રાજ્યમાં આ રોગચાળાએ માજા મુકી, સોલા સિવિલ ખાતે 8 વર્ષની બાળકીનું મોત થતા હડકંપ

એક તરફ ગુજરાતમાં કોરોનાના કેસ નોંધપાત્ર રીતે ઘટી રહ્યા છે તો બીજી તરફ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ માથુ ઉચક્યું છે. જેને લઈને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગી છે. એક તરફ અમદાવાદમાં રેસિડન્ટ ડોક્ટરોની હડલાત અને બીજી તરફ આ રોગચાળાથી ઉભરાતી હોસ્પિટલોએ તંત્રની ઉંઘ હરામ કરી નાખી છે.

image source

તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં મચ્છરજન્ય રોગોના ભરડામાં હવે બાળકો પણ આવી રહ્યા છે. નોંધનિય છે કે, મેલેરિયાથી સોલા સિવિલમાં એક બાળકીનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે વિગતે વાત કરીએ તો ધંધુકાની 8 વર્ષની બાળકીનું મેલેરિયાથી મોત થયા બાદ હોસ્પિટલ ખાતે ખળભળાટ મચી ગયો હતો. નોંધનિય છે કે, ચોમાસાની ઋતુની શરૂઆતથી જ આરોગ્ય વિભાગ પણ સક્રિય બની જતું હોય છે અને દરેક જગ્યાએ ખાણી પીણી સહિત જાહેર રસ્તાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જો કે હાલમાં પાણીજન્ય રોગ અને મલેરિયા સહિતના રોગોએ તંત્રની ઉંઘ હરામ કરી નાખી છે. એક તરફ ત્રીજી લહેરનો ભય અને બીજી તરફ આ રોગચાળો લોકોને આવનારા સમયમાં વધુ મુશ્કેલીમાં મુકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે, અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલોમાં OPD માં પણ આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. નોંધનિય છે કે, એક મહિના પહેલાં દર્દીઓની જે સંખ્યા હતી તેમાં આશરે 100 થી 200 નો વધારો થયો છે. તો બીજી તરફ LG હોસ્પિટલની વાત કરીએ તો રોજના 3000 દર્દીઓ, શારદાબેન હોસ્પિટલમાં 2000 ઉપરાંત VS હોસ્પિટલમાં 6૦૦ થી 7૦૦ દર્દીઓ આવી રહ્યાં છે. જેને લઈને હાલમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગી છે. આ અંગ વિગતે વાત કરીએ તો, હાલમાં જે દર્દીઓ આવી રહ્યા છે તે, વાયરલ ચિકનગુનિયા, ડેન્ગ્યુ તેમજ ઝાડા-ઊલટીના કેસો વધારે છે. જેની સીધી જ અસર અમદાવાદની સરકારી હોસ્પિટલની OPD પર જોવા મળી રહી છે.લોકોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવી રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે, આ મહિનામાં 7 તારીખ સુધીમાં સાદા મેલેરિયાના 15, ઝેરી મેલેરિયાના 2, ડેન્ગ્યુના 16, ચીકનગુનીયાના 5, ઝાડા-ઉલટીના 121 તો કમળાના 28 અને ટાઇફોઇડના 68 કેસ નોંધાયા છે. નોંધનિય છે કે, સરકારી હોસ્પિટલોની ઉપરાંત શહેમની ખાનગી હો્સ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે. અમદાવાદ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લાં 15 દિવસથી વાયરલ ફીવરની બિમારીના કેસોમાં જોરદાર વધારો થયો છે. આ જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં વાયરલ ફીવરના દર્દીઓ સામે આવતા સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈન લાગી છે. નોંધનિય છે કે, સિવિલ હોસ્પિટલમાં સામાન્ય દિવસોમાં 100 થી 200 OPD નોંધાતી હોય છે. જો કે હવે રોગચાળાએ માથુ ઉચકતા આ આંકડો 600 એ પહોંચી ગયો છે.

image source

બનાસકાંઠા ઉપરાંત ઉત્તર ગુજરાતમાં હિંમતનગરમાં પણ સ્થિતિ વણસી છે. જ્યાં જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજના ૩૦ જેટલાં વિદ્યાર્થીઓને ટાઇફોઇડ પોઝિટિવ નોંધાતા હડકંપ મચી ગયો છે. નોંધનિય છે કે, હિંમતનગર જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 800 વિદ્યાર્થીઓ પૈકીના 30 જેટલાં વિદ્યાર્થીઓને ટાઈફોઇડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

image source

તો બીજી તરફ વડોદરામાં પણ રોગચાળાએ માથુ ઉચક્યું છે. જેને લઈ શહેરમાં એક દિવસમાં તાવના 826 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ડેન્ગ્યૂના પણ 12 નવા કેસ આવ્યા છે. તો બીજી તરફ વધતા રોગટાળા વચ્ચે શહેરની 11 બાંધકામ સાઈટ, 7 હોસ્ટેલ-સ્કૂલ મચ્છરની ઉત્પતિના સ્થાનના માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. વડોદરામાં દૂષિત પાણી અને મચ્છરજન્ય રોગચાળો રોકેટગતિએ વઘધી રહ્યો છે. નોંધનિય છે કે, એક અઠવાડિયાના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. ખાસ તો ચોમાસામાં ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, તાવ, ઝાડા-ઉલ્ટીના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. તમને જણાવી દઈએ કે, ડેન્ગ્યુના 5 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ઝાડા ઉલ્ટીના 119, તાવના 284, મેલેરિયાનો 1 કેસ નોંધાયો છે. વધુમાં જઁણાવી તો 8 દિવસમાં કમળો, ઝાડા ઉલ્ટી અને તાવના 1927 કેસ સામે આવ્યા છે. 12 હજાર 442 ઘરોમાં ફોગિંગ, 238 કન્સ્ટ્રકશન સાઈટોને નોટિસ અપાઈ છે. જેથી શહેરમાં રોગચાળાને કાબુમાં લઈ શકાય.