બાથરૂમને ઓછા ખર્ચામાં ચકાચક યુનિક લુક આપવો હોય તો બસ કરો આટલું જ, લોકો જોતા રહી જશે…

ઓછા ખર્ચે વૈભવી બાથરૂમ બનાવો

image source

ફિલ્મો, હોટલો વગેરે જગ્યાએ બાથરૂમ જોઈને તમને એક વખત તો ચોક્કસ એવું થયું હશે કે તમારા ઘરે પણ જો આવું બાથરૂમ હોય તો મજા પડી જાય. જો તમે ઈચ્છતા હોવ કે તમારા ઘરનું બાથરૂમ વૈભવી બાથરૂમ જેવું લાગે તો તેના માટે તમારે હજારો કે લાખોનો ખર્ચ કરવાની જરુર નથી. બસ આટલું કરશો તો તમારું બાથરૂમ એકદમ વૈભવી અને ફિલ્મ, સિરિયલોમાં દેખાતા હોય તેવું બાથરૂમ બની જશે. રૂમ અને બાલકનીની શોભા વધારવા માટે તમે ઘરમાં કેટલાક છોડ મૂક્યા હશે, આજ રીતે સૂકા ફૂલો સાથેનો એક કુંજો બાથરૂમમાં મૂકશો તો બાથરૂમની શોભામાં વધારો થઈ જશે.

image source

દરેક ઘરમાં બાથરૂમ એ રોજ ઉપયોગ થતો એરિયા છે. આ માટે બાથરૂમને રોજિંદા જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ ગણી શકાય. આ કારણે તેનું ડેકોરેશન અને ઈન્ટીરિયર યોગ્ય રીતે હોવું ખૂબ જરૂરી છે. બાથરૂમ મોટું હોય કે નાનું, તેનો રંગ, ટાઈલ્સ, બાથટબ અને બીજી એક્સેસરીઝની પસંદગી યોગ્ય રીતે કરી તેને યુનિક લુક આપી શકાય છે.

image source

 જો તમે બાથરૂમને એલિગન્ટ અને રોયલ લુક આપવા માંગતા હોવ તો બાથરૂમ માટે સફેદ અને લાઈટ રંગો પર પસંદગી ઉતારવી.

 આ ઉપરાંત લાઈટિંગ એરેન્જમેન્ટ દ્વારા પણ બાથરૂમને ડિફરન્ટ લુક આપી શકો છો. લાઈટિંગ દ્વારા તમે નાના બાથરૂમને પણ મોટો અને ક્લાસી લુક આપી શકો છો.

 પ્લેન અને લાઈટ ડેકોરેશનમાં તમે એકબે બ્રાઈટ એક્સેસરીઝનો ઉપયોગ કરીને કેટલીક વસ્તુઓને કોન્ટ્રાસ લુક આપી શકો છો. જેમ કે, સફેદ બેકડ્રોપ પર રેડ અથવા બ્લેક રંગનો ટચ આપી શકો છો. આ ઉપરાંત તેની સાથે તમે વૂડન એક્સેસરીઝનો પણ ઉપયોગ કરી શકો છો.

image source

 બાથરૂમની સજાવટની સાથેસાથે તેના હાઈજિનનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બાથરૂમને હંમેશાં ચોખ્ખું રાખવું. તેમજ એર ફ્રેશનરનો ઉપયોગ કરવો.

 બાથરૂમમાં પડેલી કે ઉપયોગમાં લેવાઈ દરેક વસ્તુને ધ્યાનથી જોશો તો તમને ચોક્કસ સુશોભનનો નવો આઈડિયા આવશે. આવી જ રીતે આકર્ષક પગલુછણીયા તમારા બાથરૂમની શોભામાં વધારો કરી શકે છે.

 રૂમની જેમ બાથરૂમની દિવાલોને પણ તમે સજાવી શકો અને દરેક દિવાલો પર અલગ રંગ કરીને તેને આકર્ષિત બનાવી શકો છો. આ સિવાય બાથરૂમની દિવાલો પર ટીંગાડવામાં આવેલી વસ્તુઓને સજાવીને શોભામાં અભિવૃદ્ધિ કરી શકો છો.

image source

 બાથરૂમમાં કમ્ફર્ટનેસનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. એવું ન બને કે સ્ટાઈલના ચક્કરમાં કમ્ફર્ટ જતું રહે.

 બાથરૂમ ડેકોરેશનમાં મિરરનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકો છો. મોટા અને સ્ટાઈલિશ મિરર નાના બાથરૂમને પણ રોયલ લુક આપે છે. અરિસાનું કામ આમતો માત્ર મોઢું જોવા માટે થાય છે પણ જો તમે તેમે તેના પર થોડું આર્ટ કામ કરશો અથવા તો સામાન્ય કરતા અલગ ડિઝાઈનનો અરિસો લાવશો તો તે તમારા બાથરૂમને એક નવું રુપ આપશે.

 આ સાથે જો તમારું બાથરૂમ મોટું હોય તો તેમાં ગ્રીનરીનો પણ સમાવેશ કરી શકો છો. તેમજ તમે અલગ અલગ એક્સેસરીઝથી પણ બાથરૂમને સજાવી શકો છો. તમે તમારી મનગમતી ડેકોરેટ વસ્તુ પણ બાથરૂમમાં રાખી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *