જવાહરલાલ નેહરુથી લઈને નરેન્દ્ર મોદી સુધી, જાણો કેટલુ ભણેલા છે ભારતના 14 પ્રધાનમંત્રી

ભારતને બ્રિટીશ રાજથી આઝાદી મળી ત્યારથી દેશમાં 14 પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે. તેમાંથી કેટલાક પાંચ વર્ષની મુદત પૂરી કર્યા પછી ફરીથી ચૂંટાયા હતા, જ્યારે એકને 170 દિવસની અંદર પદ છોડવું પડ્યું હતું. ચાલો આજે દરેકના શિક્ષણ વિશે જાણીએ.

જવાહરલાલ નહેરુ

image source

જવાહરલાલ નહેરુ ભારતના પહેલા વડા પ્રધાન હતા અને 16 વર્ષ, 286 દિવસ આ પદ પર રહ્યા. તેમણે પ્રારંભિક શિક્ષણ ઘરે જ મેળવ્યું. બાદમાં તે વધુ શિક્ષણ માટે લંડન ગયા. આ પછી તેણે કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજમાંથી પ્રાકૃતિક વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. તેમણે ઈનર ટેંપલથી કાયદાનું અધ્યયન પણ કર્યું.

લાલ બહાદુર શાસ્ત્રી

દેશના બીજા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ ભારતની આઝાદીની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ વારાણસીમાં હાઇ સ્કૂલનો અભ્યાસ કર્યો હત, પરંતુ મહાત્મા ગાંધીએ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ચાલતી શાળાઓ છોડવાની અપીલ કરી ત્યારે તેને છોડી દીધી હતી. પછી તે સવિનય આંદોલન સાથે જોડાયા. શાસ્ત્રી પાસે સ્નાતકની ડિગ્રી હતી, જે તેણે વારાણસીના કાશી વિદ્યા પીઠમાંથી મેળવી હતી.

ઇન્દિરા ગાંધી

image source

ભારતના પ્રથમ મહિલા વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ સતત ત્રણ વખત વડા પ્રધાન તરીકે સેવા આપી હતી અને તેમનો ચોથો કાર્યકાળ 1980 માં શરૂ થયો હતો. આ કાર્યકાળ દરમિયાન જ તેમની બોડીગાર્ડ દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી. તેમણે ઇકોલે નૌવેલે, બેક્સ (સ્વિટ્ઝર્લેન્ડ), ઇકોલે ઇંટરનેશનલ, જિનીવા, પૂના અને બોમ્બે સ્થિત પીપલ્સ ઓન સ્કૂલ, બેડમિંટન સ્કૂલ, બ્રિસ્ટલ, વિશ્વ ભારતી, શાંતિનિકેતન અને સમરવિલે કોલેજ, ઓક્સફર્ડ જેવી સંસ્થાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે કોલમ્બિયા યુનિવર્સિટી તરફથી પ્રશંસ્તિપત્ર પણ મેળવ્યું છે.

મોરારજી દેસાઇ

મોરારજી દેસાઇ દેશના ચોથા વડા પ્રધાન હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ સેન્ટ બુઝર હાઇ સ્કૂલમાંથી મેળવ્યું અને મેટ્રિકની પરીક્ષા પાસ કરી. પછી તેમણે 1918 માં તત્કાલીન બોમ્બે પ્રાંતમાં વિલ્સન સિવિલ સર્વિસમાંથી સ્નાતક પૂર્ણ કર્યું.

ચૌધરી ચરણસિંહ- તેઓ ફક્ત 170 દિવસ સુધી વડા પ્રધાનના પદ પર રહ્યા. ચૌધરી ચરણસિંહે વિજ્ઞાનમાં સ્નાતક કર્યું હતું અને 1925 માં આગ્રા યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. આ સિવાય તેણે ગાઝિયાબાદમાં સિવિલ વકીલ તરીકે પ્રેક્ટિસ પણ કરી હતી.

