સુરતની ખેડૂત પુત્રીએ અમેરિકાના આકાશમાં ચમકાવ્યું રાજ્યનું નામ

ગુજરાતની દીકરીઓ જ્યાં પણ જાય ત્યાં પોતાના નામનો ડંકો ચોક્કસથી વગાડે. આવું જ કામ ગુજરાતની વધુ એક દીકરીએ કર્યું છે. આ દીકરી છે ગુજરાતના સુરત શહેરની. જેણે પોતાના નામે એવી સિદ્ધિ મેળવી છે કે જેની કોઈ કલ્પના પણ કરી શકે નહીં.

image source

સુરતના ઓલપાડના શેરડી ગામના વતની એવી 19 વર્ષની મૈત્રી પટેલ એક સાવ સામાન્ય ખેડૂત પરિવારની દીકરી છે. પરંતુ તેણે કામ એટલું મોટું કર્યું છે કે તેના ગામનું જ નહીં પરંતુ સુરતનું નામ પણ વિદેશમાં ઝળકાવી દીધું છે.

image source

19 વર્ષીય મૈત્રી પટેલ અમેરિકામાં સૌથી નાની વયની પાયલોટ બની છે. આ રેકોર્ડ પોતાના નામે કરી મૈત્રીએ અમેરિકાના આકાશમાં પોતાનું નામ ઝળહળતું કરી દીધું છે. મૈત્રીએ ધોરણ 12 સુધીનો અભ્યાસ સુરતની એક ખાનગી શાળામાં કર્યો અને પછી તેનું આકાશમાં પ્લેન ઉડાડવાનું સપનું પુરું કરવા તેણે પાયલોટ બનવાની તાલિમ લેવા માટે તે અમેરિકા ગઈ હતી. અમેરિકામાં ખુબ જ ઓછા સમયમાં તેણે આ તાલીમ પુરી કરી લીધી. મહત્વની વાત તો એ છે કે તેણે પોતાની ધગશના કારણે પ્લેન ચલાવવામાં 11 મહિનામાં જ મહારથ મેળવી લીધી અને તેને કોમર્શિયલ વિમાન ચલાવવાનું લાયસન્સ પણ મળી ચુક્યું છે.

image source

પાયલોટ બન્યા બાદ થોડા સમય પહેલા મૈત્રી તેના વતન આવી હતી. જણાવી દઈએ કે મૈત્રીના પિતા કાંતિલાલ પટેલ ખેડૂત છે અને તેની માતા સુરત મહાનગર પાલિકામાં નોકરી કરે છે. ખેડૂત પરિવારમાંથી આવતી આ દીકરીને નાનપણથી જ પાયલોટ બનવાની ઈચ્છા હતી. આ ઈચ્છા પુરી કરવા તેના પરિવારે તેને પુરતો સહયોગ આપ્યો.

image source

દીકરીને અમેરિકા તાલીમ માટે મોકલી તે સમયે મૈત્રીની સાથે અન્ય 10 ભારતીયો પણ હતા. આ તાલીમ 18 મહિનાની હોય છે પરંતુ મૈત્રીએ આ તાલીમ માત્ર 11 મહિનામાં જ પૂર્ણ કરી લીધી હતી. આ સાથે જ મૈત્રી ભારતની સૌથી નાની વયની પાયલોટ બની ગઈ છે. નાની ઉંમરે પાયલોટ બન્યા બાદ હવે મૈત્રીને નાની ઉંમરની કેપ્ટ્ન પણ બનવું છે. ટૂંક સમયમાં તે બોઇંગ વિમાન ઉડાવવા માટે પણ તાલીમ લેવાની શરૂઆત કરશે.