જાણો આ વ્યક્તિએ છાણ માંથી બનાવ્યા ચંપલ તેમજ અગરબતી જેવી વસ્તુઓ, જેને જોઈને થઈ જશો ચકિત..

મિત્રો, આપણા દેશના લોકોમા કળા કે આવડતની કોઈ જ કમી નથી. આજે અમે તમને એક એવી વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેણે ગાયના છાણમાંથી બનાવ્યા પગમા પહેરવાના પગરખા. તમને જણાવી દઈએ કે, આ વ્યક્તિનુ નામ દિવકાંત દુબે છે, જે હાલ અમદાવાદમા રહે છે અને તેમની ઉમર ૫૫ વર્ષ છે.

image source

તે છેલ્લા ૮-૧૦ વર્ષથી ગાયના છાણ પર કામ કરી રહ્યા છે. તેમણે ફક્ત દસમા ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે અને વ્યવસાયે તે એક ચિત્રકાર છે. તેમણે ગાયના છાણમાંથી અનેકવિધ પ્રકારની વસ્તુઓ બનાવી છે. તેમણે ગાયના છાણમાંથી સૌથી પહેલા તો ચંપલ બનાવ્યા કે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

image source

તમને જણાવી દઈએ કે, આ ચંપલ ખૂબ જ મજબૂત અને ટકાઉ હોય છે. આ સાથે જ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. દુબે જણાવે છે કે, આ ગોબરના ચંપલ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારા માનવામાં આવે છે. તેણે તેની પાછળ એક દલીલ પણ આપી છે. જૂના જમાનામાં લોકો ગોબરમાંથી ઘર બનાવી લેતા હતા, પરંતુ અત્યારે તે શક્ય નથી. આ ગોબરના ચંપલ પહેરીને તમે તમારા શરીરમા અનેકવિધ લાભ મેળવી શકો છો.

image source

તેમણે આ ચંપલ ઉપરાંત અનેક મૂર્તિઓ પણ બનાવી છે. શ્રી ગણેશ, લાડુ ગોપાલ, રાધા-કૃષ્ણ, સરસ્વતી, રામ-સીતા વગેરેની મૂર્તિઓ તેમણે ગાયના છાણમાંથી બનાવેલી છે. આ મૂર્તિઓ વિશે દુબેજી કહે છે કે, આ ગોબરમાંથી બનાવેલી મૂર્તિઓ એ તમારા આસપાસના વાતાવરણને સ્વચ્છ અને શુદ્ધ રાખે છે તથા તમારા ઘરના વાતવરણને સંપૂર્ણપણે શુદ્ધ બનાવે છે. આ શિલ્પો ૬ ઇંચથી લઈને ઈચ્છા મુજબની ઊંચાઈ સુધીના બનાવી શકાય છે.

image source

મૂર્તિઓ સાથે તેમણે મોબાઇલની પાછળ મુકવામાં આવતા એન્ટિ-રેડિયેશન ડિવાઇસ પણ બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે, ફોનની પાછળ આ ઉપકરણ ચોંટાડવાથી મોબાઇલ ફોનના રેડિયેશન બિનઅસરકારક બને છે. આ એન્ટિ-રેડિયેશન ડિવાઇસની કિંમત માત્ર ૧૦ રૂપિયા છે. દુબે જણાવે છે કે આ ઉપકરણને ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ અસરકારક ગણવામાં આવ્યું છે. આ સાથે જ આ સંશોધનને પણ મંજૂરી આપવામાં આવી છે.

image source

તેમણે આ ગોબરમાંથી ધૂપની લાકડીઓ, મેટ અને સુશોભનાત્મક ચીજવસ્તુઓ પણ બનાવી રહ્યા છે. એવુ કહેવાય છે કે તે દરરોજ ગૌશાળામા જાય છે અને નવા સંશોધન પર કામ કરે છે. આ સાથે તેમણે એક એવુ મશીન પણ બનાવ્યું છે, જે ગોબરમાંથી માલ બનાવે છે. આ સાથે જ લોકો ધીમે-ધીમે પોતાના કામમાં જોડાઈ રહ્યા છે. જો કે, તે હજુ બજાર સુધી પહોંચ્યું નથી. આજે અમદાવાદમા પણ ગોબરમાંથી વસ્તુઓ બનાવવાની કામગીરી અનેકવિધ જગ્યાએ શરૂ થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત