જો તમને આવે નંબર પર થી કોલ તો ભૂલે ચુકે પણ ન કરતા રિસીવ, નહિ તો મૂકાઈ જશો તકલીફમાં

આજના સમયમાં અલગ અલગ રીતે ફ્રોડના કેસ સતત વધી રહ્યા છે એવામાં બધાને સચેત રહેવાની જરૂર છે નહીં તો ભારે નુક્શાનનો સામનો કરવો પડી શકે છે. જ્યાં ઈમેલ, ઓટીપી અને એસએમએસ દ્વારા ફ્રોડના કેસ વધતા રહયા છે તો હવે હેકર્સ ઇન્ટરનેશનલ કોલના બહાને લોકોને ચુનો લગાવી રહ્યા છે.એને લઈને સરકાર સતત લોકોને વોર્નિંગ આપતી રહે છે પણ તેમ છતાં પણ લોકો એનો શિકાર થઈ જાય છે. આ જ કડીમાં દુરસંચાર વિભાગ દ્વારા સતત બધા મોબાઈલ યુઝર્સને મેસેજ મોકલીને આ પ્રકારના ફ્રોડથી બચવાની સલાહ આપી રહ્યા છે.

image source

દૂરસંચાર વિભાગ દ્વારા આજે પણ ઘણા યુઝર્સને એવો વોર્નિંગ મેસેજ મોકલવામાં આવ્યો છે જેમાં એમને કોઈપણ પ્રકારના ઇન્ટરનેશનલ કોલ ફ્રોડથી બચીને રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ મેસેજમાં લખ્યું છે કે ”While receiving an international call, if an Indian number or no number is displayed on your phone, please inform on the DoT tollfree number 1800110420/1963.” એનો અર્થ છે કે જો તમારા ફોન પર કોઈપણ નમ્બર વગર કે ઇન્ડિયન નંબર પરથી ઇન્ટરનેશનલ કોલ આવે છે તો DoTના ટોલ ફ્રી નંબર 1800110420/1963 પર તરત સંપર્ક કરો.

image source

જો તમને પણ નો નંબર કોલ આવો રહ્યા છે તો તમને જણાવી દઈએ કે આ એક ફ્રોડ કોલ હોઈ શકે છે અને DoT અનુસાર તમારે એમને તરત એ વિશે જાણકારી આપવી જોઈએ. એવા કોલ્સ સામાન્ય રીતે સ્કેમ હોય છે અને એનાથી બચીને રહેવું ખૂબ જ જરૂરી છે. એ સિવાય અન્ય ટેલિકોમ ઓપરેટર્સ સતત આ પ્રકારના કોલથી બચવાની વોર્નિંગ આપતા રહે છે. જિયો, વોડાફોન આઈડિયા અને એરટેલ યુઝર્સને સતત મેસેજ મોકલીને એમને જાણકારી આપવામાં આવે છે અને જણાવવા આવે છે કે એવા કોઈપણ કોલ, મેસેજ વગેરે પર વિશ્વાસ ન કરો.

 

image source

જો ઇન્ટરનેશનલ કોલ ફ્રોડની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે યુઝર્સને અલગ અલગ કન્ટ્રી કોડની સાથે કોલ આવી શકે છે જેમ કે +92, +375 વગેરે. તમે જેવા આ કોલ્સને રિસીવ કરશો તો તમને જણાવવા આવશે કે તમને કોઈ લોટરી લાગી છે કે પછી તમે કોઈ ઇનામ જીત્યું છે.

image source

એ સાથે જ કોલ કરનાર વ્યક્તિ તમારી પર્સનલ જાણકારી મેળવવાનો પણ પ્રયત્ન કરશે અને એ સાથે જ બની શકે કે એ તમને પ્રાઇઝ જીતવા બદલ કોઈ પ્રકારનું કમિશન આપવાની વાત પણ કહે. આ ફ્રોડ ન ફક્ત કોલ પણ એસએમએસ દ્વારા પણ કરવામાં આવી શકે છે.એટલે એને લઈને સતત દુરસંચાર વિભાગ અને ટેલિકોમ કંપનીઓ વોર્નિંગ આપતી રહે છે. એ અનુસાર યુઝર્સને ન ફક્ત એવા કોલ રિસીવ કરવાથી બચવું જોઈએ પણ એવા કોઈ નંબરથી મિસ્કોલ આવે તો એના પર કોલ પણ ન કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!