1 જુલાઈથી બદલી ગયા ડ્રાયવિંગ લાયસન્સ માટેના નિયમો

હવે તમારે ડ્રાયવિંગ લાયસન્સ બનાવવા માટે આરટીઓ જઈ અને ડ્રાયવિંગ ટેસ્ટ આપવાની જરૂર પડશે નહીં. કારણ કે 1 જુલાઈથી માર્ગ અને પરિવહન મંત્રાલયે ડ્રાયવિંગ લાયસન્સના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નિયમો બદલવાથી કરોડો લોકો જે ડ્રાયવિંગ લાયસન્સ બનાવવાના વેઈટિંગમાં છે અને જેમને આરટીઓ જઈ લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે તેમને હવે રાહત મળશે. કારણ કે તેમને વારંવાર આરટીઓ જવું પડશે નહીં.

image source

માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિયમો અનુસાર કોઈ પણ વ્યક્તિ જેણે સરકારી માન્યતા પ્રાપ્ત ડ્રાયવિંગ ટ્રેનિંગ સેન્ટરથી ટેસ્ટ પાસ કરી હશે તેને લાયસન્સ માટે અપ્લાય કરતી વખતે આરટીઓમાં થતા ડ્રાયવિંગ ટેસ્ટથી મુક્ત રાખવામાં આવશે એટલે કે તેને આરટીઓ જઈ ડ્રાયવિંગ ટેસ્ટ આપવા પડશે નહીં. તેનું ડ્રાયવિંગ લાયસન્સ પ્રાઈવેટ ડ્રાયવિંગ ટ્રેનિંગ સેન્ટરના સર્ટિફિકેટ પર જ બનાવી દેવામાં આવશે.

image source

ખાસ વાત એ છે કે આ નિયમ આજથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે. એટલે જો તમારે આરટીઓ જઈને ધક્કા ખાવાની મગજમારીમાં ન પડવું હોય તો તમારે આ કામ કરવાનું રહેશે કે ટ્રેનિંગ સરકારી માન્યતા પ્રાપ્ત સેન્ટરમાંથી લેવી પડશે.

ડ્રાયવિંગ લાયસન્સના નવા નિયમ જે 1 જુલાઈથી લાગુ થયા છે તેમાં ખાનગી ડ્રાયવિંગ ટ્રેનિંગ સેંટર્સને જ કામ કરવાની મંજૂરી હશે જે રાજ્ય ટ્રાંસપોર્ટ ઓથોરિટી તરફથી કે પછી કેન્દ્ર સરકાર તરફથી માન્યતા પ્રાપ્ત હોય. આ ટ્રેનિંગ સેંટર્સની માન્યતા 5 વર્ષની હશે. ત્યારબાદ એજન્સીએ રીન્યૂલ કરાવવું પડશે. સરકારના આ નિર્ણયથી ખાનગી પ્રાઈવેટ ટ્રેનિંગ સ્કૂલની અલગથી ઈંડસ્ટ્રી ઊભી થઈ શકે છે.

image source

તાલીમ સેન્ટર્સને સઈ મંત્રાલયે કેટલીક શરતો પણ રાખી છે જે અનુસાર અધિકૃત એજન્સીએ સુનિશ્ચિત કરવું પડશે કે ટુવ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલરના ટ્રેનિંગ સેન્ટર્સ પાસે એક એકર જમીન હોવી જોઈએ. ટ્રેનર ઓછામાં ઓછું 12 ધોરણ ભણેલા હોવા જોઈએ. ડ્રાઈવિંગનો ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

મંત્રાલય તરફથી એક પાઠ્યક્રમ પણ તૈયાર કરાયું છે જેમાં હળવા મોટર વાહન ચલાવવા માટે વધુમાં વધુ 4 સપ્તાહનો સમય અને 29 કલાકનો નક્કી કરાયો છે. જેમાં પણ પ્રેકટિકલ અને થિયરી એમ બે પ્રકાર હશે.

image source

આ સિવાય લર્નિંગ લાયસન્સ માટે પણ આરટીઓ કચેરી જવાની જરૂર પડશે નહીં. ઘરે બેઠા જ લોકો લર્નિંગ લાયસન્સ મેળવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!