ચહેરા પર શુદ્ધ ગુલાબજળ લગાડવાના છે આ ફાયદા, જાણીને તમે પણ શરૂ કરી દેશો ઉપયોગ

ગુલાબજળ નો ઉપયોગ ત્વચા, વાળ અને આંખો માટે એકદમ ફાયદાકારક છે. ઘરે ગુલાબ નું શુદ્ધ પાણી કેવી રીતે બનાવવું તે જાણો? સૌંદર્યના પગલામાં ગુલાબજળનો ઉપયોગ ઘણા વર્ષોથી કરવામાં આવે છે કારણકે, તે ત્વચાને સાફ કરે છે તેમજ ઘણી સમસ્યાઓમાંથી રાહત આપે છે પરંતુ, બજારમાં ઉપલબ્ધ ગુલાબજળ શુદ્ધ નથી. તેથી તમે ઘરે ગુલાબજળ ને સરળ રીતે બનાવી શકો છો અને તેના ફાયદા મેળવી શકો છો.

image source

ઘરે શુદ્ધ ગુલાબનું પાણી કેવી રીતે બનાવવું

સામગ્રી :

ગુલાબના પાંદડા, સ્વચ્છ પાણી

image source

ગુલાબનું પાણી બનાવવાની રીત :

ગુલાબના પાન ને નવશેકા પાણીથી સાફ કરવા પડશે. જેથી ગુલાબના પાન પર ગંદકી ન થાય. ત્યાર પછી ગુલાબના બધા પાંદડા એક વાસણમાં મૂકો. આ વાસણમાં ચોખ્ખું પાણી ભરો. વાસણમાં પાણી ની માત્રા રાખો જેથી ગુલાબ ના બધા પાંદડા સરળતાથી ડૂબી જાય. વધારે પાણી ન ભરશો, નહીં તો તમને પાતળું ગુલાબનું પાણી મળશે.

image source

હવે વાસણ ને પચીસ થી ત્રીસ મિનિટ સુધી ધીમી આંચ પર મૂકો. ધ્યાન રાખો કે પાણી ઉકાળવામાં ન આવે. ફક્ત રાંધો. પચીસ થી ત્રીસ મિનિટમાં ગુલાબ ના પાન નો રંગ પાણીમાં દેખાશે અને પાણી પર પાંદડા આવવા લાગશે. હવે વાસણને તાપ પરથી ઉતારી ને પાણી ને ગાળીને ગુલાબના પાન ફેંકી દો. તમારું શુદ્ધ ગુલાબનું પાણી તૈયાર છે.

શુદ્ધ ગુલાબજળ ના ફાયદા

image source

ગુલાબ જળ નો નિયમિત ઉપયોગ ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે, અને રંગને સાફ કરે છે. ગુલાબજળ આંખોને સાફ કરવામાં અને ઠંડુ કરવામાં પણ મદદ કરે છે. માથામાં ગુલાબજળ ની માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે.

સુખી અને બરછટ ત્વચા ને ગુલાબજળ નમી પ્રદાન કરે છે. ગુલાબજળ લગાવવાથી ત્વચા ને ઠંડક મળે છે, સુકી ત્વચા ને ગુલાબજળ હાઈડ્રેટ કરે છે. ગુલાબ માં કુદરતી ખાંડ નું પ્રમાણ હોય છે. જે ત્વચા ને સાફ પણ રાખે છે, અને મુલાયમ પણ બનાવે છે. તૈલી ત્વચા માટે ગુલાબજળ એકદમ સરળ રીતે વાપરવામાં આવે છે. ગુલાબજળ માં લીંબુ નો રસ મિલાવીને લગાવવાથી ત્વચા મા રહેલું તૈલીયપણું નીકળી જાય છે, અને ત્વચા મુલાયમ બને છે.

image source

ગુલાબજળ ત્વચા માં રહેલી કરચલીઓ ને પડતા અટકાવે છે. ગુલાબ ની વિશેષતા જ એ છે કે તે કળા ડાઘા, કરચલીઓ, વગેરે ને દૂર કરે છે અને ત્વચા ને સાફ બનાવે છે. ગુલાબ જળ ને દિવસમાં બે કે ત્રણ વાર લગાવવાથી આ બધી પરેશાનીયો માંથી છુટકારો મળી જાય છે. ગુલાબજળ નો ઉપયોગ આયુર્વેદિક ઔષધી તરીકે હેલ્થ માટે પણ કરવમાં આવે છે જેમકે, તેનો મલમ બનાવીને વાગ્યા પર લાગવવા માટે ફેસ પર કોઈપણ પ્રકાર ની એલર્જી થઇ હોય તો તેને શાંત કરવા માટે વગેરે.