રાજીવ ગાંધી

image source

પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધી માતાના અવસાન પછી વડા પ્રધાન બન્યા. તેઓ વડા પ્રધાન બનનારા સૌથી યુવા ભારતીય હતા. તેણે સ્કૂલનું શિક્ષણ વેલ્હામ બોયઝ સ્કૂલ અને દૂન સ્કૂલમાંથી પૂરું કર્યું. પછી તેણે આગળનો અભ્યાસ ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજ અને લંડનની ઇમ્પિરિયલ કોલેજમાંથી કર્યો. રાજીવ ગાંધીએ મિકેનિકલ એન્જિનિયરિંગનો કોર્સ પણ કર્યો હતો.

વી.પી.સિંઘ

વિશ્વનાથ પ્રતાપસિંહ એટલે કે વી.પી.સિંઘ 2 ડિસેમ્બર 1989 થી 10 નવેમ્બર 1990 સુધી દેશના વડા પ્રધાન હતા. તેઓ પ્રયાગરાજ (અગાઉના અલ્હાબાદ) અને પુણે યુનિવર્સિટીથી શિક્ષણ લીધુ હતુ.

ચંદ્ર શેખર

image source

ભારતના આઠમા વડા પ્રધાન ચંદ્ર શેખરે એક વર્ષ કરતા પણ ઓછા સમય સુધી આ પદ સંભાળ્યું. તે ખૂબ જ નાની ઉંમરે રાજકારણમાં આવ્યા હતા. અધ્યયન વિશે વાત કરીએ તો, તેમણે ઉત્તર પ્રદેશના સતીષચંદ્ર પી.જી. કોલેજમાંથી આર્ટસ (સ્નાતક)ની પદવી મેળવી હતી. ત્યારબાદ અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.

પીવી નરસિંમ્હા રાવ

પીવી નરસિમ્હા રાવે 21 જૂન 1991 થી 16 મે 1996 સુધી દેશના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. તેમણે પ્રારંભિક શિક્ષણ તેલંગણાના કરીમનગર જિલ્લાના કટકુરૂ ગામથી મેળવ્યું હતું. આ પછી તેણે ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી. ત્યારબાદ હિસ્લોપ કોલેજમાંથી માસ્ટર્સ ઇન લો કર્યું.

અટલ બિહારી વાજપેયી

image source

વર્ષ 1996 માં, અટલ બિહારી વાજપેયીએ માત્ર 13 દિવસમાં વડા પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમ છતાં તેઓ 1998 માં ફરીથી વડા પ્રધાન પદે ચૂંટાયા, પછી તેમણે પાંચ વર્ષની મુદત પૂર્ણ કરી. શિક્ષણ વિશે વાત કરતાં, તેમણે ગ્વાલિયર વિક્ટોરિયા કોલેજમાંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતમાં ડિસ્ટિક્સન સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. આ પછી, તેણે કાનપુરની ડીએવી કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં એમએની ડિગ્રી મેળવી.

એચ.ડી.દેવ ગૌડા

એચ.ડી.દેવ ગૌડા, ભારતના 11 મા વડા પ્રધાન, જૂન 1996 થી 11 એપ્રિલ, 1997 સુધીના પદ પર હતા. તેણે હસનના એલવી પોલિટેકનિકથી એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યો છે.

ઈન્દર કુમાર ગુજરાલ- દેશના 12 મા વડા પ્રધાન, ઈન્દરકુમાર ગુજરાલ એમએ અને બી.કોમ.ની ડિગ્રી ધરાવતા હતા. તેમણે પીએચ.ડી. અને ડી. લિ. ડિગ્રી પણ મેળવી હતી.

મનમોહન સિંહ

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સૌથી વધુ શિક્ષિત રાજકારણી હોવાનું કહેવાતું. પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટીના નફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ફર્સ્ટ ક્લાસ ઓનર્સની ડિગ્રી મેળવી અને ત્યારબાદ અર્થશાસ્ત્રમાં ડી ફિલ પણ કર્યું.

image source

નરેન્દ્ર મોદી- ભારતના હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજી ટર્મ માટે ચૂંટાયા છે. 2014 માં તેઓ પહેલીવાર દેશના વડા પ્રધાન બન્યા હતા. મળતી માહિતી મુજબ તેણે દિલ્હી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઓપન લર્નિંગમાંથી પોલિટિકલ સાયન્સમાં બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યું છે.