SBI તમને માત્ર 165 રૂપિયામાં જ કરાવી આપશે કોરોનાની સારવાર, મળશે 2 લાખની મદદ, જાણો આખો પ્લાન

હાલમાં માહોલ એવો છે કે દેશમાં એક તરફ જ્યાં કોરોના દર્દીઓનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. તે જ સમયે, કોવિડને કારણે થતા મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 1.84 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 1000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસ હવે 13 લાખને પાર કરી ગયા છે. ત્યારે તમે જો કોરોના દર્દીની સારવારના ખર્ચને લઈને ચિંતિત છો, તો જરા પણ ટેન્શન ન લો. દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ તમારા કોરોના ખર્ચ માટે એક વિશેષ યોજના લાવ્યા છે, જેમાં તમે ફક્ત 156 રૂપિયામાં ભરીને તેનો લાભ લઈ શકો છો. તમને જણાવી દઈએ કે બેંકની આ યોજનાનું નામ કોરોના રક્ષક પોલિસી છે.

image source

આટલા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખો અને કોરોનાની સારવાર થઈ જશે માત્ર 165 રૂપિયામાં

-એસબીઆઈ કોરોના રક્ષક પોલીસી એ એક આરોગ્ય વીમા સુરક્ષા યોજના છે.

-સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કોવિડ પોલિસી કોઈપણ તબીબી પરીક્ષણ વિના જારી કરવામાં આવે છે.

-અહીં તમને 100 ટકા કવર મળશે.

image source

-કોરોના રક્ષક પોલિસી ખરીદવાની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ છે.

-કોરોના રક્ષક પોલીસીમાં ન્યૂનતમ પ્રિમિયમ 156 રૂપિયા અને મહત્તમ 2230 રૂપિયાની ચૂકવણી કરી શકાય છે.

-સ્ટેટ બેંકની કોરોના રક્ષક પોલીસીમાં 105 દિવસ, 195 દિવસ અને 285 દિવસનો સમયગાળો છે.

-પોલીસીમાં ન્યૂનતમ 50 હજાર રૂપિયાનું અને મહત્તમ બે લાખ પચાસ હજાર રૂપિયાનું કવર મળે છે.

-50 હજાર રૂપિયાનું કવર મેળવવા માટે વ્યક્તિએ 157 રૂપિયા ચૂકવવા પડે છે.

image source

-ગ્રાહકો કોરોના પોલિસી વિશે વધુ માહિતી માટે 022-27599908 પર મિસ્ડ કોલ કરીને લઈ શકે છે.

-એસબીઆઇ કોરોના રક્ષક પોલિસીની મુખ્ય લાક્ષણિકતા એ છે કે તે સિંગલ પ્રીમિયમ રેન્જમાં આપવામાં આવે છે.

-આ પોલીસી વિશે વધુ માહિતી માટે https://www.sbilife.co.in/en/individual- Life-insures/traditional/corona-rakshak. તમે આ લિંકની મુલાકાત લઈ શકો છો.

image source

કોરોના ફેલાવવાના કારણોમાં એક આ કારણે વધારે ચર્ચાઈ રહ્યું છે. વર્ષ 2020માં કોરોના દેશમાં જ્યારે તેના પીક પર હતો ત્યારે લોકો બે ગજ દૂરી, માસ્ક પહેરવા સહિતના કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા હતાં પરંતુ જેવા સંક્રમણના કેસ ઘટ્યા અને વેક્સીનને મંજૂરી મળી ગઈ કે તુરંત જ લોકો કોરોનાને લઈને બેદરકાર બન્યા. લોકોએ માસ્ક પહેરવાના છોડી દીધા. સોસિયલ ડિસ્ટેંસિંગ પણ ભૂલાઈ ગયું. પરંતુ લોકોએ એ સમજવુ જરૂરી બનશે કે, કોરોના હજી ગયો નથી પણ આપણી આસપાસ જ છે. નાની અમથી બેદરકારી પણ વ્યક્તિ માટે ગંભીર ખતરો બની શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!