શું તમે પણ કોવિશિલ્ડ રસી લીધી છે? તો ખાસ વાંચી લો આ, બીજા ડોઝ વચ્ચે…જાણો આ વિશે સ્ટડીમાં શું થયો ખુલાસો

નવા સ્ટડીમાં કહેવાયુ છે કે Oxford-Astrazeneca Vaccineના 2 ડોઝની વચ્ચે 10 મહિનાનું અંતર હશે તો તે સારી રીતે કામ કરશે. આ સાથે ત્રીજો બૂસ્ટર ડોઝ લગાવાશે તો એન્ટીબોડી વધારવામાં કારગર રહેશે.Oxford-Astrazeneca Vaccineના 2 ડોઝની વચ્ચેના ગેપને લઈને ચર્ચા થઈ હતી, ઓક્સફર્ડના સ્ટડીમાં કહેવાયું છે કે જો કોરોનાના વિરોધમાં પ્રતિરોધક ક્ષમતા વધારે સારી રીતે કામ કરે છે. સ્ટડીમાં એમ પણ કહેવાયુ છે કે ત્રીજો બૂસ્ટર ડોઝ પણ લગાવાશે તો એન્ટીબોડી વધારવામાં મદદગાર સાબિત થશે.  માનવામાં આવી રહ્યું છે કે વેક્સિનની શોર્ટેજ બાદ દેશમાં વેક્સીનેશનો કાર્યક્રમ સારી રીતે ચલાવવામાં મદદ મળશે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે વેક્સિનના પહેલા ડોઝ બાદ લગભગ એક વર્ષ સુધી એન્ટીબોડી બની રહે છે. બૂસ્ટર ડોઝ માટે કહેવાય છે તે તેને બીજા ડોઝના 6 મહિના બાદ આપી શકાય છે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા છે પાર્ટનર

 

image source

ભારતનું સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓક્સફોર્ડ- એસ્ટ્રાજેનેકા વેક્સિનમાં પાર્ટનર રહ્યું છે. આ વેક્સિનનો ભારતમાં ટ્રાયલ સીરમ ઈન્સ્ટિટ્યૂટે કર્યો હતો. સીરમ ઈન્સ્ટિટ્યૂટે વેક્સિનનું નામ કોવિશિલ્ડ રાખ્યું છે. ભારતમાં આ સમયે સૌથી વધારે સપ્લાય આ વેક્સીનની છે. ભારતમાં વેક્સિનનો ટાઈપ ગેપ અનેક વાર બદલાયો છે. આ સમયે તેનો ગેપ 12-16 અઠવાડિયાનો છે.

વેક્સિનના ઉત્પાદનને કરાયું ઝડપી

image source

જૂન મહિનામાં અત્યારસુધી કોવિશીલ્ડના 10 કરોડથી વધારે ડોઝનું ઉત્પાદન કરાયું છે. કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને ભારતમાં વેક્સીનેશનની ગતિને વધારી દેવામાં આવી છે. ભારતમાં 21 જૂનથી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી નિઃશુલ્ક કોરોના વેક્સીનેશન અભિયાન બાદ છેલ્લા 6 દિવસમાં રોજ લગભગ 69 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.

એક અન્ય વેક્સિનનને તૈયાર કરી રહ્યું છે સીરમ

image source

પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોરોના વાયરસના બચવાની એક અન્ય વેક્સીન કોવોવેક્સની શરૂઆત કરી રહી છે. ક્લીનિકલ ટ્રાયલમાં આ વેક્સિન 90 ટકાથી પણ વધારે અસરકરાક જોવા મળી છે. ભારતમાં તેનું બ્રીજિંગ ટ્રાયલ પણ છેલ્લા તબક્કામાં છે. એટલે કે જલ્દી દેશને એક અન્ય વેક્સિન મળશે. આવનારા મહિનામાં દેશમાં બાળકો પર પણ કોવોવેક્સનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરાશે. એનટીજીઆઈના અધ્યક્ષે કહ્યું કે આ વર્ષે એપ્રિલના અંતિમ સપ્તાહમાં બ્રિટનના પબ્લિક હેલ્થ ડેટા દર્શાવે છે કે બે ડોઝવચ્ચે સમયગાળો 12 અઠવાડિયા હોય ત્યારે રસીની અસરકારકતા 65 થી 88 ટકાની વચ્ચે હોય છે.

image source

તેમણે કહ્યું, આ વૈજ્ઞાનિક પુરાવાને આધારે ડોઝની અવધિમાં વધારો થતાંએડિનોવેક્ટર રસીઓની અસરકારકતા બતાવી છે. દેશમાં 13 મી મેના રોજ કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો. ચાર અઠવાડિયાનો અગાઉનો નિર્ણય પ્રારંભિક તબક્કાદરમ્યાન ઉપલબ્ધ બ્રિજિંગ ટ્રાયલ ડેટા પર આધારિત હતો. તેમણે માહિતી આપી કે અન્યદેશો સહિત કેનેડા અને શ્રીલંકા જેવા દેશો પણ એસ્ટ્રાઝેનેકા રસી માટે 12 થી 16 અઠવાડિયાના અંતરાલનો ઉપયોગકરી રહ્યા છે જે કોવિશિલ્ડ રસી જેવું જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!