ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટનું નામ બદલવામાં આવતા જ સોશિયલ મીડિયા પર ઉડી મજાક

ગુજરાત સરકારે આખા વિશ્વમાં ડ્રેગન ફ્રૂટ તરીકે ઓળખાતા ફળનું નામ બદલીને કમલમ ફ્રૂટ રાખ્યું છે. ખાસ વાત એ છે કે આ ફળ બરાબર કમળના ફૂલ જેવું લાગે છે. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને કદાચ આ ફળનું નામ બદલવુ પસંદ નથી આવ્યું. કમલમ અંગેના નિર્ણય બાદ તુરંત જ ટ્વિટર પર મીમ્સનો વરસાદ થયો, જેને જોઈને તમે તમારી હસી નહી રોકી શકો.

આ ફળની કિંમત 75 રૂપિયાથી શરૂ થઈને 300 રૂપિયા સુધી

image source

ડ્રેગન ફ્રૂટનું નામ બદલવાને લઈને સોશિયલ મીડિયા યુઝર્સે લાંબા સમય પહેલા રિલીઝ થયેલી કોમેડી ફિલ્મ વેલકમનો એક સીન શેર કર્યો છે. જેમાં નાના પાટેકર જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે આ ફળ ખૂબ મોંઘુ હોય છે. આ ફળની કિંમત 75 રૂપિયાથી શરૂ થઈને 300 રૂપિયા સુધીનું એક નંગ બજારમાં મળે છે. જો કે કેટલાક લોકો તેને 400 રૂપિયા કિલોગ્રામ સુધી વેચે છે.

ભારતમાં પણ હવે ડ્રેગન ફ્રૂટની ખેતી થઈ શરૂ

image source

તો બીજી તરફ ટ્વિટર પર ડ્રેગનની એક તસવીર શેર કરતી વખતે એક સોશ્યલ મીડિયા યુઝરે પૂછ્યું છે કે તમે તમારા કમલામને કેવી રીતે પ્રશિક્ષિત કરો છો. તમને જણાવી દઈએ કે ડ્રેગન ફળ મૂળરૂપે મેસિસ્કો, ગ્વાટેમાલા, નિકારાગુઆ, કોસ્ટારિકા, અલ સાલ્વાડોર અને દક્ષિણ અમેરિકાના ઉત્તરીય વિસ્તારોનું ફળ છે. હવે તેની ખેતી ભારત, ઓસ્ટ્રેલિયા, ચીન સહિતના ઘણા દેશોમાં થાય છે. આ ફળ મોટાભાગે ઉષ્ણકટિબંધીય અને પેટા ઉષ્ણકટિબંધીય દેશોમાં ઉગાડવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં મીઠી પ્રજાતીની માંગ વધુ

सोशल मीडिया पर ऐसे मीम्स हुए वायरल
image source

એક સોશિયલ મીડિયા યુઝરે બટાટા, ટામેટા અને આદુની તસવીર શેર કરી અને લખ્યું કે, કમલ = ડ્રેગન ફ્લાવર. તમને જણાવી દઈએ કે ડ્રેગન ફ્રૂટ અમેરિકાના સ્વદેશી લોકોનો પરંપરાગત ખોરાક છે. ઉત્તર-પશ્ચિમ મેસિસ્કોમાં રહેતા સેરી સમુદાયના લોકો આ ફળની ખેતી કરે છે, તેઓ તેની કડવી જાતિઓનો પણ ઉપયોગ કરે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં તેની મીઠી પ્રજાતીની જ માંગ વધુ છે.

પ્રથમ વખત ફળ આપવામાં લગભગ પાંચ વર્ષનો સમય લાગે છે

सोशल मीडिया पर ऐसे मीम्स हुए वायरल
image source

તો બીજી તરફ એક વ્યક્તિએ ડ્રેગનના બાળકોને ગળે લગાવતી વખતે એક તસવીર શેર કરી છે અને લખ્યું છે કે આખરે તમે કેવી રીતે તમારા ડ્રેગનને ટ્રેન્ડ કરો છો. હવે જો આપણે આ ફળની ખેતીની વાત કરીએ તો એક હેક્ટર ક્ષેત્રમાં ફક્ત 1100 થી 1350 છોડ વાવવામાં આવે છે. પ્રથમ વખત ફળ આપવામાં લગભગ પાંચ વર્ષનો સમય લાગે છે, તેથી તેમની કિંમત વધારે હોય છે. એકવાર ફળ આવે પછી તેની ઋતુ અને છોડની ક્ષમતા પ્રમાણે વર્ષમાં બે કે ત્રણ વખત પાક લેવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત