વોટ્સએપ રસીયાઓ માટે ખુશખબર: ઈન્ટરનેટ વગર જ નવાં ફીચર્સથી ડેસ્કટોપ પર વોઈસ-વીડિયો કોલિંગ કરી શકાશે, જાણો કેવી રીતે

વોટ્સએપ યૂઝરની સુવિધામાં વધારો થયો છે. કંપનીએ નવું અપડેટ રજૂ કર્યું છે. વોટ્સએપે કરેલી સત્તાવાર જાહેરાત અનુસાર હવેથી યૂઝર્સ પોતાના ડેસ્કટોપ એપ પરથી વોઈસ અથવા વોઈસ કોલ કરી શકશે. આ ફીચર એક્ટિવ થવાથી યૂઝર્સ પોતાના લેપટોપ અથવા તો ડેસ્કટોપ પીસી વડે કોલ કરી શકશે. આ ઉપરાંત આઈઓએસ માટે કંપની વોઈસ એનીમેશન, વોઈસ મેસેજ માટે પણ ટેસ્ટીંગ કરી રહી છે.

image source

કંપનીએ આ અંગે કહ્યું હતું કે વોઈસ અને વીડિયો કોલ એન્ડ ટૂ એન્ડ ઈનક્રિપ્ટેડ છે અને એટલા માટે જ વોટ્સએપ તેને જોઈ કે સાંભળી શકતું નથી કે તેને ફોન કે પછી કોમ્પ્યુટરથી કરવામાં આવ્યો છે. વોટ્સએપ ડેક્સટોપ એપમાં વીડિયો કોલિંગમાં એક અલગ એડજસ્ટેબલ વિંડો, સ્ક્રીનની ઉપર તરફ ખુલશે જેનાથી તમે વીડિયો કોલિંગ કરી શકશો અને સાથે તમે ચેટને મિસ પણ કરશો નહીં.

કેવી રીતે કરવો ઉપયોગ

image source

– વોટ્સએપ ડેસ્કટોપ એપને યુઝ કરવા માટે તમારે તમારા પીસી અથવા મેકમાં વોટ્સએપ વેબસાઈટથી તેને ઈનસ્ટોલ કરવું પડશે. ત્યારબાદ તમે તમારા ફોનના વોટ્સએપથી તેને ક્યુઆર કોડને સ્કેન કરી શકશો. ત્યારબાદ વીડિયો કોલ કરી શકાશે.

image source

જો કે આ ફીચર લોન્ચ થયા પછી યૂઝર્સને અન્ય કેટલાક પ્રશ્નો પણ થયા હશે જેમ કે જ્યારે લેપટોપ કે પીસીમાં નેટ કનેક્ટ ન હોય તો કોલ કટ થઈ જશે કે શું થશે. તો આ પ્રશ્નનું સમાધાન કંપનીએ કરી દીધું છે. કંપનીના જણાવ્યાનુસાર વોટ્સએપમાં જે હાલ વન ટુ વન કોલિંગની સુવિધા મળી રહી છે તેમાં ઈન્ટરનેટ ડિસકનેક્ટ થઈ જશે તો પણ ડેસ્કટોપ વોટ્સએપ કોલિંગ પર તેની કોઈ અસર થશે નહીં.

image source

કંપની આ અંગે તેના ફ્યુચર અપડેટમાં મલ્ટી ડિવાઈસ સપોર્ટ લાવવા ઉપરાંત નેટ ન હોય તો પણ કોલ અને મેસેજ કરી શકવાની સુવિધા લાવશે. હાલ કંપની મલ્ટી ડિવાઈસ સપોર્ટ ફીચર પર કામ કરી રહી છે. આ ફીચરની ખાસિયત એ હશે કે પ્રાઈમરી ડિવાઈસમાં નેટ ન હોય તો પણ અન્ય ડિવાઈસમાં વોટ્સએપ કામ કરશે. આ ફીચરનું ટેસ્ટિંગ હાલ ચાલી રહ્યું છે.

કંપની આ સિવાય અન્ય કેટલાક ફીચર્સ પર પણ કામ કરી રહી છે. જેમાં વોઈસ એનીમેશન, વોઈસ મેસેજ માટે રિસીપ્ટ અનેબલ અથવા ડિસેબલ કરવાની સુવિધા સાથે સાથે ઈંસ્ટાગ્રામની જેમ જાતે જ ડિલીટ થઈ જતા મેસેજ અને ઈમેજનો પણ સમાવેશ થાય છે.

image source

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી વોટ્સએપને લઈને અનેક વિવાદ શરુ થયા હતા. આ વિવાદ તેની નવી પોલિસીના કારણે હતા. પરંતુ કંપની સ્પષ્ટતા કરી ચુકી છે કે તેમને નવી પોલિસી લોકોની પ્રાઈવસી માટે હાનિકારક નથી.