ગુજરાતમાં ધોરણ 6થી 8ને શરૂ કરવાને લઈને શિક્ષણ મંત્રીએ જાણો શું કહ્યું…

છેલ્લા દોઢેક વર્ષથી સમગ્ર દેશ સાહિત ગુજરાત પણ કોરોના વાયરસના પ્રકોપ હેઠળ હતું. પણ હવે ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે. અને લોકો ફરી એકવાર ધીમે ધીમે પોતાના રોજિંદા જીવનમાં પરોવાઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં પ્રાથમીક શાળો શરૂ કરવાને લઈને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટા સંકેત આપ્યા છે.

image source

રૂપાણી સરકારની ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠક પછી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું છે જેમાં એમને ગુજરાતમાં અગામી 15 ઓગસ્ટ પછી પ્રાથમીક શાળાઓ શરૂ કરવાના સંકેત આપ્યા છે. સરકાર ધીમે ધીમે સ્કૂલો ખોલવાની તૈયારી કરી રહી છે. નીતિ આયોગે સરકારને સલાહ આપી છે કે સ્કૂલ ખોલાવ્યા પહેલા સરકાર આખા દેશના 1.5 કરોડ શિક્ષકોને કોરોના વેકસીનેશન કરાવે. આ માટે કંપનીઓ CSR ફંડનો ઉપયોગ કરે તેવી પણ સલાહ આપવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં 17 ઓગસ્ટથી સ્કૂલ થશે શરૂ

image source

આગામી 17 ઓગસ્ટ એટલે કે 15 ઓગસ્ટ બાદ મહારાષ્ટ્રમાં પણ ગ્રામીણ વિસ્તારમાં ધોરણ 5થી 8 સુધી સ્કૂલ શરૂ થશે. આ સિવાય શહેરી વિસ્તારમાં 8થી 12 ધોરણ સુધીની સ્કૂલ શરૂ થશે. સ્કૂલમાં સામાજિક અંતર જાળવવાનું અને સાથે જ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. વિદ્યાર્થીઓને વાલીઓની સહમતિ વિના પ્રવેશ મળઈ શકશે નહીં.

શાળાના શિક્ષકો માટે શું હશે વ્યવસ્થા

image source

સ્કૂલ ખોલ્યા પહેલા શિક્ષક સહિત તમામ કર્મચારીઓનું વેકસીનેશન જરૂરી છે. આ સંબંધે સરકારે શિક્ષકોના વેકસીનેશન માટે હોસ્પિટલોના એસોસીએશન ઓફ હેલ્થ કેયર પ્રોવાઇડરસને શક્યતાઓ શોધવા માટેની જવાબદારી સોંપી છે. મળેલી માહિતી અનુસાર દેશભરમાં લગભગ દોઢ કરોડ શિક્ષકો છે તે પૈકી લગભગ અડધા શિક્ષકોને કોરોના વેકસીન અપાઈ ચુકી છે. AHPI એ અમેઝોન સહિત 6 કંપનીઓને CSR ફંડ માટે પ્રસ્તાવ પ્રસ્તુત કર્યો છે.

શા માટે જરૂરી છે આ કાર્ય ?

image source

તાજેતરમાં જ થયેલા ચોથા સીરો સર્વેના પરિણામ બાદ સ્કૂલ ખોલવાની વાત બહુ જોર પકડવા લાગી. બાળકોમાં સારા એવા સંક્રમણના પુરાવા મળ્યા અને આ સ્થિતિમાં તેમના પર વધુ જોખમ નથી. સાથે જ વિશ્વના અનેક એવા દેશો છે જ્યાં કોરોના મહામારીની બીજી લહેર પુરી થઈ રહી છે અને ત્યાં સ્કૂલો ખોલવાનું પણ શરૂ થઈ ગયું છે. આમ તો સરકારનો પ્રયાસ એ છે કે બધા શિક્ષકોનું વેકસીનેશન થાય જેથી કરીને બાળકોમાં સંક્રમણ થવાનું જોખમ પણ ઓછું થાય.