હજુ પણ આટલા બોલિવૂડ સુપરસ્ટાર રહે છે ભાડે, ભાડું સાંભળીને તમારા હાજા ગગડી જશે, જાણો કેટલા રૂપિયા

બોલિવૂડના ઘણા જાણીતા સ્ટાર્સ કે જે કરોડોના માલિકો છે, પરંતુ તેમનું પોતાનું ઘર નથી. આ સાંભળીને થોડું વિચિત્ર લાગશે પણ તે સાચું છે. કેટરિના કૈફ, રિતિક રોશન, જેક્લીન ફર્નાન્ડીઝ જેવા કલાકારો રીઅલ એસ્ટેટમાં રોકાણ કરવાને બદલે ભાડા પર રહેવાનું પસંદ કરે છે. ભાડેથી એપાર્ટમેન્ટમાં રહેવાના ઘણા ફાયદા છે. દા.ત. સ્ટુડિયોની નજીક હોવાથી, શૂટ સુધી પહોંચવાની સરળતા રહે છે. પરંતુ આ લોકોના ભાડા સાંભળીને તમારા હાજા ગગડી જશે.

image source

બોલીવુડ અભિનેત્રી કેટરિના કૈફ શરૂઆતમાં મુંબઇ આવી ત્યારે તે ઘણી જગ્યાએ ભાડે એપાર્ટમેન્ટમાં રહેતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે કાર્ટર રોડ પર તેના પૂર્વ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે સિલ્વર સેન્ડ્સ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. બ્રેકઅપ પછી પણ તે લાંબા સમય સુધી એ જ મકાનમાં રહેતી હતી. આ મકાનનું ભાડુ દર મહિને 15 લાખ રૂપિયા હતું. બાદમાં બાંદ્રાના એક પેન્ટહાઉસમાં શિફ્ટ થઈ ગઈ.

રિતિક રોશન જૂન 2020થી જુહુમાં સમુદ્ર ફેસિંગ એપાર્ટમેન્ટમાં પણ રહે છે. તેનું ઘર અક્ષય કુમારના ઘરની બાજુમાં છે. સમાચારો અનુસાર, તેનું ભાડુ દર મહિને આશરે 8 લાખ 25 હજાર રૂપિયા છે.

image source

જેક્લીન ફર્નાન્ડીઝે પ્રિયંકા ચોપરાના લક્ઝરી એપાર્ટમેન્ટને ભાડે આપી દીધું છે. પાંચ બેડરૂમવાળા આ મકાન માટે દર મહિને 6 લાખ 78 હજાર રૂપિયા ચૂકવે છે. સમાચારો અનુસાર તે તેના ગુપ્ત બોયફ્રેન્ડ સાથે રહેવા માટે બાંદ્રા અને જુહુમાં એક ઘરની શોધમાં છે.

image source

તે જ સમયે પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બોલિવૂડનો હિસ્સો બની ચૂકેલી સની લિયોનને ભાડા પર મકાન મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. બોલિવૂડ એક્ટ્રેસ સેલિના જેટલીની મદદથી સનીને અંધેરી વિસ્તારમાં ત્રણ બેડરૂમનું મકાન મળી શક્યું. જો કે સનીએ પોતાનું 4,365 ચોરસફૂટનું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. 16 કરોડનું આ એપાર્ટમેન્ટ ખરીદીને તે અમિતાભ બચ્ચનની પાડોશી બની છે. તેમનું નવું સરનામું એટલાન્ટિસ એપાર્ટમેન્ટ્સનો 12 મો માળ છે.

image source

આ બોલિવૂડ સ્ટાર્સ તેમની ફિલ્મ્સથી કરોડોની કમાણી કરે છે. તેઓ ગમે ત્યારે તેમનું ઘર ખરીદી શકે છે, પરંતુ તેમના આરામને ધ્યાનમાં લેતા, તેઓ ભાડા પર રહેવાનું પસંદ કરે છે. જો કે મોટા ભાગના ફિલ્મ સ્ટારના પોતાના જ ઘર છે. તેમ છતાં અમુક અનુકુળતાને ધ્યાનમાં રાખીને તેઓ આ રીતે ભાડે હેવાનું પસંદ કરે છે અને જેના કારણે તેને ફિલ્મ શુટિંગના સેટ પર જવા આવવામાં વધારે સમય બગાડવો ન પડે.