શિયાળામાં સંતરા ખાવાના છે અદભૂત ફાયદા, શરીરની નબળાઈ કરે છે દૂર

આજે અમે તમારા માટે સંતરાન ફાયદા લઈને આવ્યા છીએ. ખાટા- મીઠા, રસદાર સંતરાને જોઈને જ તાજગી આવે છે. નાસ્તામાં અથવા સ્નેક તરીકે સંતરાનો ઘણો ઉપયોગ થાય છે. આ ફળ ઈમ્યુનિટી વધારનારા વિટામિન સી સહિત ઘણા પોષક તત્વોથી ભરેલું છે. સંતરાનો ઉપયોગ જ્યૂસ તરીકે થાય છે. આ ફળનો ઉપયોગ બધી ઋતુમાં કરવામાં આવે છે, પરંતુ શિયાળામાં તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

image source

સંતરા વિવિધ પોષક તત્વોથી ભરપુર માત્રામાં હોય છે. તેની મોટી વિશેષતા એ છે કે તેમાં ખૂબ ઓછી કેલરી હોયછે. કોઈ પણ રીતના સૈચ્યૂરેટેડ ફેટ કે કોલેસ્ટરોલ સંતરામાં હોતુ નથી. આ ઉપરાંત તેને ખાવાથી તમને ડાયાટરી ફાઇબર મળે છે, જે શરીરમાંથી આ હાનિકારક તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે સવારે અને રાત્રે સંતરા ખાવા નહિ. શક્ય હોય ત્યાં સુધી દિવસ દરમિયાન હંમેશા સંતરા ખાવાનો પ્રયત્ન કરો. ખોરાક લીધા પછી તરત જ નારંગીનું સેવન ન કરો. નારંગીનું સેવન ભોજનના એક કલાક પહેલા અથવા ભોજનના એક કલાક પછી લેવું ખુબ યોગ્ય છે.

હૃદયને સ્વસ્થ રાખે છે

image source

સંતરાને તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આમાં, પોટેશિયમ અને ફાઇબરની હાજરી બ્લડ પ્રેશર, કોલેસ્ટરોલનું સ્તર અને જોખમના અન્ય પરિબળોને નિયંત્રિત કરે છે. તેનાથી હ્યદયની તંદુરસ્તી સ્વસ્થ રાખે છે.

આંખો માટે ફાયદાકારક

image source

આંખ માટે સંતરા ફાયદાકારક માનવામાં આવે છે. સંતરામાં જોવા મળતુ વિટામિન એ આંખના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે અને મેક્યુલર ડીજનરેશનને ઘટાડે છે. આ તમારી આંખોને સ્વસ્થ રાખે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

સંતરા એક કુદરતી એન્ટીઓક્સિડન્ટ છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે, રક્તને શુદ્ધ કરવાની સાથે, તે સ્ટેમિના વધારવામાં પણ મદદગાર છે. સંતરામાં ઉચ્ચ ફાઇબર અને વિટામિન સી હોય છે. તેને ખાવાથી ઝડપથી ભૂખ નથી થતી, જેનાથી વજન વધતું નથી.

ડાયાબીટીસના દર્દીઓએ સંતરાનું સેવન કરવું હિતાવહ

image source

સંતરા ખાવાથી શરીરમાં સુગરનું પ્રમાણ જળવાઇ રહે છે અને બ્લડ સ્ટ્રીમ સ્ટ્રોગ થાય છે. આ ઉપરાંત કાચા સંતરાનો ગ્લાઇસેનિક સૂચક આંક લગભગ ૪૦-૪૩ છે. ઇડેકસ રકત ગ્લુકોઝના સ્તરને પ્રભાવિત કરે છે. જેનાથી કાર્બોહાઇડ્રેડસ ની રેકીંગ થાય છે. પપ થી ઓછી ઉમરના વ્યકિતઓને તકલીફ થતી હોય છે અને જો તેઓ ડાયાબીટીસના દર્દી હોય તો તેમણે સંતરાનું સેવન કરવું હિતાવહ છે.

લોહીની ઉણપ દૂર કરે છે

સંતરા વિટામિન બી કોમ્પ્લેક્સનો સ્રોત પણ છે, જે હિમોગ્લોબિનની માત્રામાં વધારો કરે છે. તે હાર્ટ રેટ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.

ત્વચા માટે ફાયદાકારક

image source

સંતરા તમારી ત્વચા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં હાજર વિટામિન સી કોલેજનના ઉત્પાદનમાં મદદ કરે છે, જે ત્વચાની શક્તિ અને ઘા ભરવામાં સુધાર કરીને ત્વચાના આરોગ્યમાં વધારો કરે છે. તેથી શિયાળામાં સંતરા ખાવાની સલાહ આપવામાં આવે છે.

સંતરાની છાલ પણ ઉપયોગી

image source

દોસ્તો તમને જણાવીએ કે તે માત્ર સંતરા જ નહીં તેની છાલ પણ વજન ઘટાડવા માટે લાભદાયી છે. સંતરાની છાલમાં વિટામિન B6, કેલ્શિયમ, પ્રોવિટામિન A અને ફોલેટ ઉપરાંત પૉલિફેનૉલ્સ રહેલું છે.અને તે ખુબ ફાયદા કારક છે, જે ડાયાબિટીસ ઉપરાંત અલ્ઝાઈમર અને સ્થૂળતા જેવી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. સંતરાની તુલનામાં તેની છાલમાં 4 ગણું વધારે ફાયબર હોય છે એટલે જ ખાધા બાદ પેટ ભરેલું હોય તેવું લાગે છે. છાલમાં રહેલું વિટામિન C ચરબી બાળવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત