તેના બાળકો સાથે નૌકાવિહાર કરવા ગયો હતો. સ્ટીવને જણાવ્યું કે તેણે તેની બોટ નદીના કાંઠે બાંધી હતી. તેના બંને બાળકો તેમાં રમતા હતા. આ પછી પાણીનો અચાનક જ તેજ પ્રવાહ આવી ગયો. મળતી માહિતી મુજબ ચેઝ પોસ્ટ તેના પુત્રનું નામ છે. આ અંગે દીકરાએ જણાવ્યું હતુ કે આ દરમિયાન અચાનક પાણીનો પ્રવાહ તીવ્ર બન્યો અને 4 વર્ષીય એબીગેઇલ બોટ પકડી શકી નહીં અને તે પાણીમાં પડી ગઈ. આ પછી તેના પિતા પુત્રીને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યાં હતાં.

image source

તે સમયે ફક્ત પુત્રીએ જ લાઇફ જેકેટ પહેરી હતી પરંતુ પાણી તેને વહાવીને દૂર સુધી લઈ જઈ રહ્યું હતું. જ્યારે આ નાનકડી બાળકીનાં ભાઈ ચેસે આ જોયું કે તે પાણીમાં ઝડપથી વહી રહી છે અને તે તેના પિતા પણ બહેનને બચાવવા જતાં પાણીમાં વહી જઈ રહ્યા છે તેથી તેને બચાવવા માટે તે પાણીમાં કૂદી પડ્યો અને ઝડપથી તરીને તેમની શોધ કરવા લાગ્યો.

image source

નદીનાં તેજ પ્રવાહને કારણે ચેઝને ત્યાં પહોંચવામાં એક કલાક લાગ્યો. પાણી તેને વહાવીને પાછું લઈ જઈ રહ્યું હતું. તે કહે છે પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હતો. હું તેની વિરુદ્ધ દિશામાં તરી રહ્યો હતો જેથી કિનારે પહોંચવું ખૂબ મુશ્કેલ હતું.

image source

આ પછી જલદીથી તે કિનારે પહોંચ્યો. ચેઝ કિનારે પહોંચ્યા બાદ પહેલું કામ ત્યાં નજીકના મકાનમાં જઈને મદદ માટે પૂછવાનું કર્યું. મળતી માહિતી મુજબ જેક્સનવિલે ફાયર અને રેસ્ક્યૂ વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચ્યા પછી તેણે જોયું કે પિતા અને પુત્રી બંને એક સાથે છે પરંતુ બોટથી 1.5 કિમી દૂર છે. સ્ટીવન આ અંગે કહે છે કે મેં જોરથી તેમને અવાજ આપ્યો અને હાથ મિલાવ્યો. તેમને આશા આપવાનો પ્રયત્ન કર્યો કે કોઈક આપણી સહાયમાં ચોક્કસ આવશે. મારા દીકરાએ કિનારે પહોંચીને અમારો જીવ બચાવ્યો. જો કે ચેઝ લાઇફ જેકેટ પણ પહેર્યું હતું નહીં છતાં તેણે તેજ પ્રવાહની વિરુદ્ધ છલાંગ લગાવી પરિવારનો જીવ બચાવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *