જીવનમાં તૂટી પડ્યો છે મુશ્કેલીઓનો પહાડ? તો આજે જ કરો પ્રભુ શ્રીકૃષ્ણના આ દિવ્ય મંત્રોના જાપ

મિત્રો, આપણી પૌરાણિક હિન્દુ માન્યતા મુજબ પ્રભુ શ્રીકૃષ્ણને ભગવાન નારાયણના આઠમા અવતાર માનવામા આવે છે. આપણે સૌ આ વાતને જાણીએ છીએ અને આપણા અનેકવિધ પૌરાણિક શાસ્ત્રો પણ આ વાતની પુષ્ટિ કરે છે. આપણા આ પૌરાણિક શાસ્ત્રોમા પ્રભુની લીલાઓનુ વિસ્તૃત વર્ણન કરવામા આવેલુ છે.

image source

શાસ્ત્રોમા દર્શાવેલી ભગવાનની લીલા એ કોઇનાથી પણ છુપી નથી ત્યારે આપણે શ્રી કૃષ્ણને ખુશ કરવા માટે આ મંત્રોના મંત્રોચ્ચાર અવશ્યપણે કરવા જોઇએ. આપણી ધાર્મિક માન્યતાઓ મુજબ આ મંત્રોનુ સાચુ ઉચ્ચારણ આપણને સાચુ અને સારુ ફળ આપે છે.

આ કારણોસર આજે અમે તમને ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલ અમુક એવા દિવ્ય મંત્રો વિશે જણાવીશુ કે, જેનાથી તમારા જીવનમા અપાર ધન-સંપત્તિ, એશ્વર્ય અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તો ચાલો આ મંત્રો વિશે વિસ્તૃત માહિતી મેળવીએ અને તેના મંત્રોચ્ચારથી થતા લાભ વિશે પણ માહિતી મેળવીએ.

“कृं कृष्णाय नमः”

image source

આ મંત્ર પ્રભુનો મૂળ મંત્ર છે, જો તમે તેનો નિયમિત જાપ કરો છો તો તમને અટકેલુ ધન પરત મળી જશે. આ મંત્રનો મંત્રોચ્ચાર તમારા દૈનિક જીવનને પ્રભાવિત પણ કરી શકે છે.

“ॐ देविकानन्दनाय विधमहे वासुदेवाय धीमहि तन्नो कृष्ण:प्रचोदयात”

આ મંત્રનો મંત્રોચ્ચાર કરવાથી વ્યક્તિના જીવનના બધા જ દુઃખ દુર થઇ જાય છે અને વ્યક્તિને એક સુખી અને સમૃદ્ધ જીવનની પ્રાપ્તિ થાય છે.

“हरे कृष्ण, हरे कृष्ण, कृष्ण कृष्ण, हरे हरे राम, हरे राम, राम राम, हरे हरे”

image source

આ મંત્ર એ ૧૬ શબ્દનો એક વૈષ્ણવ મંત્ર છે. આ મંત્ર એ ભગવાન શ્રી કૃષ્ણનો સૌથી પ્રસિદ્ધ મંત્ર છે. આ દિવ્ય મંત્રનુ ઉચ્ચારણ કરવાથી વ્યક્તિ ભગવાનની ભક્તિમાં લીન થઇ જાય છે અને ભગવાન જે-તે વ્યક્તિને તેની ભક્તિનુ સારુ એવુ ફળ પણ આપે છે.

“ऊं श्रीं नमः श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा”

આ મંત્ર કોઇ સામાન્ય મંત્ર નથી પરંતુ, ભગવાનનો એક સપ્તદશાક્ષર મહામંત્ર છે. અમુક શાસ્ત્રીય માન્યતાઓ મુજબ જો તમે ૧૦૮ વાર આ મંત્રનો મંત્રોચ્ચાર કરો તો તે સિદ્ધ થઇ જાય છે. આ મંત્રનો પાંચ લાખ વખત જાપ કરવાથી જ જાપ સિદ્ધ થાય છે અને તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

“ओम क्लीम कृष्णाय नमः”

image source

આ મંત્રનો મંત્રોચ્ચાર કરવાથી મનુષ્યને સારી એવી સફળતા અને વૈભવની પ્રાપ્તિ થાય છે પરંતુ, જો તમે આ મંત્રનો વિધિવત જાપ કરો તો જ તમને તેના ફળની પ્રાપ્તિ થાય છે, બાકી નહિ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *