આનંદો: તમે આ LPG સિલિન્ડર એડ્રેસ પ્રૂફ વિના પણ ખરીદી શકશો, જલદી જાણી લો આ માટેના નિયમો

હવે નાના એલપીજી સિલિન્ડર પણ એડ્રેસ પ્રૂફ વિના ખરીદી શકાય છે. દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) એ સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. ગ્રાહકો હવે સરનામાંના પુરાવા વિના 5 કિલો નાના ગેસ સિલિન્ડર (LPG Cylinder)ખરીદી શકે છે. હવે ગ્રાહક પોતાનું ઓળખ પત્ર બતાવીને નાનો સિલિન્ડર ખરીદી શકે છે. સિલિન્ડર ખરીદવા માટે કોઈ એડ્રેસ પ્રૂફની જરૂર રહેશે નહીં. આ સુવિધા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન કે ઈન્ડેન ગેસ એજન્સીથી મળી રહે છે. જો તમારે પાસે એડ્રેસ પ્રૂફનું કોઈ કાગળ નથી તો તમારે હેરાન થવાની જરૂર નથી. આ દસ્તાવેજ વિના તમે રસોઈ ગેસ સિલિન્ડર ખરીદી શકો છો. પહેલાં નિયમ હતો કે જે લોકોની પાસે કોઈ એડ્રેસ પ્રૂફ હોય તે જ એલપીજી સિલિન્ડર લઈ શકતા હતા. દેશની સરકારી તેલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને સામાન્ય લોકોને રાહત આપતાં રસોઈ ગેસના સરનામાની રજૂઆતને ખતમ કરી છે. જો તમારી પાસે કોઈ એડ્રેસ પ્રૂફ નથી તો પણ તમે ગેસ ખરીદી શકો છો.

image source

અહીં તમને જણાવી દઈએ કે આ રાહત ફક્ત 5 કિલોના સિલિન્ડર પર માટે છે નહીં કે મોટા ગેસ સિલિન્ડર માટે, મોટા સિલિન્ડરને માટે જે નિયમ પહેલાંથી લાગૂ છે તેમાં કોઈ ફેરફાર કરાયો નથી. નાના સિલિન્ડરી વાત કરીએ તો કોઈ પણ દેશના નાગરિક વિના એડ્રેસ પ્રૂફ માટે 5 કિલોનો સિલિન્ડર ખરીદી શકે છે. આ સિલિન્ડર એ લોકો વધારે ઉપયોગમાં લે છે જેમની કોઈ પર્યાપ્ત કમાણી હોતી નથી. મોટા સિલિન્ડરનું કનેક્શન મેળવવા માટે એડ્રેસ પ્રૂફની જરૂર રહે છે. આ માટે શહેરોમાં રહેતા જે લોકો પાસે પોતાનું સ્થાયી એડ્રેસ હોતું નથી તેઓ આ સિલિન્ડરનો વધારે ઉપયોગ કરે છે.

એજન્સીથી ખરીદો સિલિન્ડર

image source

નાના સિલિન્ડર દુકાનો પર પણ વેચાતા મળે છે અહીંથી તેને ખરીદવા કોઈ કાગળની જરૂર રહેતી નથી. પણ દુકાનદારો કેને ઉંચા ભાવે વેચે છે અને ખાલી સિલિન્ડરને પણ ઉંચી કિંમતોએ રિફિલ પણ કરી આપે છે. આ સિલિન્ડર વિશ્વાસપાત્ર હોતા નથી. તેની પર ગેસ એજન્સીનો કોઈ સિમ્બોલ હોતો નથી. તમે જેન્યુઈન ગેસ સિલિન્ડર ખરીદવા ઈચ્છો છો તો ગેસ એજન્સીમાં જઈ શકો છો. ગેસ વિતરણ એજન્સી એવા સિલિન્ડર વેચે છે. પહેલા આ સિલિન્ડર ખરીદવા માટે એડ્રેસ પ્રૂફની જરૂર રહેતી હતી પણ હવે તેને ખતમ કરી દેવાયા છે.

ઓળખપત્ર દેખાડીને સિલિન્ડર મેળવો

image source

હવે ગ્રાહક ઓળખપત્ર બતાવીને પણ નાનો સિલિન્ડર ખરીદી શકે છે. આ સિલિન્ડર ખરીદવા માટે કોઈ એડ્રેસ પ્રૂફની જરૂર રહેતી નથી. આ સુવિધા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન કે ઈન્ડેન ગેસ એજન્સીથી પ્રાપ્ત કરી શકાય છે.

image source

ગેસ એજન્સી નાના સિલિન્ડર વેચે છે પણ રૂપિયાની લેવડ દેવડ સરળતાથી થઈ જાય છે. આ ગેસ એજન્સીઓ નાના સિલિન્ડરની હોમ ડિલિવરી પણ કરે છે. કિંમતની વાત આવે તો દિલ્હીમાં 5 કિલોનો સિલિન્ડર 257 રૂપિયામાં મળે છે. આ સિલિન્ડર એકલા રહેનારા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો માટે પૂરતો રહે છે.

ઘરે બેઠાં કરી લો બુક

image source

જો તમે એજન્સીથી ખરીદવા સિવાય તેને રિફિલ માટે બુક પણ કરી શકો છો. બુક કરવાની રીત પણ સરળ છે. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. એટલે કે તમે ઘરે બેઠા સિલિન્ડર બુક કરી શકો છો. ઈન્ડેન કંપનીએ તેને માટે ખાસ નંબર 8454955555 જાહેર કર્યો છે. આ સિવાય દેશમાં ગમે ત્યાંથી તમે મિસ્ડ કોલ કરીને પણ આ નાનો સિલિન્ડર બુક કરાવી શકો છો. તો વોટ્સએપની મદદથી પણ તમે રિફિલ ટાઈપ કરીને 7588888824 પર મેસેજ કરી શકો છો. તમારો સિલિન્ડર બુક થઈ જશે. આ સિવાય તમે 7718955555 પર ફોન કરીને પણ સિલિન્ડરનું બુકિંગ કરાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત