ભાગ્યે જ જાણતાં હશો કે કાચંડો ક્યારે, શા માટે અને કેવી રીતે બદલે છે રંગ, જાણો રહસ્ય

દરેક પ્રાણીઓની કેટલીક ખાસિયત હોય છે. કોઈ રંગ બદલે છે તો કોઈ અદ્શ્ય થઈ જાય છે. આજે વાત કરીશું પ્રકૃતિ અનુસાર રંગ બદલવાની શક્તિ ધરાવતા કાચંડાની. કાચંડાની પાસે એવી શક્તિ છે કે તે આસપાસના કલર અનુસાર પોતાનો કલર બદલી શકે છે.

image source

કાચંડાને ગરોળીની એક જાતિ ક્લેડની સાથે સરખાવવામાં આવે છે. તેની 2015 સુધી 202 જીવવૈજ્ઞાનિક જાતિઓ જોવા મળી હતી. કાચંડો અનેક રંગોનો હોય છે. તેમાં રંગ બદલવાની કુદરતી શક્તિ હોય છે. જેના કારણે તે પ્રકૃતિના કલરમાં સમાઈને પોતાને બચાવી લે છે.

image source

આપણા સમાજમાં આ કારણે એક કહેવત પણ બની છે કે કાચંડાની જેમ રંગ બદલે છે. મોટા ભાગે લોકો જ્યારે પોતાની વાતથી ફરી જાય છે અને દોસ્તોને ભૂલી જાય છે ત્યારે લોકો તેના માટે આવી કહેવતનો પ્રયોગ કરે છે. પણ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે કાચંડો શા માટે અને કેવી રીતે રંગ બદલે છે. નહીં ને…આવો આજે અમે તમને તમારા આ વણઉકેલ્યા સવાલનો જવાબ આપીશું.

શા માટે કાચંડો બદલે છે રંગ

image source

કાચંડો પોતાની સુરક્ષા કરવા માટે રંગ બદલે છે. તેઓ પોતાને બચાવવા માટે રંગ બદલી લેતા હોય છે. શિકારીઓથી બચવા કાચંડો પોતાને એ રંગમાં ફેરવી દે છે જ્યાં તેઓ બેઠા હોય, કાચંડા ક્યારેક શિકાર કરવા માટે પણ પોતાનો રંગ બદલી લે છે. જ્યારે તે રંગ બદલીને શિકારની પાસે જાય છે તો તેઓને ખ્યાલ આવતો નછી અને શિકાર જગ્યા પર જ રહે છે. આ પછી કાચંડા પોતાના શિકારને સરળતાથી મેળવી શકે છે.

કેવી રીતે રંગ બદલે છે કાચંડા

image source

કાચંડાની સ્કીનમાં એક ખાસ પ્રકારની રંજક કોશિકાઓ હોય છે જે શરીરના તાપમાનને ઘટાડવા અને વધારતી સમયે સંકોચાઈ જાય છે તો ક્યારેક તે ફેલાઈ પણ જાય છે. શરીરમાં જ્યારે હોર્મોન્સ સ્ત્રાવ થાય છે ત્યારે કોશિકાઓ ઝડપથી ઉત્તેજિત થાય છે. આ પછી તે તરત જ રંગ બદલવા લાગે છે. તેમાં પીળા, ઘેરો ભૂરો, કાળો અને સફેદ રંગ સામેલ હોય છે. જ્યારે તાપ વધે ત્યારે કાચંડાનો રંગ ઘેરો બને છે અને તાપ સામાન્ય હોય ત્યારે તેનો રંગ પણ લાઈટ રહે છે.

image source

તો હવે તમે જાણી ગયા હશો કે કાચંડો કઈ રીતે અને કયા સંજોગોમાં રંગ બદલે છે અને પોતાના લાભને નક્કી કરી લે છે. આ સાથે જ તેના શરીરની આ પ્રક્રિયા તેને શિકાર કરવામાં પણ મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત