કોઈ જ સંબંધ ન હોવા છતાં ડોક્ટર-નર્સ બાળકોની જેમ કરે છે સેવા, દર્દીઓ ગુસ્સામાં ભાગે તો પગ પણ બાંધવા પડે

હાલમાં આખો દેશ કોરોના વાયરસની બીજી લહેરમાં સપડાઈ ગયો છે. ત્યારે લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે. સરકાર પણ ઘરની બહાર નીકળવાની ના પાડી રહી છે. જો કે લાખો ડોક્ટરો હાલમાં લોકોની સેવામાં લાગેલા છે. ત્યારે એક તસવીર સામે આવી છે જે ખરેખર વંદનીય છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ તસવીર રાજકોટ સિવિલ હૉસ્પિટલના આઇસીયુની છે. જ્યાં કોરોનાના ગંભીર દર્દીઓને રાખવામાં આવ્યા છે. જ્યારે આઇસીયુની મુલાકાત લીધી ત્યારે દર્દીઓની પીડાની સાથે મેડિકલ સ્ટાફના સમર્પણના દૃશ્યો જોવા મળ્યા હતા જે હવે વાયરલ થતાં જ લોકોમાં એક અલગ જ લાગણી જોવા મળી હતી.

image source

જો ત્યાંથી મળેલા અલગ અલગ કિસ્સા વિશે વાત કરવામાં આવે તો દર્દી આવેશમાં આવીને પોતાને કે બીજાને નુકસાન પહોંચાડે નહીં એ માટે તેમના હાથ-પગ બાંધી રાખવામાં આવ્યા હતાં. ક્યારેક એકલતાને કારણે તો ક્યારેક વ્યસન નહીં મળવાથી ઘણા દર્દી ગુસ્સે થઈન જાય છે અને હિંસા પર ઉતરી આવે છે. જો કે તેમ છતાં ડૉક્ટર-નર્સ શાંત રહીને તેમને સાચવે છે અને સંતાનની જેમ જ વર્તન કરે છે. કોરોનાની સાથે આવા દર્દીનું મન શાંત થાય એ માટે પણ કાઉન્સલિંગ તથા દવાના આધારે સારવાર થાય છે.

image source

પોતાનો અનુભવ શેર કરતાં નર્સે કહ્યું કે, ‘જાણે બાળક હોય એ રીતે દર્દીને સાચવવા પડે છે. માથે હાથ ફેરવીને વ્હાલ પણ કરવો પડે તો વડીલની જેમ આંખો કાઢીને ખીજાવું પણ પડે છે. આવી અનેક સ્તિથિ વચ્ચે અમારે જીવવાનું આવે છે. અહીં દર્દીઓના ચહેરા બદલાતા રહે છે પણ ડૉક્ટર-નર્સ સહિતના મેડિકલ સ્ટાફની ફરજ અને એમની નિષ્ઠા એવીને એવી જ રહે છે. ત્યારે આજે નર્સિંગ દિવસના રોજ પણ લોકો આ મહિલાઓને સલામ કરી રહ્યાં છે અને તેમની નિષ્ઠાને આવકારી રહ્યાં છે.

image source

ઉલ્લેખનીય છે કે બુધવારે વિશ્વ નર્સિંગ દિવસ તરીકે ઉજવાય છે. સમગ્ર વિશ્વને કોરોનારૂપી દૈત્યએ જ્યારે ભરડો લીધો છે ત્યારે દેવદૂત બની સફેદ વસ્ત્રમાં PPE કીટ પહેરી દર્દીઓની સારવાર માટે યોદ્ધા બની અનેક ફ્લોરેન્સ વીરાંગનાઓની બહાદુરીની ગાથાનો સમય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 552 નર્સ પરિવારની ચિંતા કર્યા વગર કોરોના દર્દીની સારવારમાં એક પણ દિવસની રજા લીધા વિના ફરજ બજાવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્ય ભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!