અમદાવાદીઓ સુધરવાનું નામ નથી લેતા, વોટરપાર્કમાં મજ્જા કરીને કોરોના બોમ્બ બની શહેરની વાટ લગાડી રહ્યા છે!

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 10 દિવસથી સતત 2000થી વધારે કેસ નોંધાઇ રહ્યા છે. સાથે હવે અમદાવાદમાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. માટે કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદીઓ ચેતી જજો. કારણ કે અમદાવાદમાં રાજ્યના સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે. કોવિડ ટાસ્ક ફોર્સના એક્સપર્ટના જણાવ્યા અનુસાર આ વખતે કોરોના વાઇરસનું ટ્રાન્સમિશન વધી ગયું છે. આ સાથે જ રાજ્યમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા પણ અઘરાં અઘરાં પલગાં લેવામાં આવી રહ્યા છે. ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. રાજ્યમાં બહારગામથી આવતા તમામ વ્યક્તિનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.

વોટરપાર્કમાં જવું કોરોનાને ખુલ્લું આમંત્રણ આપવા બરાબર
image source

આ બધી વાત તો ઠીક પણ હવે એક વાત સામે આવી છે જે કંઈક હટકે જ છે. કારણ કે વોટરપાર્ક પર કોઈ પ્રકારની રોક ટોક મૂકવામાં આવી નથી. વોટરપાર્કમાં જતા લોકો સુપર સ્પ્રેડર બની રહ્યાં છે. તાજેતરમાં ધુળેટીની પૂલ પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે જે જોઈને તમામ ગુજરાતીઓને ચિંતા વધતી જોવા મળી રહી છેય કારણ કે અમદાવાદીઓ કોઈ પણ જાતની તકેદારી રાખ્યા વગર અમદાવાદ શહેરની આજુબાજુ આવેલા વોટરપાર્કમાં મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે અને મજ્જા કરી રહ્યા છે. જેમાં મુખ્યત્વે શંકુશ વોટરપાર્ક, સ્વપ્ન શ્રુષ્ટિ વોટરપાર્ક, 7 એસ વોટરપાર્ક અને બ્લીસ વોટર પાર્કમાં વિકેન્ડમાં મોટી સંખ્યામાં લોકો કોરોનાનું કારણ બની રહ્યા છે.

image source

આ સાથે જ જો વિગતે વાત કરીએ તો બ્લીસ વોટર પાર્કના DJ જય દ્વારા 3 દિવસ પહેલા ઓફિશિયલ ઈન્સ્ટા પેજ પર વીડિયો પોસ્ટ કરાયો હતો. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ભીડ વોટરપાર્કમાં દેખાઈ રહી છે. એવામાં સવાલ થાય છે કે અમદાવાદમાં તમામ ગાર્ડન અને ફરવાલાયક સ્થળો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે શા માટે હજુ સુધી વોટરપાર્ક ચાલું રખાયા છે?

image source

શું તેમા કોરોનાના લક્ષણ ફેલાતાં નહીં હોય? આવા અનેક સવાલો વચ્ચે લોકો હવે વોટરપાર્કમાં ભેગા થઇ રહ્યા છે. જેમાં મોટાભાગના બાળકો અને યંગસ્ટર્સ ખાસ કરીને જોવા મળે છે. જો આમાં કોઈ સુપર સ્પ્રેડર બનીને શહેરમાં આવે તો તે શહેરીજનો માટે ખુબ જ જોખમી સાબિત થઈ શકે છે.

image source

તો વળી આ જ બાબતે વોટરપાર્કના માલિકોનું કહેવું છે કે અમને સરકારે ગાઈડલાઈન મુજબ નિયમો પાલન કરાવવા માટે સૂચના આપી છે. જેથી અમે શક્ય એટલી તકેદારી રાખીને નિયમોનું પાલન કરાવી રહ્યા છીએ. ડો. તુષાર પટેલે આ વિશે વાત કરી હતી કે હાલ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમાં તમામે તકેદારી રાખવાની જરૂર છે. વોટરપાર્કની વાત કરીએ તો ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ છે. સાથે જો લોકોની ભીડ થયા તો સંક્રમણ ફેલાવાની પૂરેપૂરી શક્યતા છે. વોટરપાર્કમાં જો કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તે તમામ લોકો માટે જોખમી છે. ઉલ્લેખનીય છે કે હવે તો ભારત પણ આખી દુનિયામાં આગળ જઈ રહ્યું છે અને લોકો સંક્રમિત થઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્ય ભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!