આજે પણ કામ કરવાની એટલી જ ધગશ જોવા મળે છે.

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હવે પોતાની ઉમરના ૭૯મા વર્ષમાં ડગ માંડી દીધા છે. એમની સખ્ત મહેનત અને ઉત્સાહએ એમને આજે એ મુકામ પર લાવીને ઉભા કરી દીધા છે, જ્યાં ફોચવાનું સપનું કદાચ તેમણે ક્યારેય જોયું હતું નહી. તેમણે પોતાની આ લાંબી સ્ફ્લમાં કેટલાક પડાવ જોયા છે. સુપરહિટ ફિલ્મો આપી છે, તો સતત ફ્લોપ ફિલ્મોનું દબાણ પણ સહન કર્યું છે. ફિલ્મ ‘ભુવન શોમ’માં વોયસ નેરેટર તરીકે તેમણે કામની શરુઆત કરી હતી. અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ હતી. જેના માટે તેમને ફક્ત ૫ હજાર રૂપિયા ફીસ આપવામાં આવી હતી. એક તે સમય હતો અને એક આજનો સમય છે જયારે બિગ બીની પાસે કરોડોની સંપત્તિ છે.

image source

વર્ષ ૧૯૪૨માં તા. ૧૧ ઓક્ટોબરના રોજ જન્મેલ અમિતાભ બચ્ચનના ફેંસ ફક્ત ભારતમાં જ નહી ઉપરાંત વિદેશોમાં પણ છે. હિંદી સિનેમાના રૂપેરી પરદા પર તેમણે જે શોહરત મળી છે તેની ઈચ્છા દરેક કલાકારની હોય છે. આમ આ વાત પણ સાચી છે કે, અમિતાભ બચ્ચન ક્યારેક એન્જીનીયર બનવા કે પછી એરફોર્સમાં જવાનું સપનું જોતા હતા, પરંતુ કિસ્મતને કઈક અલગ જ મંજુર હતી. તેઓ છેલ્લા પાંચ દશકોથી હિંદી ફિલ્મોમાં સક્રિય છે. તેમણે ૨૦૦ કરતા વધારે ફિલ્મો કરી છે. પોતાના એક્ટિંગ કરિયરમાં અગણિત પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

image source

તેમણે દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી લઈને પદ્મશ્રી અને પદ્મભૂષણ સુધીના સર્વોચ્ચ સમ્માન પ્રાપ્ત ક્યાં છે. એક રીપોર્ટ મુજબ, એમની કુલ સંપત્તિ ૨૯૫૦ કરોડ છે. જો તેમની વાર્ષિક આવકની વાત કરવામાં આવે તો આ ૬૦ કરોડ રૂપિયા કરતા વધારે જણાવવામાં આવી છે. દર મહિનાની આવકની વાત કરીએ તો આ ૫ કરોડ કરતા વધારે થઈ જાય છે.

image s oure

એટલું જ નહી, અમિતાભ બચ્ચનન્પાસે કાર્સનું ખાસ કલેક્શન ધરાવે છે. એમની પાસે અમિતાભ બચ્ચનની પાસે ૧૧ કરતા વધારે લકઝરી કાર્સ છે, જેમાં લેક્સસ, રોલ્સ રોયસ, બીએમડબલ્યુ અને મર્સિડીઝ સામેલ છે. અમિતાભ બચ્ચનએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારા અને ખરાબ બંને સમય જોયા છે. તા. ૨૬ જુલાઈ, ૧૯૮૨ના રોજ ફિલ્મ ‘કુલી’ની શુટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ગંભીર રીતે ઘાયલ થયા હતા.

image source

આ એવો સમય હતો યારે તેમણે મૃત્યુને નજીકથી જોયું. આ એમની લોકપ્રિયતા અને લોકોની દુઆઓની જ અસર છે કે, અમિતાભ બચ્ચન આ મુશ્કેલ સમયથી નીકળીને આજે પણ સ્વસ્થ છે અને ફિલ્મો કરી રહ્યા છે.

આજે પણ એમનામાં કામ કરવાનું ધગશ એવી જ જોઈ શકાય છે જે એમના કરિયરના શરુઆતના દિવસોમાં હતી.