લગ્ન પછી પણ પડદા પર હિટ છે આ અભિનેત્રીઓ, જાણો કરિનાથી લઇને કોણ-કોણ છે આ લિસ્ટમાં

કહેવામાં આવે છે કે અભિનેત્રીઓની ફિલ્મોમાં લાઈફ અભિનેતાઓ કરતા ઓછી હોય છે. જ્યાં અભિનેત્રીઓ લગ્ન પછી ફિલ્મોથી
દૂર થઈ જાય છે તો હીરો લાંબા સમય સુધી પડદા પર ટકી રહે છે. જો કે પહેલાના સમય કરતા હવે ઘણો ફરક આવી ગયો છે.

दीपिका, करीना, अनुष्का, काजोल
image source

પહેલા જ્યાં લગ્ન પછી મોટાભાગે અભિનેત્રીઓનું કરિયર ખતમ માની લેવામાં આવતું હતું તો આજના સમયમાં લગ્ન અને બાળકો પછી
પણ અભિનેત્રીઓ સુપરહિટ ફિલ્મો આપી રહી છે. તો ચાલો તમને જણાવી દઈએ એ અભિનેત્રીઓ વિશે જે લગ્ન પછી પણ છે
સુપરહિટ.

કરીના કપૂર ખાન

करीना कपूर खान
image source

બોલીવુડની ડીવા તરીકે ઓળખાતી કરીના કપૂર ખાને વર્ષ 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા કરીના કપૂરનું
કિરયર ટોપ પર હતું. જો કે ઘણા લોકોનું માનવું હતું કે લગ્ન પછી કરીના કપૂર ફિલ્મોમાં દેખાય જ નહીં. જો કે એવું તો કઈ ન થયું
પણ કરીનાએ લગ્ન અને બાળકો પછી પણ બોલીવુડમાં એકથી લઈને એક ચડિયાતી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

રાની મુખર્જી.

रानी मुखर्जी
image source

રાની મોટા પડદાની દમદાર અભિનેત્રીઓમાંથી એક માનવામાં આવે છે. એમને બોલીવુડમાં એકથી લઈને એક ચડિયાતી ફિલ્મો કરી.
જો કે આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા પછી રાની ગણતરીની ફિલ્મોમાં જ દેખાઈ. વર્ષ 2014માં મર્દાની પછી એમને બ્રેક લીધો. એ
પછી હીંચકી વર્ષ 2018માં એમને કમબેક કર્યું. તો એ છેલ્લીવાર મર્દાની 2માં દેખાઈ હતી. આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી
હતી. રાની બહુ જ જલ્દી બંટી ઓર બબલી 2માં દેખાવાની છે.

પ્રિયંકા ચોપરા.

प्रियंका चोपड़ा
image source

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર અને એકટર નિક જોનસ સાથે લગ્ન કર્યા છે. બૉલીવુડ સિવાય હોલીવુડમાં
પોતાનો જલવો વિખેરનાર પ્રિયંકાનું કરિયર લગ્ન પછી પણ શાનદાર રહ્યું છે. પ્રિયંકા ચોપરાના હાથમાં હાલ હોલીવુડના ઘણા મોટા
પ્રોજેકટ છે જે એમના કરિયરમાં ચાર ચાંદ લગાવી દેશે.

કાજોલ

काजोल
image source

વર્ષ 1991માં અજય દેવગન સાથે લગ્ન પછી કાજોલ ઘણી ઓછી ફિલ્મો કરી હતી. જો કે એમને આમિર ખાન સાથેની ફિલ્મ
ફનાથી બોલીવુડમાં કમબેક કર્યું. ફિલ્મ પડદા પર હિટ સાબિત થઈ. એ પછી કાજોલે માય નેમ ઇસ ખાન, વી આર ફેમીલી, દિલવાલે,
તાનહાજી: ધ અનસંગ વોરિયર જેવી ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું.

અનુષ્કા શર્મા.

अनुष्का शर्मा
image source

બોલીવુડની બબલી ગર્લ અનુષ્કા શર્માએ ભારતીય ક્રિકેટ કેપટન વિરહ કોહલી સાથે લગ્ન કર્યા. લગ્ન પછી અનુષ્કા શર્મા સંજુ, પરી,
સુઈ ધાગા અને ઝીરો જેવી ફિલ્મોમાં દેખાઈ હતી. એમાંય સંજુ અને પરીને લઈને તો અનુષ્કાના ખૂબ જ વખાણ થયા હતા. એ
સિવાય એમના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટની વેબ સિરીઝ પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. અનુષ્કા શર્મા ખૂબ જ જલ્દી
નવા પ્રોજેકટમાં દેખાશે.

દીપિકા પાદુકોણ.

दीपिका पादुकोण
image source

રણવીર સિંહ સાથે લગ્ન કર્યા પછી પણ દીપિકા સતત ફિલ્મો અને એડ્સ કરી રહી છે. જો કે એમની ફિલ્મ છપાક કઈ ખાસ કમાલ ન
બતાવી શકી પણ દીપિકાના હાથમાં બોલિવુડના ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે. બહુ જલ્દી એ પતિ રણવીર સિંહ સાથે ફિલ્મ 83માં
દેખાશે એ સિવાય ઋત્વિક રોશન સાથે દીપિકા પાદુકોણ ફિલ્મ ફાઈટરમાં દેખાવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *