તમને નવાઈ લાગશે પણ આ ગામમાં ક્યારેય વરસાદ પડતો જ નથી, છતાં પ્રવાસ માટે છે ઉત્તમ સ્થળ, જાણો અનોખી વાત

દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે અને વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા દૈનિક વરસાદની ચેતવણી જારી કરવામાં આવી રહી છે. વિશ્વભરમાં એવી કેટલીક જગ્યાઓ પણ છે, જ્યાં આખા વર્ષ દરમિયાન સૌથી વધુ વરસાદ પડે છે. મેઘાલયના મસીનરામ ગામની જેમ, જ્યાં વિશ્વમાં સૌથી વધુ વરસાદ પડે છે, પરંતુ શું તમે ક્યારેય એવું સ્થાન સાંભળ્યું છે કે જ્યાં ક્યારેય વરસાદ પડતો જ નથી. એવું નથી કે આ સ્થળ રણ છે, પરંતુ તે એક ગામ છે અને જ્યાં લોકો રહે પણ છે. તો આવો જાણીએ આ ગામ વિશે.

image source

ખરેખર આ ગામનું નામ અલ-હુટેબ છે, જે યમનની રાજધાની, સનાના પશ્ચિમમાં, મનાખના નિયામકના હરાજ વિસ્તારમાં આવેલું છે. પ્રવાસીઓ અવારનવાર અહીં આવે છે અને જોવાલાયક દ્રશ્યોનો આનંદ માણે છે. પર્વતોની ટોચ પર ઘણા સુંદર ઘરો બાંધવામાં આવ્યા છે, જેને લોકો જોતા જ રહે છે.

image source

અલ-હુટેબ ગામ પૃથ્વીની સપાટીથી 3,200 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. ગામની આસપાસનું વાતાવરણ ખરેખર એકદમ ગરમ છે. જો કે શિયાળા દરમિયાન સવારે વાતાવરણ ખૂબ જ ઠંડું હોય છે, પરંતુ સૂર્ય ઉગતાં લોકો ઉનાળાનો સામનો કરે છે. પ્રાચીન અને આધુનિક બંને આર્કિટેક્ચરને ગ્રામીણ અને શહેરી લાક્ષણિકતાઓ સાથે જોડીને, ગામ હવે ‘અલ-બોહરા અથવા અલ-મુકરમાં લોકોનો ગઢ છે. આને યમેની સમુદાયો કહેવામાં આવે છે.

image source

યમેની સમુદાયના લોકો મુંબઇમાં રહેતા મુહમ્મદ બુરહાનુદ્દીનના નેતૃત્વમાં ઇસ્માઇલી (મુસ્લિમ) સંપ્રદાયમાંથી આવે છે. 2014માં તેમના મૃત્યુ સુધી તે દર ત્રણ વર્ષે આ ગામની મુલાકાત લેતા હતા. આ ગામની સૌથી વિશેષ વાત એ છે કે અહીં ક્યારેય વરસાદ પડતો નથી. તેનું કારણ એ છે કે આ ગામ વાદળોની ઉપર આવેલું છે.

image source

આ ગામની નીચે વાદળો રચાય છે અને વરસાદ પડે છે. અહીંનો નજારો એવો છે કે તમે ક્યાંય ભાગ્યે જ જોયો હશે અને એટલા માટે જ લોકો માટે ફરવા લાયક સ્થળ છે.

image source

જો હાલની પરિસ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત જોવા મળી રહી છે રાજ્યમાં 6 જુલાઇ સુધી વરસાદની સંભાવના નથી. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ ધીમી પડતા હવે આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે સાથે જ બંગાળની ખાડીમાં પણ મોટી સિસ્ટમ બનાવની સંભાવના નહીંવત જોવાઈ રહી છે ત્યારે હવે રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!