રાત્રે ઊંઘતા પહેલા પાણીથી સાફ કરી લો ચહેરો, સાથે જાણો બીજી કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખશો…

બધા ઇચ્છે છે કે તેમની સ્કિન બેડાઘ અને ગ્લોઈંગ હોય. પરંતુ વ્યસ્ત લાઇફમાં આપણે મોટાભાગે પોતાનું ધ્યાન રાખી શકતા નથી. મોટાભાગે લોકો નાઇટ સ્કિન કેર રૂટીન તો તેમને મિસ કર્યા વગર ફોલો કરે છે પરંતુ સવારે તે પોતાના ચહેરાને માત્ર ફેસવૉશથી ધોઇ નાંખે છે, જે તદ્દન ખોટુ છે. જો તમે ઇચ્છો છો કે તમારી સ્કિન હંમેશા ક્લીન એન્ડ ક્લિયર રહે તો દરરોજ સવારે એક ખૂબ જ સરળ સ્કિન કેર રૂટીન અજમાવી શકો છો. તેનાથી તમારો ચહેરો બેડાઘ રહેશે અને તેના પર નેચરલ શાઇન પણ જળવાઇ રહેશે. ઘણી મહિલાઓ થાકને કારણે સૂતાં પહેલાં સ્કિનની સંભાળને અવગણતી હોય છે. દિવસ દરમિયાન અનેક કામ અને ભાગદોડને કારણે સ્ત્રીઓ સ્કિનની યોગ્ય સંભાળ લઈ શકતી નથી પણ રાત્રે સૂતા પહેલાં જો સ્કિનની થોડી કેર કરવામાં આવે તો સ્કિનમાં ગ્લો આવે છે અને બીજા ઘણા ફાયદા જોવા મળે છે.

પાણીથી ચહેરો સાફ કરવો ન ભૂલશો

image source

સ્કિનની યોગ્ય સંભાળ માટે રાત્રે સૂતાં પહેલાં ઠંડા અને ચોખ્ખા પાણીથી ચહેરો ધોવાનું ન ભૂલવું. દિવસ દરમિયાન ચહેરા પર જમા થયેલો કચરો પાણીથી સાફ કરવો ખૂબ જ જરૂરી છે તે પછી જ સૂવા જવું. ઠંડાં પાણીથી ચહેરો ધોવાથી તમારી ત્વચાના પોર્સ બંધ થઇ જાય છે. ઠંડું પાણી એક એન્ટી-રિન્કલ એજેન્ટ તરીકે પણ કામ કરે છે. તેનાથી ત્વચાની વધતી ઉંમરની પ્રક્રિયા ધીમી પડી જાય છે. સૂર્યના હાનિકારક કિરણોથી ત્વચાને બચાવવા માટે ઠંડું પાણી ખૂબ જ ફાયદાકારક હોય છે. સવારે ઠંડા પાણીથી ચહેરો ધોવાથી તમારા ચહેરા પરથી વધારાનું તેલ સાફ કરવામાં પણ મદદ મળે છે.

હર્બલ ફેસ માસ્કનો ઉપયોગ કરવો

image source

રાત્રે સૂતા પહેલાં ચહેરા પર હર્બલ ફેસ માસ્ક લગાવતા ચહેરાની સ્કિન સ્વસ્થ અને પોષણયુક્ત રહે છે. તેનો ઉપયોગ કરવાથી સ્કિનને જરૂરી પોષકતત્ત્વો મળી રહે છે અને સ્કિનનું મોઈૃર પણ જળવાઈ રહે છે. ગરમીની સિઝનમાં સ્કિન પર તમે મુલતાની માટી, કાકડી છીણીને તેમજ ચંદન પાઉડરનો ઉપયોગ કરી શકો છો.

આંખોની રાખો ખાસ સંભાળ

image source

સૂતા પહેલાં આંખ પર આઈ ક્રીમ લગાવવાનું ન ભૂલવું. આંખ પરનાં પોપચાંવાળા ભાગની સ્કિન ઘણી સંવેદનશીલ હોય છે આથી તેની વધારે કેર કરવી જરૂરી છે. આ ઉપરાંત આંખની આસપાસના ભાગની કાળાશ અને કરચલી દૂર કરવા માટે રાત્રે સૂતા પહેલાં આંખની આજુબાજુ આઈ ક્રીમથી મસાજ કરવું ન ભૂલવું.

ચહેરો નિખારશે ગુલાબજળ

image source

સવારે ચહેરાને સારી રીતે સાફ અને મૉઇશ્ચરાઇઝ કરો. ગુલાબજળને ચહેરા માટે સારું ટોનર માનવામાં આવે છે જે ખુલ્લા પોર્સને બંધ કરે અને ચહેરાને ફ્રેશ રાખવામાં હેલ્પ કરે છે. ટોનર લગાવ્યા બાદ સ્કિન પર પોતાની ત્વચા અનુસાર મોઇશ્ચરરાઇઝર લગાવો. પોતાના શરીર અને ત્વચાને હાઇડ્રેટ કરવા માટે સવારે ખાલી પેટ પર્યાપ્ત પ્રમાણમાં તરલ પદાર્થોનું સેવન કરો. શરીરને હાઇડ્રેટ કરવાથી ત્વચાને ડિટૉક્સ
કરવામાં મદદ મળે છે. આ કેસમાં ગ્રીન ટી અને નારિયેળ પાણી પણ ખૂબ જ અસરકારક છે.

ગુલાબ જળ અને લીંબૂથી સાફ કરો ચહેરો

image source

ગુલાબ જળ અને લીંબૂનો રસ મિક્સ કરીને રાખી લો. આ મિશ્રણને દરરોજ સવારે ચહેરા પર લગાવી લો. પોતાનો ચહેરો ધોયા બાદ આ મિશ્રણને આખા ચહેરા અને ડોક પર લગાઓ. તેમાં તમે ગ્લિસરીન પણ મિક્સ કરી શકો છો. ગ્લિસરીન ચહેરા માટે એક સારું ક્લીન્ઝર તરીકે કામ કરે છે. આ તમારા ચહેરાની ગંદકી અને તેલને સાફ કરે છે. ગ્લિસરીનમાં મૉઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે, જે ચહેરાને ડ્રાઇનેસથી બચાવે છે અને ત્વચાને ટોન પણ કરે છે. ઘરથી બહાર નિકળતાં પહેલા સ્કિન પર એક સારું સનસ્ક્રીન લગાવવું પણ ખૂબ જ જરૂરી છે. દરરોજ સવારે બહાર નિકળતા પહેલાં ચહેરા, ડોક, આંખોની આસપાસની ત્વચા અને હાથ પર સનસ્ક્રીન લગાઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *