સોનાથી પણ વધારે કિમતી છે ઉકાળેલી ચા પત્તીના ફાયદા, જાણીને થશે આશ્ચર્ય

આ ધરતી પર અનેક ચીજો આપણને વરદાનમાં મળી છે. જેમકે વનસ્પતિ, છોડ, વાયુ, જળ વગેરે. આ સિવાય દૈનિક જીવનમાં ઉપયોગમાં આવનારી અનેક ચીજોને વપરાશ બાદ આપણે ફેંકી દેતા હોઈએ છીએ. એનું કારણ એ છે કે આપણે તેનો ઉપયોગ જાણતા નથી.

image source

આવું જ કંઇક દૈનિક જીવનમાં ઉપયોગમાં લેવાતી ચા પત્તી સાથે પણ આપણે કરીએ છીએ. ચા બનાવીને તે ઉકાળેલી પત્તી આપણે ફેંકી દઈએ છીએ કારણ કે આપણે તેના અન્ય ફાયદા કે ઉપયોગથી અજાણ હોઈએ છીએ. કચરામાં ફેંકી દેવામાં આવતી ચા પત્તીના અનેક ઉપયોગ છે તે આજથી જ જાણી લો અને તેના ફાયદા પણ મેળવી લો તે તમારા માટે જરૂરી છે.

ઘાને જલ્દી ભરે છે

image source

ચાની પત્તીમાં એન્ટી ઓક્સીડન્ટ્સ મળે છે. કોઈ ઘા કે જખમ પર તેનો લેપ લગાવી દેવાથી લોહી વહેતું બંધ થઈ જાય છે. આ સિવાય ઉકાળેલી ચા પત્તીને પાણીથી સાફ કરીને પછી ઘા પર લગાવી લેવામાં આવે તો પણ તે ઘાને ભરવામાં મદદ કરે છે.

વાળને ચમકદાર અને મુલાયમ બનાવે છે

image source

આ ઉકાળેલી ચા પત્તી સોનાથી પણ કિંમતી છે. તેને ફેંકવાની ભૂલ ન કરો. તેને પહેલાં પાણીથી સાફ કરીને વાળના મૂળમાં લગાવવાથી વાળ લાંબા, સિલ્કી અને ચમકદાર બને છે. આ સિવાય સાદું ચા પત્તીનું પાણી પણ અઠવાડિયે 1 વાર વાળમાં લગાવી લેવામાં આવે તો વાળ ચમકદાર અને સિલ્કી રહે છે. તે વાળ માટે એક કંડીશનરનું કામ કરી લે છે.

વાગ્યું હોય તો તેના નિશાન દૂર કરે છે

image source

જો તમને કંઈ વાગ્યું હોય અને ત્યારપછી તેના નિાશાન કે તે જગ્યાએ ડાઘ રહી ગયા હોય તો તમે આ જગ્યાએ ઉકાળેલી ચા પત્તીને ઘોઈને તેનો લેપ બનાવીને તે જગ્યા પર લગાવી શકો છો. નિશાન થોડા સમયમાં ગાયબ થઈ જશે.

કાચ ચમકાવવા

image source

કાચની સફાઈ કરવાનો સરળ ઉપાય છે ઉકાળેલી ચા પત્તી. આ માટે પહેલાં ઉકાળેલી ચા પત્તીને ઠંડા પાણીમાં રાખીને પછી તેને ગાળીને એક બોટલમાં ભરો. આ સ્પ્રેને કાચ પર છાંટો અને પછી સફાઈ કરો. તમારું કામ સરળ બની જશે.

ફર્નિચરની સફાઈમાં

image source

ફર્નિચરની ચમક જાળવી રાખવા માટે માર્કેટમાંથી જો તમે કોઈ મોઘા ક્લીનિંગ પ્રોડક્ટ લાવો છો તો આજથી આ ખર્ચો બંધ કરી લો. તમે જે ચાની પત્તી ફેંકી દો છો તેનો ઉપયોગ કરો. તમે ઉકાળેલી ચા પત્તીને સારી રીતે સાદા પાણીથી ધોઈને એક સ્પ્રેની બોટલમાં ભરો અને ફર્નિચર પર આ સ્પ્રે છાંટી લો. હવે કોટન કપડાંની મદદથી આ ફર્નિચરને લૂસી લો. તે ચમકી જશે અને કોઈ ડાઘ હશે તો તે પણ ગાયબ થઈ જશે.

તો હવેથી ઉકાળેલી ચાની પત્તીને ફેંકશો નહીં પણ આ ખાસ કામોમાં તેનો ઉપયોગ કરી લો તે જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત