આ યુવતી સેલ્ફી લેવાના ચક્કરમાં નથી કરતી મોતની પણ પરવા, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો OMG!

એન્જેલા નિકોલાઉ નામે આજકાલ સોશિયલ મીડિયા પર મચાવી છે. હકિકતમાં મૂળ રશિયાની એન્જેલા દુનિયામાં સેલ્ફી લેવા માટે પ્રખ્યાત છે. એન્જેલા જે પ્રકારે સેલ્ફી લે છે તે વિશ્વની સૌથી ખતરનાક સેલ્ફી તરીકે સોશિયલ મીડિયા પર છવાઈ છે. જ્યારે એન્જેલા આ પ્રકારની સેલ્ફી લે છે, ત્યારે તેના મિત્રો ઘણી વાર તેની સાથે રહે છે. પરંતુ ઘણી એવી પણ તસવીરો છે જેમાં તે એકલી જોવા મળી રહી છે. રશિયાના લોકો તેની બહાદુરીની પ્રશંસા કરે છે પરંતુ સાથે સાથે પ્રાર્થના પણ કરે છે કે તેના બાળકોને એન્જેલાથી પ્રભાવિત ન થાય.

image source

રશિયન છોકરી એન્જેલા નિકોલાઉને વિશ્વનો સૌથી અનોખો શોખ છે. જેના માટે તે પોતાનું જીવન દાવ પર લગાવે છે. ખરેખર, એન્જેલા નિકોલાઉ, જે રશિયાની રહેવાસી છે. ફોટોગ્રાફ કરાવવાનો ખૂબ શોખીન છે, પરંતુ આ સામાન્ય ફોટા નથી. પરંતુ એન્જેલાએ વિશ્વની ઉંચી-ઉંચી ઇમારતોની ટોચ પર ફોટો પડાવ્યા છે.

image source

સેલ્ફીના શોખને કારણે એન્જેલા નિકોલોઉ દુનિયાભરમાં પ્રખ્યાત થઈ ગઈ છે. એન્જેલા નિકોલાઉની તસવીરો જોઈએ તમારો શ્વાસ અટકી જાય છે. ઘણી વાર લોકો એન્જેલા નિકોલાઉને સેલ્ફી લેતા જોઈ ચીસો પાડે છે પરંતુ એન્જેલાને કોઈ ફરક પડતો નથી. તે તેની મસ્તીમાં ડર વિના સેલ્ફી લેતી રહે છે.

તમને જણાવી દઈએ કે એન્જેલા નિકોલોઉને ઉચાઈ પર ફોટો પાડવાનો બહુ શોખ છે. ખાસ કરીને

image source

ઉંચી ઇમારતોની ટોચ પર ચડીને સેલ્ફી લેવાનો બહુ શોખ છે તેને રૂફટોપિંગ કહેવામાં આવે છે. એન્જેલા નિકોલાઉને રૂફટોપિંગનો એટલો શોખ છે કે તે તેના માટે પોતાના જીવની પણ પરવા નથી કરતી.

તમને જણાવીએ રૂફટોપિંગ હવે વિશ્વભરમાં ફેમસ થઈ ગયુ છે. તમને જણાવી દઈએ કે રૂફટોપિંગનાં કારણે ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે એન્જેલા નિકોલાઉ એક સર્કસ સાથે જોડાયેલી છે અને તેને ખતરનાક સ્ટંટ કરવાનું ખૂબ જ ગમે છે. સૌથી મહત્વની વાત એ છે એન્જેલાને સ્ટંટ કરવામાં જરા પણ ડર નથી લાગતો.

image source

તમને જણાવી દઈએ કે એન્જેલા નિકોલાઉ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. એન્જેલા તેની સેલ્ફીની તસવીરો તે ઘણીવાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરે છે. જેમાં તમે તેને ઉંચી ઇમારતોની ટોપ પર બેઠેલી જોઈ શકો છો. જો કે આટલી ઉંચી ઈમારત પર સેલ્ફી લેતા જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

image source

તમને જણાવી દઈએ કે એન્જેલા નિકોલાઉને આ શોખ નાનપણથી જ છે. કેમ કે તેમના પિતાએ એન્જેલાને બાળપણથી જ આવા કામો કરવાની તાલીમ આપી હતી. હાલમાં એન્જેલા નિકોલાઉની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત