Whatsapp વેબ અને ડેસ્કટોપ વાપરતા યુઝરો હવે ફોટો મોકલતા પહેલા કરી શકશે આ કામ, થશે કમાલ

આ આર્ટિકલ વાંચનારા પૈકી મોટાભાગના સ્માર્ટફોન યુઝરો whatsapp વાપરતા હશે. Whatsapp યુઝર્સ માટે એક સારા સમાચાર છે. કારણ એ Whatsapp વેબ અને ડેસ્કટોપ એપ પર ફોટો એડિટિંગ ટુલ ઉપલબ્ધ હોવાની માહિતી સામે આવી છે. આ એક એવું ફીચર છે જે અત્યાર સુધી ફક્ત મોબાઈલ એપમાં જ મળતું હતું. આ નવા ટુલ્સ યુઝરને કોઈપણ ફોટો મોકલતા પહેલા તેને એડિટ કરવા અને તેમાં સ્ટીકર લગાવવાનો વિકલ્પ આપશે. એવું પણ કહેવાય છે કે એવું પણ થઈ શકે કે આ ફીચર બધાને ન દેખાય પરંતુ ટૂંક સમયમાં જ એ બધા યુઝર માટે ઉપલબ્ધ થઈ જશે. એ સિવાય માહિતી અનુસાર Whatsapp બીટા વર્ઝન 2.21 . 16.10 પર નવા ઇમોજી પણ શામેલ થશે જેની જાહેરાત એપ્રિલમાં કરવામાં આવી હતી.

image source

Whatsapp અપડેટ ટ્રેકર WABetaInfo એ Whatsapp વેબ અને ડેસ્કટોપ એપ પર નવા એડિટિંગ ટુલ નોટ કર્યા છે.આ એડિટિંગ વિકલ્પ જેને ” ડ્રોઈંગ ટુલ્સ ” કહેવામાં આવે છે તેને Whatsapp વેબ અથવા ડેસ્કટોપ એપ દ્વારા મોકલતા પહેલા ફોટોને એડિટિંગ ટુલ્સ શામેલ છે. નવા ડ્રોઈંગ ટુલ્સ સાથે, યુઝર્સ ફોટોમાં ઇમોજી કે ટેક્સ્ટ જોડી શકે છે અને તેને મોકલતા પહેલા ક્રોપ અને રોટેટ પણ કરી શકે છે.

image source

Whatsapp અબ્બાને ડેસ્કટોપ એપને એડિટિંગ દરમીયાન ઇમેજમાં સ્ટીકર જોડવા માટે એક અન્ય વિકલ્પ પણ મળવાની આશા છે. જે અત્યાર સુધી મોબાઈલ એપ પર ઉપલબ્ધ નથી. જે ફોટોને તમે મોકલવા માંગતા હોય તેને પસંદ કર્યા બાદ સ્ક્રીન પર ટુલ તમને ઉપર દેખાશે. ટેક્સ્ટ શામેલ કરવા માટેનો વિકલ્પ હજુ પણ નીચે ” View Once ” વિકલ્પ સાથે ઉપલબ્ધ છે.

image source

એક મીડિયા અહેવાલ પ્રમાણે આ ફીચર ટૂંક સમયમાં જ યુઝરને ઉપયોગ કરવા માટે ઉપલબ્ધ કરી દેવામાં આવશે જેના માટે કંપની યુઝર્સને એન્ડ્રોઇડ, iOS અને ડેસ્કટોપ પર Whatsapp ના નવા વર્ઝનને અપડેટ કરવાની સલાહ આપે છે.

નવા emoji પણ મળશે

એક અન્ય અહેવાલમાં WABetaInfo ને એ પણ શેયર કર્યું છે કે Whatsapp બીટા એપને ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામમાં.વર્ઝન 2.21 . 16.10 માં અપડેટ કરવામાં આવ્યું છે અને તેમાં ઘણા બધા ઇમોજી પણ શામેલ કરવામાં આવ્યા છે. યુનિકોડ કંસોરડીયમ દ્વારા ગયા વર્ષે જુલાઈમાં આ ઇમોજીને રજૂ કરવામાં આવ્યા હતા જેને iOS 14.5 માં શામેલ કરવામાં આવ્યા હતા.

image source

હવે એક કથિત રીતે Whatsapp બીટા યુઝર માટે ઓન ઉપલબ્ધ કરવામાં આવશે. આ ઇમોજીમાં કુલ મળીને 217 નવા ઇમોજી શામેલ કરવામાં આવ્યા છે.