એક સમયે શાહરુખે ઐશ્વર્યા રાયના હાથ પર કર્યુ હતુ કંઇક એવું કે..પૂરી ઘટના જાણીને તમે પણ આ વાત પર નહિં કરી શકો વિશ્વાસ

સાંભળવામાં તમને જરાક અટપટું જરૂર લાગશે પણ હા બોલિવુડના બાદશાહ તરીકે ઓળખાતા શાહરુખ ખાન પણ એક સાવ સામાન્ય વસ્તુથી ડરે છે. અભિનેતા શાહરુખ ખાન આજે પણ આ ઘટનાને ભૂલી નથી શક્યા જ્યારે આ જ ડરના કારણે એક ફિલ્મમાં સાથે કામ કરી રહેલી ઐશ્વર્યા રાયના હાથ પર એમને ઉઝરડા કરી દીધા હતા. ચાલો જાણી લઈએ આ રસપ્રદ કિસ્સા વિશે વધુ વિગત.

ऐश्वर्या राय, शाहरुख खान
image source

વાત જાણે એમ હતી કે આ વાત વર્ષ 2002ની છે જ્યારે શાહરુખ ખાન સંજય લીલા ભણસાલીની ફિલ્મ દેવદાસમાં કામ કરી રહ્યા હતા. ફિલ્મમાં શાહરુખ ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન, માધુરી દીક્ષિત અને જેકી શ્રોફ સાથે કામ કરી રહ્યા હતા. પણ આ કિસ્સો શાહરુખ ખાને કપિલ શર્મા શો માં ત્યારે સંભળાવ્યો જ્યારે એ આલિયા ભટ્ટ સાથે પોતાની ફિલ્મ ડિયર જિંદગીના પ્રમોશન માટે આવ્યા હતા.

image source

શો દરમિયાન કપિલ શર્માએ જ્યારે શાહરુખ ખાનને પૂછ્યું કે એમને કઈ કઈ વસ્તુનો ડર લાગે છે તો એમને જવાબ આપ્યો કે ,” તમને વિશ્વાસ નહિ થાય, મને બહુ અજીબ અજીબ વસ્તુઓથી ડર લાગે છે. એટલો ડર લાગે છે કે હું રડી જ ન પડું. એક ફિલ્મનો સીન હતો જેમાં મારી સાથે જે અભિનેત્રી કામ કરી રહી હતી એ સીનમાં મેં એના હાથ પર ઉઝરડા કરી નાખ્યા હતા.

image source

શાહરુખ ખાન આગળ જણાવે છે કે ,જે હીંચકો હોય છે ને મને એનાથી ખૂબ જ ડર લાગે છે. હું એના પર બેસી જ નથી શકતો. હું અત્યારે વાત કરી રહ્યો છું તો પણ મને ડર લાગે છે. એ દેવદાસ ફિલ્મનો સીન છે. શાહરુખ ખાન આગળ જણાવે છે કે એ આખા સીનના શૂટ દરમિયાન એમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને સંજય લીલા ભણસાલી વારંવાર એ જ સીન શૂટ કરી રહ્યા હતા. આમ દૂરથી હીંચકો આવી રહ્યો હતો અને એ પણ પાણી ઉપરથી અને એ વખતે મેં બિચારી ઐશ્વર્યા રાયના હાથને જોરથી પકડી રાખ્યો હતો અને એના લીધે ઉઝરડા પડી ગયા હતા.

image source

તમને જણાવી દઈએ કે ફિલ્મ દેવદાસ વર્ષ 2002માં આવી હતી જેમાં શાહરુખ ખાન દેવદાસના રોલમાં ,ઐશ્વર્યા રાય બચ્ચન પારોના રોલમાં અને માધુરી દીક્ષિત ચંદ્રમુખીના રોલમાં દેખાઈ હતી. દેવદાસ સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી અને એને ત્યારે ભારત તરફથી ઓસ્કર માટે પણ નોમિનેટ કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *