ગુજરાતમાં હવે ઘટશે વરસાદનું જોર, હજુ બે દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

છેલ્લા થોડા દિવસોમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં મેઘરાજાએ ભારે કહેર વર્તાવયો હતો એવામાં હવે વરસાદને લઈને થોડા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વરસાદનું જોર ઘટી શકે છે જેને પગલે સૌરાષ્ટ્રમાંથી રેડ અલર્ટ પણ હટાવી દેવામાં આવ્યું છે.

image source

વરસાદી સિસ્ટમ ઓડિશા તરફ ફંટાઈ ગઈ હોવાથી હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

તમને જણાવી દઈએ કે વરસાદી સિસ્ટમ ઓડિશા તરફથી ફંટાઈ જતા સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી દૂર થઈ છે આ અગાઉ રાજકોટ, જૂનાગઢ અને વલસાડમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની શક્યતાને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું હતું.

image soure

જો કે હજુ પણ આવતા બે કે ત્રણ દિવસ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. છેલ્લા થોડા સમયમાં સારો એવો વરસાદ વરસ્યો હોવાથી રાજ્યમાં પાણીની અછત દૂર થઈ છે છતા પણ રાજ્યમાં હજુ 20 ટકા જ વરસાદની ઘટ જોવા મળી રહી છે.

ભાદરવા મહિનામાં મેઘરાજાએ જોર પકડ્યું હતું જેના કારણે મેઘતાંડવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યભરમાં સૌરાષ્ટ્રમાં હાલત સૌથી વધારે ખરાબ છે એમાંય સૌરાષ્ટ્રમાં જ્યાં મેઘરાજાના પ્રકોપને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ત્યારે રાજ્યનાં વીજળી વિભાગ PGVCLને ફરી જોરદાર ફટકો પડ્યો છે.

image source

સૌરાષ્ટ્રમાં આવેલા તૌકતે વાવાઝોડા પછી અનેક ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો અને વીજ વિભાગને મોટું નુકસાન થયું હતું એ પછી હવે વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી સ્થિતિને કારણે હવે સૌરાષ્ટ્ર સહિતના ઘણા વિસ્તારોમાં વીજપોલ જમીનદોસ્ત થયા છે. જેની મરામત કરવાની કાર્યવાહી વીજ અધિકારીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

image source

અત્રે મહત્વની વાત એ છે કે આટલા સમય જોરદાર વરસ્યા પછી હવે મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે જન જીવન થોડું થાળે પડતું દેખાઈ રહ્યું છે વરસાદની અછતમાં કારણે અનેક ચેકડેમોમાં પાણી તળિયે ચાલ્યા ગયા હતા પરતું હવે સારા વરસાદને કારણે નદી, નાળા ચેક ડેમોમાં નવા નીર આવ્યા છે જેથી રાજ્યમાંથી જળસંકટનું જોખમ ટાળ્યું છે, જો કે હવામાન વિભાગે હજુ પણ કેટલાક દિવસ સારા વરસાદની આગાહી કરી છે