2008માં સક્રિય રાજકારણમાં આવનાર નિર્મલા સીતારમણ પહેલા રહી ચુક્યા છે આ ઉચ્ચ હોદ્દા પર

બજેટ આવ્યા બાદ ભારતમાં ચારે તરફ નાણામંત્રી નિર્મલા સીતારમણની ચર્ચા થઈ રહી છે. નોંધનિય છે કે વર્ષ ભારતના ઈતિહાસમાં પહેલીવાર પેપર લેસ બજેટ રજુ કર્યું હતું. તમને જણાવી દઈએ કે નિર્મલા સીતારમણ ભારતના પહેલા ફૂલટાઇમ મહિલા નાણામંત્રી છે. નોંધનિય છે કે તેમણે બજેટ રજૂઆતની આખી સ્ટાઈલ જ બદલી નાંખી છે. તમમે જણાવી દઈએ કે પહેલા સામાન્ય રીતે નાણામંત્રીઓ બ્રીફકેસમાં બજેટના પેપર લઇને આવતા હતા. જો કે તેનાથી અલગ નિર્મલા સીતારમણે પહેલીવાર લાલ કલરની ખાતાવહીમાં જોવા મળ્યા હતા અને બજેટ રજૂ કર્યું હતું જો કે આ વખતે તો તેનાથી પણ એક ડગલું આગળ વધીને નિર્મલા સીતારમણે પહેલી વાર ડિજીટલ રીતે ટેબલેટમાં બજેટ લઈને આવ્યા હતા અને પેપર લેસ બજેટ રજૂ કર્યું હતું. આ અંગે તેમણે હળવી મજાક કરતા કહ્યું કે અમારી સરકાર બ્રીફકેસની સરકાર નથી. આમ કહીને તેમણે વિપક્ષને પણ ટોણો માર્યો હતો.

બજેટ રજૂ કરવાની પૂરી પ્રોસેસ ચેન્જ કરી નાખી

image source

તમને જણાવી દઈએ કે આ પહેલા બજેટ રજૂ કરવામાં કલાકોના કલાકો જતા રહેતા હતા પરંતુ નિર્મલા સીતારમણ નાણા મંત્રી બન્યા બાદ બજેટ રજૂ કરવાની પૂરી પ્રોસેસ ચેન્જ થઈ ગઈ છે. તેઓ ઓછા સમયમાં બજેટ રજૂ કરે છે. નિર્મલા સીતારમણ માત્ર 2 કે 3 કલાકામાં બજેટ રજૂ કરી દે છે. નોંધનિય છે કે બાકીની તમામ માહિતી તમને ડિજિટલી મળી જાય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે નિર્મલા સીતારમણે એક એપ પર લોન્ચ કરી છે જેનાથી તમામ કાગળો અને માહિતી મેળવી શકાય છે. આજે અમે તમને નિર્મલા સીતારમણની રાજકીય કારકિર્દી વિશે જણાવીશું.

નિર્મલા સીતારમણનો જન્મ તામિલનાડુમાં થયો છે

image source

તમને જણાવી દઈએ કે 63 વર્ષી નિર્મલા સીતારમણનો જન્મ તામિલનાડુના મદુરૈમાં થયો હતો. નોંધનિય છે મદુરૈએ કોટન માટે પ્રખ્યાત છે. નિર્મલા સીતારમણે પીએચડી પણ આ વિષય પર શરૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે ઇકોનોમિક્સ વિષયમાં ભણ્યા છે અને માસ્ટર્સ ડિગ્રી દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાંથી લીધી છે. નોંધનિય છે કે નિર્મલા સીતારમણ ત્યાર બાદ લંડન ગયા હતા અને ત્યાં તેમણે હોમ ડેકોરના એક શોરૂમમાં સેલ્સ પર્સન તરીકે પણ કામ કર્યું હતું. તો બીજી તરફ એગ્રીકલ્ચર એન્જિનિયર્સ એસોસિયેશનમાં અર્થશાસ્ત્રીના સહાયક તરીકે જોડાયા બાદ તેમણે બીબીસી વર્લ્ડમાં પણ નોકરી કરી.

2008થી રાજકારણમાં સક્રિય

image source

નોંધનિય છે કે ત્યારબાદ તેઓ ભારત પરત ફર્યા હતા અને હૈદરાબાદ ખાતે સેન્ટર ફોર પબ્લિક પોલીસી સ્ટડીઝના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. તમને જણાવી દઈએ કે નિર્મલા સીતારમણને શિક્ષણમાં ખુબ રસ હતો એટલે ત્યાં તેમણે પ્રણવ નામની જાણીતી શાળા શરૂ કરી હચી. તમને જણાવી દઈએ કે નિર્મલા સીતારમણ નેશનલ કમિશન ફોર વુમનમાં પણ સભ્ય તરીકે કામ કરી ચુક્યા છે, તેમના રાજકીય સફરની વાત કરીએ તો તેઓ 2008થી રાજકારણમાં સક્રિય થયા હતા. નોંધનિય છે કે તેમને રાષ્ટ્રીય કારોબારીના સભ્ય તરીકે સેવા આપી હતી. તો બીજી તરફ વર્ષ 2010માં તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા હચા. તમને જણાવી દઈએ નિર્મલા સીતારમણની છાપ એક હાજર જવાબી નેતા તરીકેની છે એટલે જ તેઓ એક પ્રવક્તા તરીકે પણ ખૂબ સફળ રહ્યા હતા. નોંધનિય છે કે જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમા વર્ષ 2014માં એનડીએની સરકાર બની ત્યારે તેમને મોદી કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું.

દેશના પહેલા મહિલા ડિફેન્સ મિનિસ્ટર બન્યા

image source

નોંધનિય છે કે આ સમયે તેમને સ્વતંત્ર પ્રભાર સાથે વેપાર અને ઉદ્યોગના મંત્રી બનાવવામાં આવ્યા. તમને જણાલી દઈએ કે તેઓ સંસદમાં રાજ્યસભામાં સભ્ય છે અને તેઓ કર્ણાટકથી ચૂંટાઇને આવે છે.જો કે ત્યાર બાદ તેમને દેશના અતિ મહત્વના એવા રક્ષા મંત્રાલયની જવાબદારી સોપવામાં આવી હતી. નોંધનિય છે કે નિર્મલા સીતારમણ દેશના પહેલા મહિલા ડિફેન્સ મિનિસ્ટર બન્યા હતા. નોંધનિય છે કે ઇન્દિરા ગાંધી આ પદ પર રહી ચૂક્યા હતા પરંતુ તેઓ વડાપ્રધાન પણ હતા. ત્યાર બાદ મોદી સરકારની બીજી ટર્મમાં એટલે કે 2019માં તેમને મોટી જવાદારી આપવામાં આવી હતી અને તેમને નાણામંત્રી બનાવવામાં આવ્યા.

દુનિયાની સૌથી 100 પાવરફૂલ મહિલાઓમાં નિર્મલા

image source

તો બીજી તરફ તેમના પારિવારિક જીવનીન વાત કરીએ તો, જ્યારે તેઓ જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે તેમના જીવનસાથી શોધી લીધા હતા, જે આંધ્રપ્રદેશથી હતા. તમને જણાવી દઈએ કે નિર્મલા સીતરમણના પતિનું નામ પરાકલા પ્રભાકર છે. પરાકલા પ્રભાકરન આંધ્રપ્રદેશના ચીફ મિનિસ્ટર ચન્દ્રાબાબુ નાયડુના સલાહકાર પણ રહી ચૂક્યા છે. તેમને એક દીકરી છે. તમને જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ દુનિયાની સૌથી 100 પાવરફૂલ મહિલાઓની ફોર્બ્સની યાદીમાં વર્ષ 2020માં 42માં ક્રમે રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત