લગ્ન પહેલા મહિલાએ…., તંત્રને આ વાતની ખબર પડી તો એવો માર માર્યો કે ત્યાં જ મરી ગઈ, જોનારા ધ્રુજી ઉઠ્યા

ઇન્ડોનેશિયાના આચે પ્રાંતમાં લોકશાહી કાયદાને બદલે ઇસ્લામિક કાયદો છે. ખૂબ જ કડક સજાને લીધે ત્યાં ઘણીવાર લોકોને ફાંસી લટકાવ્યા વગર પણ લોકોના જીવ જતા રહે છે. ગેરકાયદેસર સંબંધોનો મામલો સામે આવ્યા પછી, અહીં મહિલા અને તેના પુરુષ સાથીને લોકોની ભીડ વચ્ચે જાહેરમાં 100-100 ચાબુક મારવામાં આવે છે. તાજેતરના કેસમાં એક મહિલાને લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધવા બદલ આવી જ સજા ફટકારવામાં આવી હતી. ત્યાં હાજર લોકોના કહેવા મુજબ માર માર્યા બાદ મહિલાનું ત્યાં જ મોત નીપજ્યું હતું. જો કે જેની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

image source

લગ્ન પહેલા સંભોગ કરનારી મહિલાને સજા દરમિયાન નિર્દય રીતે માર મારતા મોત નીપજ્યું હતું. ઇન્ડોનેશિયાના પશ્ચિમના પ્રાંત આશેહ લોક્સેમાવેમાં આરોપીઓને લગ્ન પહેલાંના સંભોગ માટે 100 કોડા મારવાની સજા ફટકારી હતી. લોક્સેમાવે સિટીની ગણતરી ઇન્ડોનેશિયાના સૌથી રૂઢિચુસ્ત શહેરોમાં થાય છે.

image source

શરિયા કાયદાની સજાને કારણે સ્થાનિક લોકોમાં ગભરાટનું વાતાવરણ છે. લોકોને ડર છે કે જો ભૂલથી પણ કોઈ ભૂલ કરવામાં આવે તો તેનું જીવન પણ ખત્મ થઈ શકે છે. આ પ્રાંત એ ઇન્ડોનેશિયામાં એકમાત્ર ક્ષેત્ર છે જ્યાં ઇસ્લામિક કાયદો લાગુ છે. અહીં તેમને અધિકારીઓ દ્વારા પીવા, વ્યભિચાર, અને અવિવાહ સંબંધો અથવા સમલૈંગિક જાતીય સંબંધો સહિતના અનેક ગુનાઓ માટે ફટકા મારવામાં આવે છે.

image source

અહીં નિર્દય સજાને વ્યાપકપણે શરિયા કાયદાના વિકૃત અર્થઘટન તરીકે જોવામાં આવે છે. આ પ્રથા ઇસ્લામિક કાયદાનો એક ભાગ છે જે નૈતિકતાને અસર કરતી પ્રવૃત્તિઓને કાયમી ધોરણે પ્રતિબંધિત કરવાનો પ્રયાસ કરે છે. આ કિસ્સામાં સજા સ્થળે હાજર લોકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સજા દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું.

image source

ઇન્ડોનેશિયાના આ વિસ્તારમાં આ પ્રકારના કિસ્સાઓ કોઈ પહેલીવાર નથી, આ પહેલાં પણ ઘણીવાર સામે આવ્યા છે. જો કે, આ કેસમાં મહિલાના મોત પછી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા ફરી એકવાર આ કૃત્યને નિર્દય કાર્યવાહી ગણાવીને આવી સજાઓ રદ કરવાની માંગ કરવામાં આવી છે.

image source

વર્ષ 2018માં આશે અધિકારીઓએ જાહેરમાં કોડાથી મારવાની સજાને સમાપ્ત કરવાની અને આવા આરોપીઓને જેલની દિવાલોની પાછળ મોકલવાની પ્રતિબદ્ધતા કરી હતી, પરંતુ કેટલાક કારણોસર તે શક્ય થઈ શક્યું નહીં.