ટી 20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના મેન્ટર બનશે ‘માહી’, જાણો કયા ખેલાડીઓ થશે સામેલ અને કોને નહીં મળે ચાન્સ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટી 20 વર્લ્ડ કપ 2021 માટે ભારતીય ટીમના ખેલાડીઓના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ વર્ષે 17 ઓક્ટોબરથી યુએઈમાં વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. ત્યારે ભારત સહિતના દેશો એક પછી એક પોતાની ટીમો જાહેર કરી રહ્યા છે. આ દરમિયાન બીસીસીઆઈએ પણ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. સાથે જ મહત્વની જાહેરાત કરી છે કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ ઈન્ડિયન ટીમના મેન્ટર રહેશે.

image source

વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ઘણા યુવા ખેલાડીઓને વર્લ્ડ કપમાં ટીમનો ભાગ બનવાની તક આપવામાં આવી છે. આ ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન અને રાહુલ ચાહરનો સમાવેશ થાય છે. જો કે સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. જો કે ચહલ જેવા ખેલાડીની હકાલપટ્ટી કરીને ટીમમાં સ્થાન બનાવનાર વરુણ ચક્રવર્તીનું નસીબ ચમક્યું છે.

image source

માત્ર ચહલ નહીં જ નહીં ઘણા અનુભવી ખેલાડીઓ છે જેમનું ભારત માટે વર્લ્ડ કપ રમવાનું સપનું અધુરું રહી ગયું છે. આ ખેલાડીઓમાં કુલદીપ યાદવ અને શિખર ધવનનો સમાવેશ થાય છે. જો કે સૌથી મોટો આંચકો ચહલના ચાહકોને લાગ્યો છે કારણ કે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે આઇસીસી ટી 20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી યુએઇમાં યોજાશે. આ ટુર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લેશે. જ્યારે આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 16 નવેમ્બરે રમાશે. જોકે બીસીસીઆઈ તરફથી આ અંગે સત્તાવાર રીતે ખુલાસો કરવામાં આવ્યો નથી. કારણ કે આ ટુર્નામેન્ટ આઈપીએલ ફાઇનલના થોડા દિવસો બાદ શરૂ થશે. આઇપીએલની ફાઇનલ 15 ઓક્ટોબરે યોજાય તેવી શક્યતા છે.

image source

ટી 20 વર્લ્ડ કપ પ્રથમ રાઉન્ડમાં 8 ટીમો વચ્ચે 12 મેચ રમાશે. તેમાંથી ચાર (દરેક ગૃપમાંથી બે) ટીમ સુપર 12 માટે ક્વોલિફાય થશે. આઠમાંથી ચાર ટીમો (બાંગ્લાદેશ, શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામીબિયા, ઓમાન, પાપુઆ ન્યૂ ગિની) આગળના આઠ રૈંકિંગવાળી ટી 20 ટીમોમાં જોડાઈ અને સુપર 12માં પહોંચશે. આ પછી સુપર 12ના ચરણમાં 30 મેચ રમાશે. જે 24 ઓક્ટોબરથી શરૂ થશે. સુપર 12 માં ટીમોને છ -છના બે સમૂહમાં વહેંચવામાં આવશે. આ મેચ યુએઈમાં દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં રમાશે. આ પછી ત્રણ નોકઆઉટ મેચ, બે સેમિફાઇનલ અને એક ફાઇનલ મેચ રમાશે.

ટી 20 વર્લ્ડ કપ માટેની ટીમ ઇન્ડિયા

વિરાટ કોહલી (કેપ્ટન)

રોહિત શર્મા

કેએલ રાહુલ

સૂર્યકુમાર યાદવ

રિષભ પંત (વિકેટકીપર)

ઇશાન કિશન

હાર્દિક પંડ્યા

રવિન્દ્ર જાડેજા

રાહુલ ચાહર

અશ્વિન

ભુવનેશ્વર કુમાર

જસપ્રિત બુમરાહ

વરુણ ચક્રવર્તી

મોહમ્મદ શમી

અક્ષર પટેલ