સમાધિ લેતા સમયે રામદેવપીર મહરાજે જણાવી હતી દરેક દુઃખ માંથી બહાર નીકળવાની ચાવી, જાણી લો ફટાફટ

આજ થી સાડા છસો વર્ષ પહેલા રાજ પરિવારમાં જન્મ લઈને ઉચ-નીચ, જાત-પાત નો ભેદભાવ હટાવી ને પછાત વર્ગને સમાન ગણીને સમાજિક સમરસતા નો સંદેશ આપનાર બાબા રામદેવપીર ના સમાધિ સ્થળ પર ઘોડા અર્પણ કરવામાં આવી રહ્યા છે. રામદેવ પીર ગુજરાતના ગામે ગામે પૂજાઈ છે. રામદેવપીરે આજે ગુજરાતના ખુણે ખુણે પૂજાઈ છે.

image source

તમને જણાવી દઈએ કે રામદેવપીર નો જન્મ રાજસ્થાનના એક નાના ગામમાં થયો હતો. પણ રામદેવપીર ના અપાર પરચા ને લઈને આજે રામદેવપીર ગુજરાતના ગામે ગામમાં પૂજાય છે. રામદેવપીરે ગુજરાતમાં ઘણા પરચા આપ્યા છે. કહેવાય છે કે જે પણ દુખીયાર વ્યક્તિ પોતાના દુખ લઈને રામદેવપીર પાસે જાય છે. તે ક્યારે ખાલી હાથ પાછા ફરતા નથી. રામદેવપીર તમામ લોકોના દુખ હરી લે છે.

image source

જે પણ વ્યક્તિ રામદેવપીરે આપેલા ઉપદેશો નું પાલન કરે છે. જેને જીવનમાં ક્યારેય દુખનો સામનો કરવો પડતો નથી. આ સાથે જ તેને જીવનમાં ક્યારેય પસ્તાવું પડતું નથી. રામદેવપીરે કહ્યું હતું કે ધર્મની નજીક અને પાપ થી દુર રહેવુ જોઈએ આ સાથે જ જીવનમાં હંમેશા સારા ક્રમો જ કરવા જોઈએ. ભગવાન પર આસ્થા રાખવી જોઈએ અને મોહ માયા છોડી દેવી જોઈએ. જે બાદ જ તમારો આખો ભવ સુધરી જશે. વાણી હંમેશા શુદ્ધ રાખવી જોઈએ. હંમેશા વિચારીને બોલવું જોઈએ. મહેમાન ને હંમેશા ભગવાન માનવા જોઈએ.

જીવનમાં વચન, વિવેક અને સદાચારી રહેવું. પોતાના ઈસ્ટદેવ પ્રત્યે સમંપૂર્ણ આસ્થા રાખવી જોઈએ. દરરોજ દિવસમાં બે વખત ભગવાન નું નામ લેવું જોઈએ. જીવનમાં ક્યારેય અભિમાન ન કરવું જોઈએ. વિચારી ને જ કઈ બોલવું જોઈએ. એવું ના બોલવું જોઈએ કે જેનાથી પાછળથી પછતાવો થાય.

image source

તમને જણાવી દઈએ કે રામદેવપીરે જામનગર ના કાલાવડ નજીક આવેલા એક ગામમાં વર્ષો પહેલા પરચો આપ્યો હતો. જે સ્થળ આજે રણુજાના નામે ઓળખાઈ છે. લોકોના કહેવા મુજબ અહીંયા હીરાભાઈ ઘેટા બકરા ચરાવતા હતા. ત્યારે તેની ભક્તિ થી પ્રસન્ન થઈને હીરાભગતે અહીં તેને સાક્ષાત દર્શન આપ્યા હતા. જેથી તેને રામદેવપીરની નાની ડેરી બનાવી હતી.

image source

ડેરી બનાવ્યા બાદ હીરાભાઈ રોજ રામદેવપીરની પૂજા કરતા હતા. જેથી તે હીરા ભગત તરીકે ઓળખાયા હતા. આજે પણ આ જગ્યાએ હીરા ભગતનો ધુણો છે. જેના દર્શન માટે અહીં દુર દુરથી ભક્તો આવે છે. આ જગ્યાને જુના રણુજા તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરમાં હીરા ભગજની સમાધી પણ આવેલી છે.

image source

કહેવાય છે કે જે લોકોને છોકરા નથી થતાં તેઓ રામદેવપીરની માનતા રાખે છે. જ્યારે તેની માનતા પૂર્ણ થાય છે. ત્યારે તે લોકો પોતાના બાળકોનો ફોટો અહીં મંદિરની દિવાલ પર લગાવે છે. આ મંદિરમાં દાન લીધા વગર ભોજન કરાવવામાં આવે છે.