#VaruSha વેડિંગ: વરુણ ધવન જે રિસોર્ટમાં લગ્ન કરવાનો છે એનું એક રાતનું ભાડું છે અધધધ..રૂપિયા, રકમ જાણીને ફાટી જશે આંખો: PICS

અભિનેતા વરુણ ધવન અને તેમની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ અલીબાગમાં આવેલ બીચ રિસોર્ટ ‘ધ મેન્શન હાઉસ’માં લગ્ન થવાના છે. વરુણ ધવન- નતાશા દલાલના લગ્નમાં કોરોના વાયરસ સંક્રમણની ગાઈડલાઈનને ધ્યાન રાખતા અંદાજીત ૨૦૦ જેટલા મહેમાનોને જ આમંત્રિત કરવામાં આવશે. વરુણ- નતાશાના વેડિંગ ફંક્શન પાંચ દિવસ સુધી ચાલવાના છે. તા. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૧થી લઈને તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૨૧ સુધી ‘ધ મેન્શન હાઉસ’ બીચ રિસોર્ટમાં અલગ અલગ ફંક્શન ચાલવાના છે. એટલા માટે હવે ‘ધ મેન્શન હાઉસ’ને ડેકોરેટ કરવાની તૈયારીઓ પુરજોશમાં શરુ કરી દેવામાં આવી છે.

ધ મેન્શન હાઉસ શાનદાર છે.

image source

ધ મેન્શન હાઉસ ખુબ જ શાનદાર છે. ધ મેન્શન હાઉસમાં ૨૫ રૂમ ધરાવે છે. આ સાથે જ વિશાળ ગાર્ડન એરિયા પણ છે. સફેદ રંગથી પેઈન્ટ કરવામાં આવેલ આ રિસોર્ટમાં એક એક્સોટીક સ્વિમિંગ પુલ પણ છે. Cntraveller.in ના જણાવ્યા મુજબ, ધ મેન્શન હાઉસને એક રાત માટે બુક કરવાની કીમત અંદાજીત ચાર લાખ રૂપિયા જેટલી છે. ‘ધ મેન્શન હાઉસ’ અલીબાગના પોશ વિસ્તારમાં આ રિસોર્ટ આવેલ છે.

image source

‘ધ મેન્શન હાઉસ’ રિસોર્ટથી સસાવા બીચ ફક્ત ૧૦ મિનીટના અંતરે જ આવેલ છે. આપ મુંબઈથી બોટ રાઈડ દ્વારા પણ પહોચી શકો છો. એટલું જ નહી, આપ મુંબઈથી કાર ડ્રાઈવ કરીને પણ આવી શકો છો.

image source

‘ધ મેન્શન હાઉસ’ રિસોર્ટમાં ત્રણ પ્રકારના રૂમ આવેલ છે.

-સ્કાય ડેક રૂમ ધ મેન્શન હાઉસ રિસોર્ટના સૌથી નાના રૂમ છે. સ્કાય ડેક રૂમ ૩૭૫ સ્કેવર ફૂટમાં ફેલાયેલો છે.

-ધ કવર રૂમ ધ મેન્શન હાઉસના સ્કાય ડેક રૂમ કરતા સાઈઝમાં થોડોક મોટો એટલે કે, આ રૂમ ૪૦૦ સ્કેવર ફૂટનો હોય છે.

image source

-ધ પામ કોર્ટ રૂમ ધ મેન્શન હાઉસ રિસોર્ટનો સૌથી મોટો રૂમ ધરાવે છે. આ રૂમ ૪૫૦ સ્કેવર ફૂટમાં ફેલાયેલો છે.
ધ મેન્શન હાઉસમાં આવેલ રૂમમાં અલગ અલગ સર્વિસ જેવી કે, ફ્રી વાઈ- ફાઈ, ટી- કોફી, મીની બાર, હેર ડ્રાયર સહિત કેટલીક અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

બ્રેકફાસ્ટ અને લંચ- ડીનર માટે રેસ્ટોરંટ:

image source

-ધ મેન્શન હાઉસ રિસોર્ટમાં કુલ પાંચ રેસ્ટોરંટ આવેલ છે. ધ મેન્શન હાઉસ બ્રેકફાસ્ટ કરવા માટે ધ સિક્રેટ રેસ્ટોરંટ આવેલ છે.અહિયા ભોજન માટે લોકલ ડીશિશ સહિત કેટલીક ઈન્ટરનેશનલ ડીશ પણ ઉપલધ છે.

image source

-જયારે પુલ સાઈડ કબાના કવ રેસ્ટોરંટ આવેલ સ્વિમિંગ પુલની આગળની તરફ આવેલ છે. અહિયાં આપ પામ ટ્રીની આસપાસ બેસીને ડીનરનો આનંદ માણી શકો છો.

image source

-ધ વેસ્ટ કોસ્ટ ટેરેસ રેસ્ટોરંટમાં બેસીને આપ સુર્યાસ્ત થતા જોઈ શકો છો આ સાથે જ લોકલ ડીશની પણ મજા લઈ શકો છો.

image source

-ધ લિવિંગ રૂમ અને વરંડા રેસ્ટોરંટ પુલ સાઈડ એકબીજાની બાજુ બાજુમાં જ આવેલ છે.અહિયાં બપોરના સમયથી લઈને મોડી સાંજ સુધી આપ અલગ અલગ પ્રકારની વાનગીઓનો ટેસ્ટ માણી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત