મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતાનું નિધન : દિલ્હી એઈમ્સમાં હતા સારવાર હેઠળ, આ બીમારીના કારણે થયું અવસાન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટનું આજે અવસાન થયું છે. તેમની તબિયત સવારથી નાજુક હતી તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં તેમને બચાવી શકાયા નહીં અને આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.

13 માર્ચથી સીએમ યોગી આદિત્યનાથના પિતા દિલ્હી એઈમ્સમાં સારવાર હેઠળ હતા. તેમને લીવર અને કિડનીની બીમારી હતી જેના કારણે તેમની તબીયત લથડી હતી. એઈમ્સના ગેસ્ટ્રો વિભાગના ડોક્ટર વિનીત આહૂજાની ટીમ મુખ્યમંત્રીના પિતાની સારવાર કરી રહી હતી.

image source

ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા તેમનું સ્વાસ્થ્ય 9 ફેબ્રુઆરીએ ખરાબ થયું હતું તેમને ડિહાઈડ્રેશન અને બીપીની તકલીફ હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હિમાલયન હોસ્પિટલ જોલીગ્રાંટમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમની સારવાર થઈ ત્યારબાદ સ્વાસ્થ્ય સુધારા પર હતું.

પરંતુ ત્યારબાદ કીડની અને લીવરની તકલીફ થતા તેમને 13 માર્ચે દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જો કે આ વૈશ્વિક મહામારીના કારણે જે લોકડાઉન છે તેને લઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ નિર્ણય કર્યો છે કે તે પિતાના અંતિમ સંસ્કાર માટે જશે નહીં. તેઓ હાલ ઉત્તર પ્રદેશની 23 કરોડ જનતાના હિતને ધ્યાનમાં રાખી પિતાના અંતિમ સંસ્કારમાં જશે નહીં.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતાના અંતિમ સંસ્કાર આવતી કાલે એટલે કે 21 એપ્રિલએ થશે. પિતાના નિધનના સમાચાર મળતાં તેમણે શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે પિતાએ જ તેમને ઈમાનદારી, પરીશ્રમ અને નિર્વાર્થ ભાવથી લોક સેવાના કાર્ય કરવાનું જ્ઞાન આપ્ય્ હતું. અંતિમ ક્ષણોમાં સાથે રહેવાની ઈચ્છા હતી પરંતુ હાલ જનતાની સેવામાં હાજર રહેવું જરૂરી હોવાથી તે લોકડાઉન બાદ પરીવાર પાસે જશે.