ગોપાલ નમકીનના બિપીનભાઇની સકસેસ સ્ટોરી: શરૂઆત કરી હતી માત્ર આઠ હજારથી અને આજે છે ત્રણ હજાર કરોડનુ સામ્રાજ્ય

મિત્રો, આજે નમકીનના વિશ્વજગતમા ગોપાલ નમકીન ખુબ જ જાણીતું નામ બની ગયુ છે. ભાગ્યે જ કોઈ એવુ વ્યક્તિ હશે કે, જે આ નામથી અજાણ હશે. આજે આ નામ ફરી વિશ્વ આખામા ચર્ચાનુ કારણ બન્યુ છે અને તેની પાછળ જવાબદાર કારણ છે આ કંપનીના માલિક બીપીનભાઈ હદ્વાની.

image source

આજે આ નમકીન કંપનીના માલિકનુ નામ ૧૦૦૦ કરોડથી વધુની સંપત્તિ ધરાવતા અમીરોની યાદીમા આવ્યુ છે, જે આપણા માટે એક ગર્વ લેવા જેવી બાબત છે કે, એક ગુજરાતીને આ યાદીમા સ્થાન મળ્યુ છે. આ ઉપરાંત જ્યારે તમે આ વ્યક્તિની શૂન્યમાંથી સાડા બારસો કરોડ સુધીની સફર વિશે જાણશો તો તમને ખ્યાલ આવશે કે, આ સન્માનના તે હકદાર છે, તો ચાલો આજે આ લેખમા આપણે બીપીનભાઈની સંઘર્ષગાથા વિશે થોડી માહિતી મેળવીએ.

image source

તેમનુ મૂળ વતન એ જામકંડોરણા પાસેનુ ભાદરા ગામ છે. અહી જ તેમણે પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ મેળવ્યો. ત્યારબાદ તે પિતાની ફરસાણની દુકાનમા તેમની મદદ કરતા. બધા જ ભાઈઓને આ વ્યવસાય વારસામાં મળ્યો અને બધા જ ફરસાણ બનાવવાના કારીગર હતા. બારમા ધોરણમાં ત્રણ વિષયમા નાપાસ થયા પછી તેમણે અભ્યાસ છોડી દીધો હતો.

વર્ષ ૧૯૯૦મા બિપિનભાઈ એકલા રાજકોટ આવ્યા અને તેમના ફોઇના દીકરા સાથે ભાગીદારી કરીને તેણે ‘ગોકુલ’ બ્રાન્ડ નામથી ફરસાણ વહેંચવાનુ કામ શરૂ કર્યુ હતુ. આ બીઝનેસ જ્યારે શરુ કર્યો ત્યારે બિપીનભાઈએ પોતાના પિતાની એક વાતને પોતાના જીવનનો મૂળમંત્ર બનાવી દીધો હતો કે, આપણે જે ઘરે ખાઈએ છીએ તે જ ગ્રાહકને ખવડાવીએ.

image source

પિતાજીની આ વાતને બિપીનભાઈ વળગી રહ્યા અને સસ્તા રો-મટીરીયલ સાથે એક પૌષ્ટિક નાસ્તો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ તેમણે શરુ કર્યો. પોતાની પડતર કોસ્ટ નીચી લાવવા માટે તેમણેઅમે ઓટોમેશનનો સહારો લીધો. તેમણે વર્ષ ૨૦૧૦મા મેટોડામા ફેક્ટરી લીધી અને ત્યારબાદ તેમનો પ્રગતિનો ગ્રાફ ઉપરની તરફ જવાનો શરુ થઇ ગયો.

image source

સૌથી મોટી વાત એ છે કે, આ વ્યવસાયની શરૂઆત કોઈપણ રૂપિયાના રોકાણ વિના કરવામાં આવી. ઉધારમાં લોટ, તેલ અને બાકીના તેજાના-મસાલા લઈ આવી અને જાતે જ ઘરે માલ-સમાન બનાવીને ત્યારબાદ જાતે જ પેકેજિંગ કરવાનુ શરુ કરી અને પછી ફેરિયાઓને વેચવા માટે આપી દેવામા આવતી.

image source

ત્યારબાદ, હરિપર પાળના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમા ફેક્ટરી સ્થાપી. ફક્ત પાંચ જ વર્ષના સમયકાળ સુધીમા અઢી કરોડથી અઢીસો કરોડ સુધી કંપની પહોંચી. દર વર્ષે અઢીસો કરોડનો ગ્રોથ થયો અને આજે બારસો કરોડ સુધી કંપની પહોંચી. નમકીનની વિશ્વ પ્રખ્યાત બ્રાંડ તરીકે ગોપાલ આજે ગુજરાત અને દેશનાં અન્ય આઠ રાજ્યમાં જાણીતી બ્રાંડ તરીકે સ્થાપિત થઇ ચુકી છે. આજે આ બ્રાન્ડની વેલ્યુ ત્રણ હજાર કરોડથી પણ વધારે છે.

image source

તેમના પત્ની દક્ષાબેનનુ નામ પણ ગુજરાત રાજ્યની સૌથી ધનિક મહિલાઓમાં ત્રીજા ક્રમે આવે છે. પરિવારના અન્ય સભ્યોમાં મોટા ભાઈ પ્રફુલભાઈ પણ કંપની સાથે લાંબા સમયથી જોડાયેલા છે. છેલ્લાં બે વર્ષથી બિપીનભાઈનો પુત્ર રાજ આ કંપનીનો ભાર સંભાળી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *