8 વર્ષથી નાના, બાળકોને સર્ચ વિકલ્પમાં લિમિટેડ ફીચર્સ આપશે Google, જાણો નવા ફીચર્સ પણ

આપણે સૌ જાણીએ છીએ કે ઈન્ટરનેટ પર ગુગલનો કેટલો દબદબો છે અને ગુગલ તેની અલગ અલગ સુવિધાઓ અને સેવાને સમયાંતરે અપડેટ કરતું રહે છે. ત્યારે હવે નવા અપડેટ મુજબ ગૂગલ આવનારા મહિનામાં 18 વર્ષથી નાની ઉંમર ધરાવતા બાળકો માટે સર્ચ વિકલ્પમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે.

image source

ઉપર વાત કરી તેમ ગૂગલ આવનારા મહિનામાં 18 વર્ષથી નાની ઉંમર ધરાવતા બાળકો માટે સર્ચ વિકલ્પમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. કંપની ગુગલ અકાઉન્ટ બાબતે ફેરફાર કરી રહી છે જેટહુ બાળકો સાથે થતા ઓનલાઇન ફ્રોડને રોકી શકાય. અવાર નવાર બાળકો ઈન્ટરનેટને વળગી રહેતા હોય છે જેના કારણે માતા પિતા પરેશાન રહે છે. ત્યારે સલામતીની દ્રષ્ટિએ તેઓને રાહત મળશે. દિગ્ગજ ટેક કંપની ગુગલે બુધવારે એક બ્લોગ પોસ્ટમાં આ બાબતે જણાવ્યું હતું. ગુગલે તેની બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે કંપની ઉંમર પ્રતિ સંવેદનશીલ જાહેરાત કેટેગરીને બાળકોને દેખાતી રોકવા માટે સુરક્ષા ઉપાયોનો વિસ્તાર કરશે.

image source

કંપની 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોને સંવેદનશીલ જાહેરાત બતાવવાને રોકશે. કંપનીના જણાવ્યા અનુસાર, અમે આવનારા મહિનામાં વિશ્વ સ્તરે ઇન અપડેટને રોલ આઉટ કરવાનું શરૂ કરી દઈશું. અમારો હેતુને નક્કી કરવાનો છે કે અમે Google પર જાહેરાતો માટે વધારે સુરક્ષા પ્રદાન કરી રહ્યા છીએ અને આયુ – ઉપયુક્ત અનુભવ પ્રદાન કરી રહ્યા છીએ.

લિમિટેડ ફિચર્સનો જ કરી શકશે ઉપયોગ

image source

નવા નિયમ મુજબ 13 વર્ષથી નાની ઉંમરના બાળકો એક સ્ટાન્ડર્ડ ગૂગલ અકાઉન્ટ નહિ બનાવી શકે. તેઓને લિમિટેડ ફીચર્સ સાથે ગૂગલ અકાઉન્ટને ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવશે. દાખલા તરીકે હવે 13 થઈ5 17 વર્ષના બાળકો યુટ્યુબ ડિફોલ્ટ અપલોડનો ઉપયોગ કરી શકશે. એ સિવાય આ ડિજિટલ વેલબીઇંગ ફીચર્સને વધુ પ્રમુખતાથી રજૂ કરશે. વ્યવસાયિક સામગ્રી બાબતે સુરક્ષા ઉપાય અને શિક્ષા પ્રદાન કરશે. જે મુદ્દાને સિલેક્ટ કરવામાં આવશે તે જ તમારી ગુગલ સર્ચ લિસ્ટમાં જોવા મળશે.

ગુગલ પ્લે સ્ટોર પર નવું સેફટી સેકશન હશે

image source

ગુગલ બાળકોની સેફટી માટે સેફ સર્ચ નામથી ફીચર લાવશે. તેમાં બાળકોના ગૂગલ અકાઉન્ટ ફેમિલી સાથે લિંક રહેશે. જેમાં 13 વર્ષની ઉંમરના બાળકો સાઈન ઇન કરી શકશે. બાળકો ઓનલાઇન શું શું સર્ચ કરે છે તેની માહિતી તેના માતાપિતાને પણ રહેશે. ગુગલના કિડ્સ એન્ડ ફેમિલી સેક્શનના મેનેજર મીંડી બ્રુક્સના કહેવા મુજબ આ પ્રકારના પ્રયાસોથી અમને એવી આશા છે કે બાળકોને સમજવામાં મદદ મળશે કે કયો ડેટા તેના ઉપયોગ માટે સુરક્ષિત છે અને તેનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ.