જાણો PPF એકાઉન્ટ વિશે A TO Z માહિતી, સાથે જાણો PPF એકાઉન્ટ બંધ થઈ જાય તો કેટલો ભરવો પડે છે દંડ

જે લોકો પૈસાના રોકાણમાં રિસ્ક લેવા નથી માગતા તેમના માટે પીપીએફ સૌથી મહત્વનું માધ્યમ છે. ભારતમાં ઘણી રોકાણની સ્કિમો ચાલુ છે તેમાની પીપીએઇ એક લોકપ્રિય સ્કિમ છે. પીપીએફ અંગે તમને જણાવીએ તો કોઈ પણ વ્યક્તિ પીપીએફમાં 15 વર્ષના સમયગાળા સુધી રોકાણ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ એકાઉન્ટ ચાલુ રાખવા માટે રોકાણકારે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવવાના રહેશે. તમને જણાવી દઈએ કે પીપીએફ યોજનામાં સારૂ વ્યાજદર મળે છે તેમજ ચોક્કસ વળતર મળે છે. જેના કારણે વધારેમાં વધારે લોકો પીપીએફમાં રોકાણ કરવા પ્રેરાય છે.

ટેક્સમાં મળે છે ફાયદો

image source

તો બીજી તરફ પીપીએફ પર જે રકમ મુકો તેના પર કોઇ રીટર્ન ભરવાનું રહેતુ નથી જેના કારણે તમને ટેક્સમાં પણ બેનિફિટ મળે છે. તમને જણાવી દઈએ કે જો સમયસર સબમિટ ન કરવામાં આવે તો આ એકાઉન્ટ બંધ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે એક નાણાકીય વર્ષમાં ખાતામાં પીપીએફમાં રોકાણકાર 1.50 લાખ સુધીનું રોકાણ કરી શકે છે. જો કોઈ કારણવસ કોઈ વ્યક્તિનું પીપીએફ એકાઉન્ટ બંધ થઈ ગયું હોય તો ગભરાવાની જરૂર નથી તમે તેને ફરીથી ચાલુ કરી શકો છે. જેના માટે તમારે થોડી પ્રોસેસ કરવાની રહેશે જે ખુબ આસાન છે.

ઓછામાં ઓછા 500 રૂપિયાની રકમ જમા કરાવવી પડશે

image source

જેના માટે સૌ પ્રથમ તમારે જ્યાં તમે એકાઉન્ટ ખોલાવ્યું છે ત્યાં બેંક અથવા પોસ્ટ ઓફિસ શાખાને લેખિત અરજી જમા કરવાની રહેશે. નોંધનિય છે કે આ ખાતાના 15-વર્ષના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે અરજી કરી શકાય છે. તમને જણાવી દઈએ કે જો એકાઉન્ટ બંધ થઈ જાય તો રોકાણકારે દરેક નાણાકીય વર્ષ માટે ઓછામાં ઓછા 500 રૂપિયાની રકમ જમા કરાવવી પડશે. આ સાથે દરેક નાણાકીય વર્ષ માટે 50 રૂપિયા દંડ ભરવો પડશે. તમને જણાવી દઈએ કે આ અરજી સાથે એક ચેક બેન્કની શાખામાં જમા કરાવવાનો પડશે. નોંધનિય છે કે તમારી અરજી જમા કરાવ્યા બાદ તમારી બેન્ક અથવા પોસ્ટ ઓફિસ 15-વર્ષનો સમયગાળો પસાર થઈ ગયો છે કે નહીં તેની ચકાસણી કરશે. જો 15-વર્ષનો સમયગાળો પુરો થઈ ગયો હશે તો એકાઉન્ટ ફરીથી શરૂ કરી શકાશે નહીં.

5 વર્ષ બાદ બંધ કરી શકો છો PPF એકાઉન્ટ

image source

જો તમને લાગે કે તમે 15 વર્ષ પહેલાં તમારું પીપીએફ એકાઉન્ટ બંધ કરી શકતા નથી, તો તમે યોગ્ય નથી. હવે તમે સમય પહેલા જ પીપીએફ એકાઉન્ટ બંધ કરી શકો છો. 18 જૂન, 2016 નાં જાહેરનામામાં સરકારે કેટલીક શરતોને આધિન પી.પી.એફ. એકાઉન્ટને સમય પહેલા બંધ કરવાની છૂટ આપી છે.

image source

પહેલાં પીપીએફ ખાતું ફક્ત 15 વર્ષ પછી બંધ થઈ શકતું હતું. મતલબ જે વર્ષમાં ખાતું ખોલવામાં આવે છે તે નાણાકીય વર્ષના અંતથી 15 વર્ષ પછી બંધ થઈ શકે છે. જો તમે 20 ઓગસ્ટ, 2012 ના રોજ એકાઉન્ટ ખોલ્યું હોય, તો તમે 31 માર્ચ, 2028 પહેલાં તમારું એકાઉન્ટ બંધ કરી શકતા નથી. જો કે તમે ત્રીજા વર્ષથી પીપીએફ ખાતામાંથી લોન લઈ શકો છો અને સાતમા વર્ષથી આંશિક ઉપાડની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ આ રીતે તમે ફક્ત તમારી જમા રાશીમાથી થોડા પૈસા જ ઉપાડી શકો છો.

પીપીએફ એકાઉન્ટ સમય પહેલા બંધ કરવાની શરતો

જો તમને, તમારા પતિ/પત્ની, બાળકો અથવા માતાપિતાને ગંભીર બીમારી થઈ જાય છે અને તેમની સારવાર માટે પૈસાની જરૂર હોય, તો તમે સમય પહેલા જ પીપીએફ એકાઉન્ટ બંધ કરી શકો છો. તમારે જરૂરી દસ્તાવેજો જમા કરવવા પડશે.

image source

જો ખાતાધારક અથવા માઈનોર ખાતાધારકના ઉચ્ચ શિક્ષણ માટે રકમની આવશ્યકતા હોય. તમારે ભારતમાં અથવા વિદેશમાં માન્યતા પ્રાપ્ત ઉચ્ચ સંસ્થામાંથી સહાયક દસ્તાવેજો (ફી બિલ, પ્રવેશ કાર્ડ વગેરે) બતાવવાની જરૂર રહેશે. આનો અર્થ એ છે કે તમારે તે સાબિત કરવું પડશે કે તમારૂ એડમિશન તે કોલેજ અથવા યુનિવર્સિટીમાં થઈ ગયું છે. જો પીપીએફ એકાઉન્ટ બાળકના નામે હોય તો તે એકાઉન્ટ બંધ કરી શકાય છે. પીપીએફ એકાઉન્ટના ઓછામાં ઓછા 5 વર્ષ પૂર્ણ થવા જોઈએ. પાંચ વર્ષ પૂરા થયા પહેલા તમે કોઈપણ સંજોગોમાં તમારું પીપીએફ એકાઉન્ટ બંધ કરી શકતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત