ફટાફટ વજન ઘટાડવું હોય તો કરો તુલસીનો આ પ્રયોગ, ઓગળવા માંડશે ચરબીના બધા જ થર…

તુલસી એક એવો છોડ છે જે સામન્ય રીતે દરેકના ઘરમાં જોવા મળે છે. આ છોડ આધ્યાત્મિક અને ઔષધિય મહત્ત્વ ધરાવે છે. આ ઘણા સમયથી વિભિન્ન આયુર્વેદિક દવાઓ બનાવવામાં એક મહત્ત્વપૂર્ણ ઘટક તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. જડી-બૂટ્ટીઓની રાણી તરીકે ઓળખાતી તુલસી એન્ટીફંગલ, એન્ટીવાયરલ અને જીવાણુરોધી ગુણોથી ભરપૂર હોય છે.

image source

જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. જો કે તુલસી સામાન્ય રીતે સમગ્ર દેશમાં મળી આવે છે. પરંતુ કેટલાય લોકો તેના કેટલાય સ્વાસ્થ્ય લાભો થી અજાણ હોય છે. તુલસી ને પોતાના ડેલી રૂટીનમાં સામેલ કરવાથી તમને તેના ઘણા બધા ફાયદા મળી શકે છે. શરીરના ઘા રૂઝાવવાથી માંડીને રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને ખીલ વગેરે દૂર કરવા માટે પણ તુલસી ખૂબ જ ફાયદાકારક છે.

image source

તુલસી વજન ઘટાડવા માટે એક ખૂબ જ સારી ઔષધ છે. તેમાં કેલરી ઘણી ઓછી હોય છે અને પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન સી જેવા અનેક પોષકતત્વો હોય છે. તુલસીની ચા પીવાથી અને ખાલી પેટે તુલસીના પાન ચાવવાથી તમે હંમેશા ફિટ અને હેલ્ધી રહેશો. જાણો ઔષધોની રાણી તુલસી તમને વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરશે.

રોજ તુલસી ચાવી ને ખાવાથી તમારુ પાચનતંત્ર સુધરશે. આ કારણે શરીરમાં કેલરી વધુ ઝડપથી બળવા માંડશે. તે ખોરાકને એનર્જીમાં કન્વર્ટ કરી દે છે જેને કારણે શરીર પોષકતત્વો વધુ સારી રીતે શોષી શકે છે. તુલસીના પાન ચાવીને ખાવાથી કે તુલસી વાળી ચા પીવાથી શરીરના ઝેરી તત્વો શરીરની બહાર ફેંકાઈ જાય છે. આથી શરીર સ્વસ્થ રહે છે અને વજન ફટાફટ ઉતરવા માંડે છે.

image source

નિયમિતરૂપે તુલસીની ચા પીવાથી શરીરમાં સારા બેક્ટેરિયા જળવાઈ રહે છે અને પાચનતંત્ર મજબૂત બને છે. પાચનતંત્ર સુધરતા વજન ઘટવાની પ્રક્રિયા પણ ઝડપી બને છે. તુલસી શરીરની તાકાત અને ટકી રહેવાની ક્ષમતા વધારે છે. તમે કસરત પહેલા તુલસીની ચા પીશો તો વધારે કેલેરીઝ બર્ન થશે અને પેટ પર જામેલા ચરબીના થર ઝડપથી ઘટવા માંડશે.

image source

આયુર્વેદ મુજબ તુલસી સ્વાસ્થ્ય માટે સારી છે અને તેના અનેક ઔષધીય ગુણો છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જેને કારણે તે શરીરમાં હોર્મોન્સ બેલેન્સ કરે છે. ઉલ્લેખનીય છે કે હોર્મોન્સનું બેલેન્સ ખોરવાતા વજન વધી જાય છે. આથી આ દૃષ્ટિએ પણ તુલસી વજન ઘટાડવામાં મદદરૂપ બને છે.

તુલસી ના પાન ને વ્યવસ્થિત ધોઈને ચાવી જાવ. અથવા તો તેમને પાણીમાં ઉકાળીને એ પાણી રોજ સવારે ખાલી પેટે પી જાવ. તમે તેમાં ફૂદીનો અને લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. આ રોજ પીવાથી તમારુ વજન ઘટવા માંડશે અને ફેટ બર્ન થઈ જશે.