જાહોજલાલી અને નોકર-ચાકર આગળ પાછળ હોય તેવી સ્થિતિમાંથી આર્યન ખાન જેલમાં આ રીતે કરે છે દિવસો પસાર

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ગુરુવારે પણ કોર્ટમાંથી જામીન મળ્યા નથી. આર્યને હજી પણ આગામી 5 દિવસ સુધી જેલમાં રહેવું પડશે. કારણ કે દશેરા અને પછી શનિ-રવિના કારણે મુંબઈ સેશન્સ કોર્ટમાં રજા રહેશે. આર્યન હાલમાં આર્થર રોડ જેલમાં છે. તેને ત્યાં તેના નામથી બોલાવવામાં આવતો નથી પરંતુ આર્યનને જેલમાં કેદી તરીકે નંબર આપવામાં આવ્યો છે. તેને 956 નંબર કહેવામાં આવે છે.

image socure

જેલમાં કેદ આર્યન ખાન સાથે અન્ય આરોપીઓની જેમ વર્તન કરવામાં આવશે. કાયદા મુજબ જેલમાં રહેલા આર્યને જેલમાં બનતું જ ભોજન કરવું પડશે જે બાકીના કેદીઓ માટે બને છે. પરંતુ વાત સામે આવી છે કે આર્યન ખાનને જેલનું ભોજન ભાવતું નથી. આ વાત જાણ્યા બાદ ચિંતાતુર પિતા શાહરૂખ ખાને તેના પ્રિય દીકરા માટે જેલમાં મની ઓર્ડર મોકલ્યો છે જેથી આર્યન કેન્ટીનમાંથી ઈચ્છા થાય તે ખાઈ શકે.

image source

આર્યન ખાન હજુ પણ 20 તારીખ સુધી જેલમાં રહેશે ત્યારે તેની જેલની દિનચર્યાની જાણકારી પણ સામે આવી છે. સૌથી પહેલા તો આર્યન ખાનને જેલમાં કોઈપણ પ્રકારની વિશેષ સુવિધા આપવામાં આવી રહી નથી. કોર્ટના કડક નિર્દેશો બાદ કેદીને કોઈપણ પ્રકારનું બહારનું ભોજન આપવામાં આવશે નહીં. આર્યને જેલમાં મળતી હોય તે જ વસ્તુ મળી શકશે.

આ ઉપરાંત આર્યનને જેલમાં સવારે 6 વાગ્યે ઉઠવું પડે છે. 7 વાગ્યે તેને નાસ્તો મળે છે, જેમાં માત્ર શીરો અને પોહા આપવામાં આવે છે. લંચ અને ડિનર માટે રોટલી, શાક, દાળ અને ભાત આપવામાં આવે છે.

image soucre

આ ભોજન આર્યન ખાતો નથી તે વાત જાણી શાહરૂખ ખાને તુરંત દીકરા માટે મની ઓર્ડર મોકલ્યો હતો. શાહરુખે 11 ઓક્ટોબરે આર્યનને 4500 રૂપિયાનો મની ઓર્ડર મોકલ્યો હતો. તેનાથી તે જેલની કેન્ટીનમાંથી ભોજન લઈ રહ્યો છે. જેલના નિયમો અનુસાર વ્યક્તિને એક મહિનામાં માત્ર 4,500 રૂપિયાનો મની ઓર્ડર આપી શકાય છે.

image soucre

જેલમાં નિયમ હોય છે કે દરેક કેદીને સાંજે 6 વાગ્યે ભોજન આપવામાં આવે છે. પરંતુ જો આરોપી ઇચ્છે તો તે રાત્રે 8 વાગ્યા સુધી ભોજનની પ્લેટ પોતાની પાસે રાખી શકે છે. આવી સ્થિતિમાં આર્યન ખાને પણ રાત્રે આઠ વાગ્યા સુધીમાં ડિનર કરી લેવું પડશે.

image soucre

આર્યનને હજુ સુધી જેલનો યુનિફોર્મ આપવામાં આવ્યો નથી. તેથી તે હજુ પણ ઘરના જ કપડામાં રહે છે. આર્યન ખાન જેણે અત્યાર સુધી જાહોજલાલી સાથે પોતાનું જીવન વિતાવ્યું છે, તે સામાન્ય કેદીની જેમ જેલમાં પોતાનું જીવન જીવી રહ્યો છે. આ વાત જાણી શાહરુખ ખાન અને ગૌરી ખાન પણ ભાંગી પડ્યા છે કારણ કે તેમના અનેક પ્રયત્ન છતા હજુ પણ આર્યન ખાનને જામીન મળ્યા નથી.