તાઉ તે વાવાઝોડાને કારણે બોલિવૂડ સેલેબ્રિટીનાં ઘર-ઓફિસની હાલત પણ બગડી ગઈ, તસવીરો આવી સામે

કોરોના બાદ હવે નવી મુસીબત સ્વરૂપે તાઉ તે વાવાઝોડાએ દેશમાં માહોલ બગાડ્યો છે. ગુજરાતમાં લેન્ડફોલ પહેલાં આ તાઉ તે વાવાઝોડુ ભારતનાં પશ્ચિમ કાંઠેથી પસાર થયુ હતુ. આ સમય દરમિયાન વાવાઝોડાને કારણે વૃક્ષો અને મકાનોને મોટું નુકસાન થયું હતું. કેરળ, ગોવા, કર્ણાટક અને મુંબઇ સહિત મહારાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં તોફાનને કારણે થયેલી વિનાશનાં ખુબ ભયાનક વીડિયો અને ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન તોફાનની જપેટમાં બોલિવૂડના સેલેબ્રિટી આવ્યા છે. મળતી માહિતી મુજબ આ વાવાઝોડુ તેમના ઘરો પર આફત બનીને તૂટી પડ્યુ હતુ. અમિતાભ બચ્ચનથી લઈને આલિયા ભટ્ટ સુધીનાં ઘરો આ વાવાઝોડાને કારણે હચમચી ગયા હતા.

image source

જાણવા મળ્યુ છે કે તેમના ઘર અને ઓફિસ નુકસાન થયું છે. અમિતાભ બચ્ચને તેમના બ્લોગ દ્વારા તેમના માતાપિતાની ઓફિસમાં પાણીના આવી જવા અને ઝાડ તૂટી જવાનો ઉલ્લેખ કર્યો છે. અમિતાભ બચ્ચને આ વિશે વાત કરતા લખ્યું કે હતુ કે અહીં ચક્રવાતની વચ્ચે ભયંકર સન્નટો છવાયો છે. દિવસભર ભારે અને જોરદાર વરસાદ પડ્યો હતો, ઝાડ પડ્યાં હતાં, લિકેજ થયાં હતાં, જન કચેરીમાં પૂરનો માહોલ જોવા મળ્યો હતો. ભારે ચોમાસાનાં વરસાદને જોતા લગાવેલી પ્લાસ્ટિકની કવરશીટ પણ તૂટી ગઈ હતી. કેટલાક કર્મચારીઓ માટે બનાવેલા શેડ અને શેલ્ટર પણ ઉડી ગયા હતા. જો કે બધા એકબીજાને મદદ કરી રહ્યા છે. વરસાદમાં ભીના હતા છતા પણ કામ ચાલુ છે.

image source

આ સિવાય આલિયા અને રણબીરનાં ઘરની બહાર એક ઝાડ પડી ગયું. આ સાથે જ ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વિરલનાં આ વિશે જણાવ્યા મુજબ આ વીડિયોમાં જે વિસ્તાર દેખાય છે તે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ફ્યુચર હાઉસની બહારનો છે. આ વીડિયોમાં તમે જોઈ શકાય છે કે આલિયા અને રણબીરના ઘરની બહાર એક મોટું ઝાડ તૂટી ગયું છે જે ભારે પવનને કારણે ઉખેડી ગયુ હોય તેવુ જોતા લાગી રહ્યો છે. જો કે આનાથી રણબીર અને આલિયાના ઘરને નુકસાન થયું નથી. પરંતુ બહારનો ગેટ ક્ષતિગ્રસ્ત દેખાઇ રહ્યો હતો. જાણવા મળ્યુ છે કે રણબીર અને આલિયાનાં આ મકાનમાં બાંધકામ ચાલી રહ્યું છે.

image source

આ વીડિયોને શેર કરતી વખતે વિરલે લખ્યુ હતુ કે આ ફોટો આલિયા ભટ્ટનો અને રણબીર કપૂરના ફ્યુચર હોમનો છે અને અન્ય વિઝ્યુઅલ મુંબઇનાં બાંદ્રાનાં છે. તાઉ તે વાવાઝોડાએ મહામારી સર્જી છે અને બીજી તરફ આખો દેશ કોરોના રોગચાળા સામે લડી રહ્યો છે. રણબીર અને આલિયાની આઉટડોર વીડિયો સામે આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ સાથે વાત કરવામા અમિતાભ બચ્ચન અંગે તો તેના વર્કફ્રન્ટ વિશે ટૂંક સમયમાં કૌન બનેગા કરોડપતિ સીઝન 13ની હોસ્ટ કરતો જોવા મળશે. આ ક્વિઝ શો માટેનુ રજિસ્ટેશન પણ શરૂ થઈ ગયુ છે. આ સિવાય તે અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ ઉપરાંત રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે.