શું તમને પણ ભોજનમાં ઉપરથી મીઠું ઉમેરીને ખાવાની આદત છે? તો આજથી જ કરી દેજો બંધ નહિં તો..

મસાલેદાર અને ચટપટું ભોજન જીભનો સ્વાદ વધારે છે પરંતુ, વધારેમાં વધારે કંઈપણ લેવાનું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. મીઠું વિના, દાળ શાકભાજી નો સ્વાદ ફીકો લાગે છે. કેટલાક લોકો શાકભાજી માં ઉપર થી મીઠું ઉમેરીને ખાય છે, જે એક સંપૂર્ણ ખોટી ટેવ છે.

image source

વધારે પ્રમાણમાં મીઠું ખાવાથી સ્વાસ્થ્ય ને નુકસાન થાય છે. આવી સ્થિતિમાં, સોડિયમ ક્લોરાઇડમાંથી બનાવેલ મીઠા ની યોગ્ય માત્રા લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણા સ્વાસ્થ માટે કેટલું મીઠું જરૂરી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પુખ્ત વયના લોકો એ દિવસ દરમિયાન બે ચમચી મીઠું ખાવું જોઈએ. જ્યારે હાઈ બ્લડપ્રેશરના દર્દીએ દિવસ દરમિયાન અડધી ચમચી મીઠું લેવું જોઈએ. આ સિવાય ,રાયતા અથવા ફળો માં રોજ મીઠા નો ઉપયોગ કરો.

image source

એક વર્ષ થી નાના બાળકોને આખા દિવસમાં અડધી ચમચી થી પણ ઓછું મીઠું આપવું જોઈએ, જ્યારે આ કરતા મોટા બાળકો ને એક ચમચી કરતા વધારે મીઠું ન આપવું જોઈએ. જો તમે જાડાપણું ઓછું કરવા માંગતા હો તો એક દિવસમાં એક ચમચી કરતા વધારે મીઠું ન ખાઓ.

મીઠાનું સેવન કરવાથી થતું નુકશાન :

હાડકા :

image source

વધારે પડતું મીઠું હાડકામાં રહેલું કેલ્શિયમ છીનવી શકે છે, જે યુરિન વાટે આપણા શરીરમાંથી બહાર નીકળી જાય છે. જેનાથી આપણા હાડકા કમજોર પડી જાય છે, અને હાડકાં ને લગતી બીમારીઓ પણ થઈ શકે છે.

બ્લડપ્રેશર વધી શકે છે :

image source

શરીરમાં જેટલું વધારે મીઠું હશે તેટલું વધારે તેને ઓગળવા માટે પ્રવાહી જોઈએ છે, આવા વખતે કોશિકાઓ પાણી શોષી લે છે, અને લોહી નું ક્ષેત્રફળ વધી જાય છે. આનાથી ધમનીઓ તેમ જ રદય ને વધારે લોહી પંપ કરવું પડે છે. જેના કારણે થોડા સમય બાદ ધમનીઓ અકળાવા લાગે છે જે બ્લડ પ્રેશર વધારવામાં જવાબદાર છે.

કિડનીને નુકસાન :

મીઠું જો વધારે માત્રામાં ખવાય તો સફેદ ઝેર સાબિત થઈ શકે છે. કારણ કે તેનાથી તમારી કિડની ને પણ નુકશાન થઇ શકે છે. અને જ્યારે તમને ડાયાબિટીસ અથવા વધારે બીપીની સમસ્યા હોય ત્યારે કિડની ડૅમેજ થઈ શકવાના ચાન્સ વધી જાય છે. આથી મીઠું કિડની ને નુકસાન પહોંચાડી શકે છે.

હૃદય બીમારી :

image source

વધારે પ્રમાણમાં મીઠાનું સેવન હૃદયરોગ ને આમંત્રણ આપે છે. આ સ્થિતિમાં, સંતુલિત માત્રામાં તેનું સેવન કરો.

શરીરમાં બળતરા વધી શકે છે :

વધુ પડતા મીઠા ના સેવનથી શરીરમાં પાણી વધારે પ્રમાણમાં એકઠું થઈ શકે છે, જેનાથી પાણી ની રીટેન્શન અથવા પ્રવાહી રીટેન્શન થઈ શકે છે. આ કારણે સોજા હાથ, પગ અને ચહેરા પર આવે છે.

ડાયાબિટીસ :

image source

ડાયાબિટીસ અને હાઈપરટેન્શન એકબીજાથી જોડાયેલા રોગ છે. વધારે પડતું મીઠું લેવાને કારણે હાઇપર ટેન્શન થાય છે, અને જે તમારા શુગર લેવલ ને પણ પ્રભાવિત કરવામાં જવાબદાર બની શકે છે. આથી મીઠું કાયમ માપસર જ ખાવું જોઈએ.