હોળીને લઈ મોટા સમાચારઃDyCM નીતિન પટેલ ધુળેટી રમવા અંગે કરી આ જાહેરાત

રાજ્યમાં હાલમાં કોરોનાના કેસમાં રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. જેને લઈને રાજ્ય અનેક કડક પગલા ઉઠાવી રહી છે. આ જ કડીમાં હવે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ધુળેટી રમવા પર પ્રતિબંધ મુક્યો છે. નોંધયિન છે કે ધૂળેટી પર મોટી સંખ્યામાં એકઠા થતા હોય છે અને એક બીજી પર રંગ ઉડાવતા હોય છે જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. જેથી રાજ્ય સરકારે ધૂળેટી ઉજવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જો કે રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે હોળી પ્રગટાવી શકાશે. સોશિયલ ડિસ્ટન્સ સાથે હોળી પ્રગટાવવાની છૂંટ આપી છે. હોળી અને ધુળેટી અંગે સીએમની અધ્યક્ષતામાં નિર્ણય કરાયો છે. હોળી અને ધુળેટી ધાર્મિક રીતે હોળી પ્રગટાવવાની મંજૂરી આપવામાં આવશે. હોળીની ઉજવણીમાં ટોળાશાહી કરવા, એકબીજા પર રંગ નાંખવા અને પાણી નાંખવાની કોઈ મંજૂરી આપવામાં નથી આવી. માત્ર ધાર્મિક રીતે હોળી દહનની જ મંજૂરી રહેશે.

image source

નોંધનિય છે કે હાલમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઇ રહ્યો છે. જો આ પણે રવિવારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43,846 કેસ સામે આવ્યા છે. આ વર્ષમાં આટલા કેસ ક્યારેય સામે આવ્યા નથી. તમને જણાવી દઈએ કે હાલમાં દેશમાં એક્ટિવ કેસ 3 લાખને પાર પહોંચી ચૂક્યા છે. નોંધનિય છે કે,છેલ્લા 10 દિવસમાં 197 લોકના મોત થઈ ચુક્યા છે, કુલ મોતનો આંક 1,59,755 પર પહોંચી ગયો છે. તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 22,956 લોકો સાજા થયા છે અને સાથે દેશનો રિકવરી રેટ 96.12 ટકા પર પહોંતી ગયો છે. નોંધનિય છે કે, અત્યાર સુધીમાં કુલ 11,130,288 લોકો દેશભરમાં સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે.

image source

કોરોના અંગે પત્રકાર પરિષદમાં વાત નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલેકહ્યું કે, આપણે ત્યાં કેસ વધ્યા છે પરંતુ એટલા ગંભીર કેસ આવતા નથી જેટલા બીજે આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, મોટાભાગના લોકો ઘરે જ આઇસોલેટ થઇ જાય છે. કોરો રસી અંગે કહ્યું કે, બંને ડોઝ લીધા બાદ પંદર દિવસ બાદ વેક્સીન અસર કરશે એવું વૈજ્ઞાનિકોનું તારણ છે. જેથી દરેક લોકોએ રસી લીધી બાદ પણ સાવચેતી રાખવી.

તેમણે વધુમા કહ્યું કે, હાલમાં જુદા-જુદા પ્રકારના 4 થી 5 નવા સ્ટ્રેન સામે આવ્યા છે. કેટલાંક શહેરોમાં આ સ્ટ્રેનના દર્દીઓ માલૂમ પડ્યા છે. તેમના સેમ્પલ લઇ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાનાં આવ્યા છે.

image source

તેમણે કોરોના રસીકરણ અંગે વાત કરતા કહ્યું કે, અત્યાર સુધીમાં 36 લાખ લોકોને રસી આપી દેવામાં આવી છે. હાલમાં 15 લાખ ડોઝ કોલ્ડસ્ટોરેજમાં ઉપલબ્ધ હોવાની વાત તેમણે કરી છે. તેમણે હાલની પરિસ્થિતી અંગે વાત કરતા કહ્યુ કે, જ્યાં જરૂર પડે છે ત્યાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ કરવામા આવ્યા છે. તો બીજી તરફ મોટા બજારો કે જ્યાં ભીડ વધુ થાય છે તેને બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. જેના ભાગ રૂપે શનિવાર-રવિવારના રોજ મોલ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. બાકીના દિવસે બધા બજારો મોલ સહિત દુકાનો બધુ ચાલુ રહેશે.

એઇમ્સના ડિરેક્ટરે રસી અંગે આપ્યું મોટુ નિવેદન

image source

તો બીજી તરફ કોરોના વાયરસને એઇમ્સના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કોરોના હજુ ખતમ નથી થયો. નિયમોનું પાલન કરવું જરૂરી છે. લોકોની બેદરકારી સૌથી મોટું કારણ છે. તેમણે વધુમાં કહ્યું કે, લોકોને એવું લાગે છે કે, કોરોના હવે ખતમ થઇ ગયો છે. લોકોએ અત્યારે કડક નિયમોનું પાલન કરવું જોઇએ. લોકોએ જરૂર ન હોય તો પ્રવાસ ન કરવો જોઇએ. નોંધનિય છે કે, હાલમાં કોરોનાએ રોકેટગતુ પકડી છે. ડો. ગુલેરિયાએ વધુમાં કહ્યું કે, કોરોનાની વેક્સીન સુરક્ષિત છે અને તે 8-10 મહિના સુધી કોરોના સંક્રમણથી તમને સુરક્ષિત રાખી શકે છે. કોરોના વેક્સિનની કોઇ આડઅસર નથી જોવા મળી. તેઓએ એમ પણ કહ્યું છે કે ભારતમાં વેક્સીનનો કોઈ દુષ્પ્રભાવ જોવા મળ્યો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!